SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતી રૂતમજી કાવસજી – સૂર્યશિશુ સુરતી રૂસ્તમજી કાવસજી, “જાંબુલી’(૧૮૪૩, ૧૮૯૪): ‘રૂરતમ જાંબુલી કાવ્યસંગ્રહના કર્તા. ચ.ટી. સુરતી વ્રજલાલ ભૂખણદાસ : કથાકૃતિ ‘ગુણસુંદરી સતી' (૧૮૮૭) -ના કર્તા. સૂફી શંકર : પદ્યકૃતિ “દદારદીપ' (૧૯૨૭)ના કર્તા. મુ.મા. સૂફી શેખ આદમજી : ર૯૬ મજનોને સમાવતા ‘ભજનસંગ્રહ (૧૯૪૧)ના કર્તા. મૃ.મા. સૂબેદાર ધનમાય રૂસ્તમજી : અંગ્રેજી પરથી અનૂદિત તથા માલિક વાર્તાઓને સંગ્રહ ‘બગીચાનાં બુલબુલ' (૧૯૩૫)નાં કર્તા. નિ.વા. સુરેન્દ્ર પંડયા : જુઓ, કાજી હરમુખલાલ મણિલાલ. સુરેન્દ્ર ભટ્ટાચાર્ય: જુઓ, ભટ્ટ તનસુખ પ્રાણશંકર. સુરેશ જોશીથી સુરેશ જોશી (૧૯૭૮): સુમન શાહને શોધનિબંધ. આ દીર્ધા અભ્યાસમાં સુરેશ જોશીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી', 'વિવેચન : રૂપનિર્મિતિની પરિશધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ' નામનાં ત્રણ પ્રકરણેમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જાશીના સર્જન-વિવેચનમાંના રૂપનિમિતિની ખેત પરત્વેના દાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમને વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે. ૨.ર.દ. સુરૈયા એમ. ઓ.: પદ્યકૃતિઓ ‘અમતી અથવા તુલસીનું પાન અને ‘અનિલકુમાર’ તથા અનૂદિત પદ્યકૃતિઓ જતિ' (૧૯૩૯), ‘સૂનું ગામડું' (૧૯૪૦), ત્રિવેણી' (૧૯૪૧) અને ‘મહેરામણ’ (૧૯૪૨)ના કર્તા. મૃ.મા. સુલભ ધંધુકિયા : જુઓ, ધંધુકિયા પુરુષોત્તમ બનારસીદાસ. સુવર્યા રાય : જુઓ, ઠાકર સુવર્ણ મધુસૂદન. સુશીલ: જુઓ, પરીખ ભીમજી હરજીવન. સુશીલ વ્યાયામનિધિ : ચરિત્ર “વિજયાનંદસૂરિ (૧૯૩૫)ના કર્તા. મૃ.મા. સુહાગી : જુઓ, બેન્ડવાલા પ્રબોધ. સુહાસી : જુઓ, ગાંધી ચંપકલાલ હીરાભાઈ. સુંદર : શિવસ્તુતિ “શ્રી સુંદર' (૧૯૨૪)ના કર્તા. મુ.મા. સુંદરદાસજી : માત્રામેળ છંદોમાં રચાયેલી, ચેત્રી અંગોમાં વિભાજિત પદ્યકૃતિ સુંદરવિલાસ' (૧૯૫૭)ના કર્તા. મુ.મા. સુંદરરામ ત્રિપાઠી : જુઓ, ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ. સુંદરશ્યામ: જુઓ, કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ. સૂચક ટી. પી.: વાર્તાસંગ્રહો છેલ્લી રાત (૧૯૫૯) અને હજીયે રાત બાકી છે?(૧૯૬૧) ઉપરાંત સંપાદન “આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ' (અન્ય સાથે, ૧૯૬૨)ના કર્તા. મુ.મ. સૂબેદાર મહમૂદમિયાં મેહમ્મદ ઈમામ, આસિમ રાંદેરી' (૧૫-૮-૧૯૦૪): કવિ, ગઝલકાર, સંપાદક. જન્મ સુરતના રાંદેરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. એ પછી અરબસ્તાનમાં પિતાનું અચાનક અવસાન થતાં અધૂરા અભ્યાસે વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેલી મેઈલના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખ વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમેન. દરમિયાન ૧૯૫૦ માં “લીલા' માસિકની સ્થાપના. ૧૯૬૫માં નિવૃત્ત. ૧૯૬૫થી ૧૯૭૧ દરમિયાન કોલંબે, આફ્રિકા, અરબ સ્તન, માડાગાસ્કર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી-ઉર્દૂ શાયરીઓની રજૂઆત. ૧૯૭૩માં લંડન, કેનેડા અને અમેરિકાને પ્રવાસ. હાલમાં સપરિવાર અમેરિકા-નિવાસ. “લીલા (૧૯૬૩) એમને મુખ્યત્વે પ્રણયકાવ્યોને સંગ્રહ છે. એમાં લીલાના એક જપાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે. બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. “શણગાર’ (૧૯૭૮)માં ૧૯૨૭થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુકતકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમે-ગીતા સંગૃહીત છે. અહીં એમનાં ગીત પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યકિતની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે. એમના ગ્રંથ “નાયતવાડાની વડી જુમ્મા મજિદને પ્રાચીન ઇતિહાસ(૧૯૭૪)માં આઠ વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે. ૧૯૭૪)માં અરીખ અંગેનું એ ભૂસુ. જમા પાસDઈ એમૃતવાણી - ૧(૧૯૨૧)ના કત મૃ.માં. સૂર્યપ્રકાશ: “દૃષ્ટિની આપખુદી અથવા એક કુટુંબની કરૂણાજનક કથા’ના કર્તા. મૃ.મા. સૂર્યમલજી : સંસ્કૃત ચરિત્રકૃતિ પર આધારિત ‘સમકિત કૌમુદી રાસ' (૧૯૧૩)ના કર્તા. મૃ.મા. સૂર્યશિશુ: જુઓ, સાધ્વીશ્રી મયણાશ્રી. ૬૨૬: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy