SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વિશાલ શબ્દ-સંગ્રહથી ભરપુર છે. શ્રી હેમચંદ્રાચાર્યે શબ્દોના વ્યાપક લિંગ-જ્ઞાન માટે પજ્ઞ સ્વતંત્ર નામ-લિંગાનુશાસન વિવરણ સાથે રહ્યું હેવાથી કેશની રચનામાં તે સંબંધમાં તેમણે અન્ય કેશકારની જેમ અન્તર્ગત પ્રયત્ન કર્યો નથી, ખાસ વિશેષ સૂચન કરવા જેવું જણાયું, ત્યાં ત્યાં પોતાની પત્તવૃત્તિમાં તેઓશ્રીએ સ્પષ્ટ સૂચિત કર્યું છે. સ્વપજ્ઞવૃત્તિમાં પૂર્વના કેશકારનું સંસ્મરણ કર્યું છે. અહિં પ્રકાશમાં આવતો એમાંને સંસ્કૃત કેશ એ (૧) એકાર્થ અભિધાન–ચિંતામણિ નામમાલા નામથી સુપ્રસિદ્ધ છે. આચાર્યશ્રીએ ૧૫૪૨ જેટલાં પદ્યમાં તેને . (૧) દેવાધિદેવ-કાંડ, (૨) દેવ-કાંડ, (૩) મત્સ્ય-કાંડ (૪) તિર્ય-કર્ડ, (૫) નારક-કાંડ અને (૬) સામાન્ય-કાંડ એવા છ વિભાગોમાં વિભક્ત કરેલ છે, જે તે તે નામ પ્રમાણે સંબંધ ધરાવતા શબ્દ-વૈભવથી સુસમૃદ્ધ છે. આ કેશ, ચિંતામણિ રનની જેમ મને-વાંછિત શબ્દાર્થ પૂર્ણ કરે તેવો પ્રભાવક હોઈ તેનું તેવું નામ સાર્થક છે વિશેષમાં સુજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ નામમાલાને દશહજાર શ્લેક-પ્રમાણ સ્વપજ્ઞવૃત્તિથી વિભૂષિત કરી વ્યુત્પત્તિ-જિજ્ઞાસુ અભ્યાસી વિદ્યાર્થીગણ પર અસાધારણ ઉપકાર કર્યો છે. આ પ્રસ્તાવના લેખકે આજથી ચાલીશ વર્ષો પહેલાં વિ. સં. ૧૯૬૪ થી ૧૯૭૨ માં વારાણસીમાં શ્રીયશવિજય જૈન સં. પ્રા. પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરતાં શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું અધ્યયન કરતાં આ કેશને પણ યથામતિ અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને કાશીની શ્રીયશવિજય-જૈન ગ્રંથમાળા તરફથી તે સમયે પ્રકાશિત થતા એ વૃત્તિ-વિવરણવાળા કેશની પ્રાચીન પ્રતિને આધારે પ્રેસ કોપી કરવાની તક તેને સાંપડી હતી (સં. ૧૯૬૮ થી ૧૯૭૦) તથા તેની શેષ -સૂચી એક વિશેષનામ-સૂચી, શુદ્ધિપત્રક આદિ બનાવવાની તક પણ સંવત ૧૯૭૩ માં તેને પ્રાપ્ત થઈ હતી. બે ભાગમાં પ્રકાશિત એ પત્ત વિવરણવાળો કોશ હાલમાં મળી શકતું નથી. આચાર્ય શ્રી હેમચંદ્ર ને અિતિહાસિક પ્રમાણિક પરિચય કરાવવા આ લેખકે આજથી ૧૭ વર્ષો પહેલાં પ્રયત્ન કર્યો હતો, તે લેખ વડેદરાથી
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy