SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International સંપાદકીય ગુર્જાતી સાહિત્ય પરિષદે હાય પરેશા ગુજરાતી સાહિત્યકોશને ખંડ ૧ મધ્યકાળ અંગોનો છે; તે આ કાંડ ૨ અવિચીનકાળને લગો છે. ગુજરાતી ભાષાસાહિત્યનાં અધ્યયન અને અધ્યાપનના યુનિવર્સિટીઓમાં જે રીતે વિસ્તાર થયો છે એ જોતાં ગુજરાતી લલિતસાહિત્યવિષયક સામગ્રી એક સ્થાન પર સાહિત્યના અભ્યાસીઓને ઉપલબ્ધ થાય, ગુજરાતી લેખકો અને કૃતિઓનો પરિચય મળે, ગુજરાતી સાહિત્યને વિકાસ અને એની ગતિનો આલેખ ઊભા થાય, ગુજ્જીની સાહિત્યના વ્યાપનો ખ્યાલ આવે અને એની વૈયક્તિકતા તેમ જ વિશેષતાનો અણસાર મળે એ માટે એક બૃહત્કાય સંદર્ભગ્રંથ આવશ્યક હતે. આ કોશ એવા સંકલ્પનું પરિણામ છે. આ અર્વાચીન - ખંડ ૨, ૧૮૫૦થી ૧૯૫૦ વચ્ચે જન્મેલા કર્તાઓ અને એમની કૃતિઓને સમાવે છે. કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નવલકથા, નાટક, નિબંધ, ચરિત્રકથા, પ્રવાસકથા, વિવેચન વગેરે લલિત-સ હિપના પ્રકારોમાં થયેલું કોઈ પણ કાર્ય સ્તરના અને રુચિનિષ્પક્ષ રહીને એકસાથે સંગ્રહી લેવાનો અહીં સર્વગ્રાહી પ્રયત્ન છે. જર્જરિત અને છૂટીછવાઈ પડેલી અનેક પુસ્તકસૂચિઓ ને શેખચિનોનો વ્યાપક ઉપયોગ કરતી વેળાએ વન નહીં પરંતુ સમાવેશને અકરી નિયમ ગણ્યો છે; એ રીતે જોઈએ તો આ કોશ સંદર્ભગ્રંથ તો છે, પણ સાથે સાથે સમસ્ત અર્વાચીન ગુજરાતી લેખકોની શકય એટલી સર્વાશ્લેષી સૂચિ આપતો માહિતીગ્રંથ પણ છે. અર્વાચીનકાળમાં ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારોમાં પ્રદાન કરનારા લગભગ બધા જ કર્તાઓનું પ્રતિનિધિત્વ એ રીતે અહીં ઉપસે છે. કર્તાઓ અને કૃતિઓ મળીને એકંદર ૯,૦૦૦ જેટલાં અધિકરણો અહીં અકારાદિક્રમમાં સંપાદિત થયાં છે. અલબત્ત, આ કોશ હોવાથી અવિરલેખન માટે પૂર્વપ્રકાશિત ગ્રંથોની વિપુલ સામગ્રી પહેલાં સંગૃહીત થાય, એ સામગ્રીમાંથી નિદામણ અને કાટછાટ દ્વારા વિવેકપૂર્વક સંચયન વાય, સંચયન પામેલી સામગ્રી સામપુર્વક સ્થાપિત થાય, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં એનો સંપ થાય અને સંક્ષેપ પામેલી સામગ્રી અંતે નિશ્ચિત કરેલી વ્યવસ્થામાં સંકલિત થઈ સંપાદનમાં દાખલ થાય - એવો ઉપક્રમ સહજ છે. સામગ્રીના સંદર્ભમાં ઉપયોગિતા, ચોકસાઈ, રસપ્રદતા જેવી બાબતાને પણ અવગણી ન શકાય. સાથે સાથે કોશના અધિકરણની નેમ મૌલિકતા દલીલબાજી, કે વિશેષ તરફદારીની નહિ, પણ વિશેષણવાચકો અને શ્રેષ્ઠતાવાચકો વિના હકીકતાના સમતુલ વિવરણની તેમ જ પ્રાથમિક પરિચયાત્મક ભૂમિકાની જ હોઈ શકે. આ કોશ આવાં અનેક પરિપ્રેક્ષ્યો લઈને ચાલ્યો છે. કોશનાં અધિકરણે બે તબક્કે તૈયાર થયાં છે. પહેલે તબક્કે બહારના નિષ્ણાતો દ્વારા તેમ જ સંસ્થાના પોતાના નિયુકત અધિકૃતવર્ગ દ્વારા. બીજે તબક્કે માત્ર સંસ્થાના પોતાના નિયુક્ત અધિકૃત વર્ગ દ્વારા જ. અધિકરણલેખનના વિપુલ રાશિ બીજે તબક્કે પૂરો થયો છે. કર્તા પરનાં અધિકરણે ત્રણ વર્ગમાં વહેંચી શકા: મહત્ત્વના કર્તાઓ પર થયેલું વિસ્તૃત અધિક; કર્તાની જીવનસામગ્રીના અભાવમાં એની કૃતિઓ પર વિવરણ કરનું મધ્યમ અધિકરણ અને માત્ર કર્તાનામ અને એની કૃમિઓ દર્શાવતું અત્યંત સદા અધિકરણ, અધિકરણો અંગેનાં કેસાંક વિશિક ગુણીનો નીચે પ્રમાણે છે. ૧. ૧૯૫૦ પહેલાં જન્મે, કર્તાઓ અંગે જ અહીં અધિકરણો છે. કયારેક માહિતીના અભાવમાં આ રેખા ઉલ્લંઘાઈ હોય તે તે અપવાદરૂપ હશે. ૨. કર્તાની અટક પર અધિકરણ મુકાયું છે; જયાં અટક પ્રાપ્ય નથી બની ત્યાં કર્તાના નામ પર અધિકરણ મુકાયું છે. કર્તા તખલ્લુસથી પ્રસિદ્ધ હોય તોપણ કર્તાના મૂળ નામ પર જ અધિરણ મુકાનું છે. જેમ કે, શુદ્ધ ત્રિભોવનદાસ પુોત્તમદાસ, સુન્દરમ ' અને કોશમાં . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy