SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ મગનલાલ નાગરદાસ - શાહ મંગળદાસ મનસુખરામ શાહ મગનલાલ નાગરદાસ: “મેત્રાણાતીર્થનાં ઢાળિયાં અને સ્તવન' (૧૯૦૨)ના કર્તા. ૨.ર.દ. શાહ મગનલાલ મોતીરામ : “બાળગરબાવળીની નોટ’ (૧૯૧૦)ના કર્તા. મૃ.મા. શાહ મગનલાલ લક્ષમીચંદ : ‘અહિ-મહિ રાવણ આખ્યાનનાં ગાયન’ (૧૮૯૦)ના કર્તા. મૃ.માં. શાહ મગનલાલ હઠીસંગ: પદ્યચરિત્ર “રત્નસાર ચરિત્ર સલકા સંગ્રહ' (૧૮૯૯) તેમ જ અનુવાદ “શ્રી મુનિપતિ ચરિત્ર સંગ્રહ (૧૮૯૯)ના કર્તા. મૃ.માં. શાહ મગનલાલ હરિલાલ:જગારસિંહ અને જયકુમારી દુ:ખદર્શક ત્રિઅંકી નાટક' (૧૮૯૪)ના કર્તા. મૃ.માં. શાહ મગનલાલ હીરાચંદ : ‘કાન્હડ કઠિયારા ચરિત્ર' (૧૯૧૬)ના ' કર્યા. મૃ.માં. શાહ મણિલાલ ચુનીલાલ: સુશીલા નાટકનાં ગાયનો' (૧૯૦૩)ના કર્તા. મૃ.માં. શાહ/લેખડિયા મણિલાલ છોટાલાલ, મુસાફર’ : પદ્યકૃતિ ‘વિલસુના કર્તા. મૃ.મા. શાહ મણિલાલ ન્યાલચંદ : નવલકથાઓ ચતુર સ્ત્રીને ચીડિયો ભરથાર' (૧૯૧૩), “સાચી ટેકની ગેબી ફત્તેહ અથવા કાન્હડ કઠિયારો (૧૯૧૫), બપ્પભટ્ટસૂરિ'- ભા. ૧, ૨ (૧૯૨૬,૧૯૨૭), ચંપક-શેકી' (૧૯૨૮), ‘વ્રજસ્વામી અને જાવડાશાહ(૧૯૩૩), શ્રીમહાવીર અને શ્રેણીક' (૧૯૩૩), ભીષ્મપ્રતિજ્ઞા'(૧૯૪૪), ‘નરનારાયણ યાને કંસવધ' (૧૯૪૮), ‘પેથડકુમાર-માંડવગઢને મંત્રી’ વગેરેના કર્તા. મૃ.માં. શાહ મનસુખદાસ મૂળચંદદાસ : ‘નવીન સુંદર ગરબાવળી’ન કર્તા. મુ.મા. શાહ મનસુખભાઈ ભગુભાઈ: નવલકથા 'કાન્તારસુંદરી'-ભા. ૧ (૧૯૦૬)ના કર્તા. મુ.મા. શાહ મનુભાઈ બબલદાસ (૧-૫-૧૯૩૮): કવિ. જન્મ ખેરાલુ તાલુકાના કરબટિયામાં. એમ.એ., બી.કોમ. બી. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ઝંખના'(૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ છે. ઉપરાંત ભારતને ઇતિહાસ (૧૯૭૬) પુસ્તક પણ એમણે આપ્યું છે. ચંટો. શાહ મનુભાઈ સુખલાલ : બાળવાર્તાઓ “બચુબેનની ઢીંગલી' (૧૯૫૧), 'ઊડનું બુલબુલ' (૧૯૫૧), “ચકલીનાં ઈંડાં' (૧૯૫૧), ‘ફૂલપાંખડી' (૧૯૫૧) વગેરેના કર્તા. મૃ.માં. શાહ મનોજકુમાર કનૈયાલાલ (૧૮-૧૦-૧૯૩૮): નવલકથાકાર. જન્મ નડિયાદ (જિ. ખેડા)માં. અભ્યાસ પ્રથમ વર્ષ વિજ્ઞાન સુધી. નડિયાદમાં છીંકણી-તમાકુના વેપારી. એમની પાસેથી નવલકથાઓ ‘દિલના દીપક' - ભા.૧(૧૯૬૭), ‘પાલવ પાછળ (૧૯૬૯), “બદનામી' (૧૯૭૧), કંકણને અવાજ (૧૯૭૨), 'સ્નેહના અભિનય'- ભા. ૧-૨ (૧૯૭૩) અને ‘પાલવ બાંધી પ્રિત' (૧૯૭૩) મળી છે. મૃ.માં. શાહ મહાસુખ ચુનીલાલ: ‘પોકેટ ડિકશનરી - ગુજરાતી ઍન્ડ ઈગ્લીશ” (અન્ય સાથે ૧૮૯૨)ના કર્તા. મુ.મા. શાહ મહીપતરાય જાદવજી : નવલકથા ‘મુકિતના મંદિરમાં (૧૯૪૨)ના કર્તા. મૃ.માં. શાહ મહેન્દ્રકુમાર : ચરિત્રકૃતિ રવીન્દ્રનાથ ઠાકુર (૧૯૬૬)ના કર્તા. મૃ.મા. શાહ મહેન્દ્રકુમાર બાબુલાલ (૨-૧૦-૧૯૩૬): જન્મ મુંબઈમાં. ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. એમની પાસેથી શોધપ્રબંધ ‘પ્રદ્ય મ્નકુમાર પાઈ' (૧૯૭૮) મળ્યો છે. મૃ.માં. શાહ મહેશ નાનાલાલ, શીતલ શાહ (૨-૪-૧૯૪૭) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૬૫માં એસ.એસ.સી. ૧૯૭૮માં બી.એ. ૧૯૮૦માં એમ.એ. “સમર્પણ” માસિકના સહાયક સંપાદક, જનશકિત દનિકમાં સમાચાર-ચાંપાદક તથા બાલભારતી જનિયર કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી કર્યા બાદ હાલમાં આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં ઉદ્ઘોષક. ‘શરૂઆત’ (૧૯૮૨) એમનો કાવ્યસંગ્રહ છે. ચંટો. શાહ મંગળદાસ જોઈતારામ: કથાકૃતિઓ “ચતુરસુંદર સ્ત્રીવિલાસ' (૧૯૨૩), ‘અસલ મોટી ગજરા મારુની વાર્તા' (૧૯૨૫), ઢોલામારુની વાર્તા' (૧૯૨૮), હલામણ જેઠવો અને સનરાણી' (૧૯૨૮), શૂરવીર છેલ જરાર અને સતી મુમનાની વાર્તા (૧૯૨૮), દેવતાઈ પલંગ' (૧૯૩૧) તેમ જ ચરિત્રકૃતિ ‘મહાત્મા કબીરદાસ' (૧૯૨૮)ના કર્તા. મૃ.મા. શાહ મંગળદાસ દામોદરદાસ : 'બ્રહ્માણી માતાજીનાં ગાયને (૧૯૧૪)ના કર્તા. મૃ.માં. શાહ મંગળદાસ મનસુખરામ: પદ્યકૃતિ (૧૯૩૭)ના કર્તા. જૈન કુસુમાવળી’ મુ.માં. ૫૮૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy