SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જ અભ્યાસ માટે લખ્યા જણાય છે. (જુઓ ગા. ઓ. સિ. નં. ૭૬ પાટણ-જૈનગ્રંથભંડાર-સૂચી પૃ. ૧૪૯) ' એ જ પ્રાચીન ભંડારમાં (પોથી નં. ૯૯) આ અo ચિંo નામમાલાની સં. ૧૩૧૪માં લિ. પત્ર ૧૬૧ વાળી એક તાડપત્રીય પ્રતિ સંયમસિરિયોગ્ય જણાવી છે, તે સુમેરુસુંદરી મહત્તરાના ઉપદેશથી ચિત્રકૂટ મહાદુર્ગ–નિવાસી મહું તીડાની પત્ની ગંગાદેવી સુશ્રાવિકાએ પાર્થસ્થ વતીઓની પાસેથી લઈને તિલકપ્રભા ગણિનીને પઠન માટે સમર્પણ કરી હતી–એ ઉલ્લેખ અમે પાટણ જૈનભંડાર–ગ્રંથસૂચીમાં (ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ૬૬) દર્શાવ્યો છે. –આ ઉપરથી જણાશે કે પ્રાચીન સમયમાં જૈન શ્રમણ-સાધ્વી. વર્ગમાં આ અo ચિં નામમાલાશનું પઠન-પાઠન ચાલુ હતું અને તે માટે સુશ્રાવિકાઓ અનુકૂળતા કરી આપતી હતી. એ જ વિક્રમની ચૌદમી-સદીમાં વિ. સં. ૧૩૩૭માં વૈ. શુ. ૫ ગુરુવારે અણહિલપાટક (પાટણ)માં, અર્જુનદેવના રાજ્ય સમયમાં મહામાત્ય મહાદેવ હતા, ત્યારે મહારાજે-કુમાર સારંગદેવ મુગવટી (મગોડી ?)ને ભગવટે. કરતા હતા, તે સમયમાં મહીપાલ વગેરે પંચના અધિકાર–સમયમાં, નરચંદ્રસૂરિ–પ્રતિષ્ઠિત મદનચંદ્રસૂરિ–પદ-પ્રતિષ્ઠિત મલયચંદ્ર-શિષ્ય પં. સહજકીતિએ પોતાના પઠન માટે લખાવેલી આ અ૦ ચિં૦ કેશની પજ્ઞ ટીકા સાથેની એક તાડપત્રીય પ્રતિ, પાટણના એ જ સંઘવીપાડાના ભંડારમાં (પાથી નં. ૧૧) વિદ્યમાન છે, એનો ઉલ્લેખ અમે પાટણ-જેનભંડાર-ગ્રંથસૂચી(ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૭૪)માં દર્શાવ્યો છે. –એ ઉપરથી જણાય છે કે વિક્રમની ચૌદમી સદીમાં જૈન-શ્રમણવર્ગમાં પણ આ અo ચિં૦ કેશનું પઠન-પાન ચાલુ હતું. –ત્યાર પછીના સૈકાઓમાં લખાયેલી બીજી પણ અનેક પ્રતિયે જુદા જુદા સ્થળોના અનેક જૈન જ્ઞાન–ભંડાર–સંગ્રહમાં મળી આવે છે. પ્રો. વેલનકરે સંકલિત કરેલ “જિનરત્નશ જવાથી વિશેષ સ્થાશે. . * ૧ છે.
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy