SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશિત થયેલા “સુવાસ માસિકના સં. ૧૯૯૫ ના શ્રી હેમચંદ્રાચાર્યવિશેષાંકમાં, તથા હેમસારસ્વત સત્રના નિબંધસંગ્રહમાં ગૂજરાતી સાહિત્ય -પરિષદ તરફથી પણ પ્રકાશિત થઈ ગયેલ છે. એથી અહિં તેની પુનરુક્તિ કરીશું નહિ, જિજ્ઞાસુ સજજને ત્યાં જઈ શકશે. વિ. સં. ૧૧૪૫ થી વિ. સં. ૧૨૨૯ સુધીના જીવન-કાલમાં, વિ. સં. ૧૧૬૬ માં સૂરિપદે પ્રતિષ્ઠિત થયેલા આચાર્ય શ્રી હેમચંદ્ર સાહિત્યસેવા, ધર્મ-સેવા, સમાજ -સેવા અને દેશ-સેવાનાં જે ઉત્તમોત્તમ કર્તવ્યો બજાવ્યાં છે, તેનું વર્ણન અહિં અશક્ય છે. તે માટેનાં પ્રમાણિક સાધનનું દિગદર્શન ઉપર્યુક્ત લેખમાંથી મળી રહેશે. કેશ-રચના સમય અભિધાન-ચિંતામણિ નામમાલા નામના પ્રસ્તુત કેશની રચના શ્રી હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારપાલના રાજ્ય–સમયમાં કરેલી જણાઈ આવે છે. ખાસ કરીને તે ધર્માત્મા રાજર્ષિ પરમાત-પરમજૈન તરીકે પ્રસિદ્ધ થયા, તે સમયમાં થઈ હોય તેમ આ કેશમાં (કાંડ ૩, ૦ ૩૭૬-૩૭૭) સૂચન મળે છે. ત્યાં કુમારપાલનાં વિશેષણ-નામધારા તેને જે પરિચય કરાવ્યો છે, તે પરથી જણાય છે – મારHસુર, રાપરમાતઃ તત્ત્વો મા, માર-ચરન-વારા ” - આ અવૃત્તિમાં પુ. ૧૯૬, શ્લે. ૭૧૨–૭૧૩. વિ. સં. ૧૧૫થ્થી ૧૧૯૯ સુધી સિદ્ધરાજ જયસિંહે ગુજરાત પર રાજ્ય કર્યા પછી વિ. સં. ૧૧૯૯થી વિ. સં. ૧૨૩૦ સુધી મહારાજા કુમારપાલે ગુજરાત આદિ અનેક દેશો પર શાસન-સામ્રાજ્ય કર્યું હતું. તેમ તેમના સંબંધમાં રચાયેલા અનેક ગ્રંથદ્વારા જાણી શકાય છે. વિક્રમસંવત્ ૧૨ માં તે મહારાજાએ પરમહંત પરમજૈન સુશ્રાવક તરીકેનાં વ્રત સ્વીકાર્યા હત; એટલું જ નહિ, “વથા તથા પ્રા” એ નિયમ પ્રજાને પણ અહિંસા-લક્ષણ ધર્મની અનુરાગી બનાવી અસાધારણ ઉચ્ચ
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy