SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ રચેલા પ્રા. કુમારપાલ-પ્રતિબંધ (પ્રબંધચિંતામણિ અને અન્યત્ર કુમારપાલચરિત્ર-પ્રબંધ આદિમાં એ ઘટનાઓનું સમર્થન કર્યું છે. પરમહંત મહારાજા કુમારપાલે પાટણમાં રચાવેલ “કુમાર-વિહાર નામના અદ્દભુત જિનમંદિરનું અને ત્યાં થતા ભક્તિ-ભરપૂર પૂજન-મહેસવોનું સરસ વર્ણન શ્રીહેમચંદ્રાચાર્યના પટ્ટધર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્રસૂરિએ કુમારવિહાર-શતકમાં કર્યું છે, તે પરથી પણ તે મહારાજાની જૈનધર્મ પ્રત્યેની પ્રબલ ભક્તિને ખ્યાલ કરી શકાય છે. એ સર્વ પ્રસંગે વિચાર કરતાં પ્રસ્તુત અભિધાન–ચિંતામણિ કેશની રચના વિક્રમની તેરમી સદીના પ્રથમ ચરણમાં–વિ. સં. ૧૨૧૬ લગભગમાં થએલી માનવી ઉચિત ગણાય. અભિધાન-ચિતામણિની પ્રાચીન પ્રતિ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા વિશાલ ગ્રંથને ગૂર્જરેશ્વર મહારાજા સિહરાજ જયસિંહે અને પરમહંત કુમારપાલ ભૂપાલે બહુમાન સન્માનથી સુર લેખકે દ્વારા સેંકડોની સંખ્યામાં લખાવ્યા હતા. પઠન-પાઠન માટે વિદ્યાભ્યાસીઓને તથા વિદ્વાનોને સમર્પણ કર્યા હતા અને જ્ઞાન–ભંડારોમાં પણ સ્થાપના કરાવ્યા હતા, પરંતુ અનેક ક્રાંતિકારી રાજ-પરિવર્તન પછીઆઠસો વર્ષો પછી તે સમયની હસ્તલિખિત પ્રતિ હાલમાં મળવી દુર્લભ છે. પાછળની વિપરીત રાજ્યક્રાંતિથી અને કાલ-બલે પણ ઘણું વિનષ્ટ થયું છે તેમ છતાં જિનશાસન–સંરક્ષક, સાહિત્ય-સંરક્ષક સમયજ્ઞ રાનપ્રેમી ધર્મપ્રેમી સજજનોએ સુરક્ષિત પરથી કાલાન્તરે તેની કરાવેલી નકલે હાલમાં પણ મળી આવે છે. ' વિક્રમની ચૌદમી સદીમાં આ કેશનાં પઠન-પાઠને પાટણમાં સંધવીપાડાના જૈન જ્ઞાનભંડારમાં (પથી નં. ર૭ (૫)માં) અભિધાન-ચિન્તામણિ કેશની એક તાડપત્રીય પ્રતિ (પત્ર ૧૬ થી ૧૬૮) વિ. સં. ૧૩૦૩ માં લખાયેલી જણાય છે. તે પાઠ્ય પુસ્તિકામાં માત્ર પ્રથમકાંડ દેવાધિદેવ કાંડના પ્રથમના ૨૩ શ્લોક મૂકીને આગળના લેકે
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy