SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય બજાવ્યું હતું-એવા ઉલ્લેખ મળે છે. આચાર્ય શ્રી હેમચંદ્ર ત્રિ શ૦ ૫૦ ચરિત્રના બારમા સર્ગમાં ભગવાન મહાવીરની ભવિષ્યવાણીના રૂપમાં તેને તે પરિચય કરાવ્યો છે તથા તેની અંતિમ પ્રશસ્તિમાં સૂચન કર્યું છે, તેમજ તેની તેવી જીવન-ચર્યાનું વર્ણન પ્રાકૃતકથાશ્રય મહાકાવ્યમાં– કુમારપાલ-ચરિતમાં પણ તેઓએ કર્યું છે, એ જ સમયમાં મારિવારિક ધર્માત્મા આ મહારાજાએ પોતાના આદર્શ વિશાલ સામ્રાજ્યમાં પ્રાણિવધ ન થાય તે માટે અમારિ–અહિંસાની પ્રશંસનીય અનુકરણીય ઉદ્દેષણ કરાવી હતી. તથા વ્યસન-વારક એ રાજર્ષિએ શિકાર, જુગાર, મદિરા જેવાં દુર્બસને અટકાવ્યાં હતાં. અને પુત્ર વિના મૃત્યુ પામનારનું જે ધન પ્રાચીન સમયથી રાજ-ગ્રાહ્ય થતું હતું, તે પણ તેણે તર્યું હતું. તેથી તેને મૃત-વ-મોwr” નામથી ઓળખાવેલ છે. ઉપર્યુક્ત શ્લોકમાં આચાર્યશ્રીએ તેના યથાર્થ નામે-વિશેષણ દ્વારા તેનું સંક્ષેપમાં સૂચન કર્યું છે. તે સર્વ સ્તુત્ય ઘટના પાછળ આ કેશકાર ધર્માચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના પવિત્ર અમેધ ધર્મોપદેશને પ્રબલ પ્રભાવ હત-તેમ તેમના અન્તર્ગત સૂચનથીઉલ્લેખોથી, તથા બીજા સમકાલીન અને પશ્ચાત્કાલીન અનેક આધારભૂત ગ્રંથે-સાધનાથી જણાય છે. તે સંબંધમાં આચાર્યશ્રી સ્વયં સ્વશ્લાઘાકર વિશેષ વચન ન ઉચ્ચારે એ સ્વાભાવિક છે. આ અભિધાન-ચિંતામણિકાશની પન્ન વૃત્તિના પ્રારંભમાં તેઓએ તેવા આશયનું સહજ સૂચન કર્યું છે કે યોર્જનયમન્મ દિ તત્ર-વિરારથતૈિ? परात्म-निन्दा-स्तोत्रे हि, नाद्रियन्ते मनीषिणः ॥ ભાવાર્થ-આ આરંભ, શ્રેયને માટે કરવામાં આવે છે, તેમાં આત્મપ્રશંસા કરવાથી શું ? મનીષી–સુ સજજને પર–નિંદા અને આત્મરત્ર (પ્રશંસા)માં આદર કરતા નથી. તેમના સમકાલીન મહારાજા અજયપાલના મંત્રીશ્વર મહાકવિ યશપાલે વિ. સં. ૧૨૩૧-૩૨ લગભગમાં રચેલા મેહરાજ–રાજય નાટક (ગા. | એ. સિ. નં. ૯) માં તથા સોમપ્રભાચાર્યે વિ. સં. ૧૨૪૧માં પાટણમાં
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy