SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણવાર યોજનામાં ‘સુન્દરમ્ ને પ્રવેશ આપી ત્યાં પ્રતિનિર્દેશ મુકાયા છે. જેમ કે, સુન્દરમ : જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ. ૩. અગત્યનાં તખલ્લા માટે જ પ્રતિનિર્દેશ દર્શાવ્યો છે. જયાં મૂળ નામ પ્રાપ્ય નથી બન્યું ત્યાં અધિકરણ તખલ્લાસ પર જ રાખ્યું છે. વળી, તખલ્લુસ ‘હર્ષદ પટેલ” હેય તે હર્ષદ પટેલ' તરીકે પ્રવેશ આપ્યો છે, પટેલ હર્ષદ' તરીકે નહિં. ૪. દિવંગત કર્તાઓમાં જેમની જન્મતારીખ કે મૃત્યુતારીખ મળી શકી નથી ત્યાં (C) ડેશન ઉપયોગ કર્યો છે. ૫. કેશ માટે વિદ્યમાન કર્તાઓ પાસેથી માહિતીપત્રક દ્વારા વિગતો મેળવીને એમનાં અધિકરણ તૈયાર થયાં છે. આ સંદર્ભમાં પાકિસ્તાન, અમેરિકા અને ઇંગ્લેન્ડ વસતા કર્તાઓને પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. ૬. અધિકરણમાં પહેલાં કર્તાપરિચય અને પછી એની કૃતિઓનાં જૂથવાર નિર્દેશવિવરણ આપ્યાં છે. મહત્ત્વના લેખકોની ૧૯૮૯ સુધીની રચનાઓને લક્ષમાં લીધી છે. ૭. માત્ર અનુવાદો કે માત્ર સંપાદનગ્રંથ જેના નામ પર હોય એવા કર્તા પર અધિકરણ કર્યું નથી. છતાં અપવાદ-રસ્થાને રાખ્યાં છે. ૮. લલિતસાહિત્યનાં પુસ્તકો સાથે કર્તાઓએ મહત્ત્વનાં લલિતેતર પુસ્તકો લખ્યાં હોય તે એને વિવેકપૂર્વક મર્યાદિત રીતે સમાવેશ કર્યો છે. ૯. પ્રત્યેક અધિકરણને અંતે સંદર્ભ સામગ્રી કે સંદર્ભગ્રંથોનો નિર્દેશ કર્યો નથી. એમ કરવા જતાં અકારણ પૂનકિતઓ અને અક્ષરસંખ્યા વધી જવાને સંભવ ઊભું થાત. આ કોશમાં કર્તા-અધિકરણ ઉપરાંત કૃતિ-અધિકરણો છે. કૃતિ-અધિકરણોમાં મહત્ત્વનાં પુસ્તકો પરનાં અધિકારણે તે હોય છે, પરંતુ મહત્ત્વનાં પુસ્તકોમાં પડેલી નેંધપાત્ર ગુજરાતી સર્જક કૃતિઓ પર પણ વૈયકિતક અધિકરણ સમાવ્યાં છે. જેમ કે, ‘ગંગોત્રી' જેવા મહત્વના કાવ્યસંગ્રહ પર તો અધિકરણ હોય જ, પણ એમાંની ‘બળતાં પાણી’ જેવી નોંધપાત્ર કાવ્યકૃતિ પર પણ અધિકરણ હેય. એ રીતે નોંધપાત્ર કાવ્યરચનાઓ, એકાંકીઓ, ટૂંકીવાર્તાઓ, નિબંધો પરનાં અધિકરણો અહીં સામેલ કર્યા છે. ગુજરાતી કથાસાહિત્યનાં મહત્ત્વનાં પાત્રો પર પણ અધિકરણ મુકાયાં છે. જેમ કે, “માનવીની ભવાઈને કાળુ કે “ઝેર તો પીધાં છે જાણી જાણી'ના ગોપાળબાપા. પુસ્તકો પરનાં અધિકરણોમાં સાલ, લેખક અને સારને મુખ્ય અંગ ગણ્યાં છે, ત્યારે વૈયકિતક કૃતિઓ પરનાં અધિકરણમાં કૃતિના લેખકનો નિર્દેશ અને કૃતિ અંગેનું સાવિવેચન કરેલું છે. આમ, આ કોશના સમાયોજનમાં કર્તા અને પુસ્તક અંગેના બે ઘટક ઉપરાંત કાવ્ય, એકાંકી, ટૂંકીવાર્તા, નિબંધ અને ચરિત્રના બીજા પાંચ ઘટકોને પ્રવેશ અપાયો છે. આ પ્રકારની કોશની વિસ્તીર્ણ પરિયોજના પૂરી કરવામાં રહેલી કેટલીક મર્યાદાઓ તરફ ધ્યાન ખેંચવું જરૂરી છે. માનવશકિત, અર્થબોજ અને સમયમર્યાદાને લક્ષમાં રાખી એક-એક પુસ્તકની ચકાસણી શકય નથી બની. ઉપરાંત સર્વાશ્લેષી ગુજરાતી કર્તાસૂચિ અને ગ્રંથસૂચિના અભાવમાં જુદી જુદી અપૂર્ણ અને કારેક અશાસ્ત્રીય સૂચિઓને તેમ જ કર્તાઓએ ભરેલાં માહિતીપત્રકોને ઉપયોગ કરવો પડ્યો છે. ૧ જાન્યુઆરી ૧૮૬૫થી ૩૦ જૂન ૧૮૬૭ પર્યંતની કોપીરાઇટ યાદી પહેલાંની પીલ જે. બી.ની ગ્રંથસૂચિ પણ અનેક જાહેરાત કરવા છતાં અને પ્રયત્ન પછી પણ હાથ ચડી નથી. ક્યારેક મૂલત ન મળતાં બીજા-ત્રીજા આધારથી ચલાવવું પડ્યું છે. પ્રજાની ઉદાસીન ઇતિહાસવૃત્તિને કારણે પ્રમાણભૂત સામગ્રીને બહુધા અભાવ વર્તાય છે. કયારેક તો સામગ્રી જ જળવાયેલી નથી. એકના એક લેખકની એકાધિક જન્મસાલ કે મૃત્યુના નોંધાયેલી હોય, એક પુસ્તકની અનેક સાલ મળી આવે, એક પુસ્તક અન્ય શીર્ષકથી યા ખોટા શીર્ષકથી નોંધાયું હોય અને ખોટા સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy