SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ મંગળદાસ લલ્લુભાઈ – શાહ મેહનલાલ કેસરીચંદ અભ્યાસ. પછીથી ‘સાહિત્યભૂષણ’, ‘સાહિત્યાચાય’, ‘સાહિત્યમહોપાધ્યાય” ઉપાધિઓ મેળવેલી. આકાશવાણી, વડોદરા સાથે સંલગ્ન. ‘નભાવાણી'ના તંત્રી. વડોદરા સાહિત્યસભાના એકવારના મંત્રી. | શાહ મંગળદાસ લલ્લુભાઈ: કથાકૃતિ “ચારના ભાઈ ઘંટીચોર’ (૧૯૨૩)ના કર્તા. મૃ.માં. શાહ મંગળભાઈ વાલજીભાઈ: ‘મંગળ ભજનાવળી' (૧૮૯૯)ના કર્તા. મૃ.મા. શાહ માણેકલાલ અંબારામ: ‘ઓખામંડળના શૂરવીર વાઘેરો', ‘કૃષ્ણલાલનાં કાવત્રાં’, ‘જયા’, ‘દેવી ચૌધરાણી’, ‘પ્રભાલમી', સંસાર” વગેરે નવલકથાઓના કર્તા. મુ.મ. શાહ માણેકલાલ જેઠાલાલ (૧૮૭૦, ~): જન્મ અમદાવાદમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. ‘દસા નાગર હિતેચ્છું' માસિકના સહાયક તંત્રી. એમની પાસેથી ‘બારાદાયક તેરમાં દુ:ખદર્શક નાટક’ (અન્ય રાથ, ૧૮૯૩) તેમ જ ‘સુખડી આખ્યાન' (૧૯૮૨) મળ્યાં છે. મૃ.મા. શાહ માણેકલાલ નાગરદાસ : વ્યાકરણ શિક્ષણ શૈલી'- ભા. ૧ (૧૮૯૧)ના કર્તા. મૃ.માં. શાહ માવજી દામજી (૧૮-૧૦-૧૮૯૨,-): જન્મ ભાવનગરમાં. પ્રાથમિક અભ્યાસ ભાવનગરમાં પૂરો કરી બનારસની શ્રીમદ્ યશોવિજય જેને સંસ્કૃત પાઠશાળામાં છ વર્ષ અભ્યાસ. પછી મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક. એમની પાસેથી “જ્ઞાનપંચમી' (૧૯૨૪), કુમારિકાને પત્રો' (૧૯૨૫), ‘સુખનાં સોપાન' (૧૯૪૮), ‘સુખના સિદ્ધાંત (૧૯૪૮) તથા રાંપાદન ‘જેને કાવ્ય પ્રવેશ' (૧૯૨૫) મળ્યાં છે. મૃ.મા. શાહ મુકુંદલાલ પ્રાણજીવનદાસ, કુસુમેશ’, ‘સાહિત્યપ્રિય', ‘સમધિ' (૨૭-૪-૧૯૨૩) : હાસ્યલેખક. જન્મ વડોદરા જિલ્લાના શિનોરમાં. દશ ધોરણ સુધી અભ્યાસ. પ્રારંભમાં સંદેશ'માં, પછી ‘નવચેતન” માસિકના સહતંત્રી. અત્યારે એના તંત્રી. “હાસ્યતરંગ(૧૯૭૯)માં એમના હાસ્યલેખે છે, જ્યારે ‘જીવનપંથ' (૧૯૭૯)માં વાર્તાઓ છે. આ ઉપરાંત નવ જેટલાં જીવનપ્રેરક પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ૨.દ. શાહ મૂળચંદ આશારામ : ચરિત્રકૃતિ ‘આશારામ દલીચંદ શાહ અને તેમને સમય' (૧૯૩૪)ના કર્તા. ‘રણરસિયાના રાસ' (૧૯૩૧), ‘રાસનિકુંજ' (૧૯૩૪), 'ફૂલવેણી’ (૧૯૩૬), ‘રાસપઘ' (૧૯૩૭), 'રાસકૌમુદી' (૧૯૩૮) વગેરે એમના રાસસંગ્રહો છે. ‘મૃતિનિકુંજ' (૧૯૩૯) એમને ઊર્મિકાવ્યોને સંગ્રહ છે. એમણે ધંધાદારી રંગભૂમિનાં કેટલાંક નાટકો માટે ગીતે રચેલાં છે. “નિરંજના' (૧૯૩૮), 'વસુંધરા', ‘ત્રિનેત્ર', ‘રસકવિ જગન્નાથ” વગેરે એમની નવલકથાઓ છે. ‘ઉદયપ્રભાત' (૧૯૬૦) અને તાજમહાલ' (૧૯૬૦) એમનારેડિયોનાટિકાઓના સંગ્રહ છે. ‘ઝાંસીની જોગમાયા' (૧૯૩૩) એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. 'પંખીને મેળે', ‘સતીની દહેરી’ અને ‘પ્રેમપંથ પાવકજવાલા' (મરણોત્તર, ૧૯૭૬) એમના વાર્તા સંગ્રહ છે. ‘વીર કુમારપાળ', શહેનશાહ શાહજહાન’, ‘સંતદર્શન’ (૧૯૬૭)વગેરે એમના ચરિત્રગ્રંથો છે. રંગભૂમિના રાસ' એમનું સંપાદન છે; તો 'મૃગનયની’ - ભા. ૧-૨ એમને અનુવાદ છે. ચં.ટી. શાહ મૂળજીભાઈ ભેગીલાલ ‘કિશોરકાન્ત - નવીન નાટય” (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા. મૃ.માં. શાહ મૂળજીભાઈ હરિવલ્લભદાસ : મુકુંદચંદ્ર નાટકનાં ગાયન' (૧૮૯૮)ના કર્તા. મૃ.મા. શાહ મોતીરામ મંછારામ : “ચંડિકાન ગરબો' (૧૯૮૧)ના કર્તા. ૨.ર.દ. શાહ મોતીલાલ બાપુજી : “વીરકથાઓ' (૧૯૩૨)ના કર્તા. મૃ.માં. શાહ મોતીલાલ મનઃસુખરામ (એપ્રિલ ૧૮૫૭, ઑગસ્ટ ૧૯૧૩): કોશકાર, સંપાદક. એમના ‘ગૂજરાતી શબ્દાર્થકોશ' (૧૮૮૬)માં ગુજરાતી ‘નર્મકોશ'માં નહિ આવેલા ૧,૪૦૦ શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે. ‘સદુપદેશમાલા' (૧૮૯૦) અને 'સુબોધકથામાલા” (૧૯૧૨)માં જુદા જુદા વિષયો પરની ઉપદેશમૂલક કથાઓ છે. ‘રામ રાસ' (૧૯૧૧) મુનિશ્રી કેશરાજજી રચિત “જૈન રામાયણ'નું ટીકા સહિત એમણે કરેલું સંપાદન છે. ચં.ટો. શાહ મોતીલાલ સોમાલાલ : ચરિત્રાત્મક કૃતિ “પીરાણા પંથ (૧૯૧૫)ના કર્તા. મૃ.મા. શાહ મેહનલાલ: પદ્યકૃતિ “શ્રી સયાજી ચરિતામૃત મધુરિમા (૧૯૩૫)ના કર્તા. મૃ.મા. શાહ મેહનલાલ કેસરીચંદ : નવલકથા 'પ્રતીક' (૧૯૩૬)ના કર્તા. મુ.મા. મૃ.મા. શાહ મૂળજી કેશવલાલ : રસિક સ્તુતિસંગ્રહ'- ભા. ૧ (૧૯૦૦)ના કર્તા. મૃ.મા. શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ (૧૨-૯-૧૯૧૦, ૨૭-૧૦-૧૯૭૫) : કવિ, વાર્તાલેખક, નાટયલેખક, ચરિત્રલેખક. મૅટ્રિક સુધીને ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy