SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રી કેશવલાલ રેવાશંકર – શાસ્ત્રી ભોળાદ ગણપતરામ નાટકો'(૧૯૪૮), 'મૃદ્રારાક્ષસ' (૧૯૪૯), ભારતનાટકચક્ર' -ભા. ૧ (૧૯૫૬), જૂની પશ્ચિમી રાજસ્થાની' (૧૯૬૪), “અમરકોશ' (૧૯૭૫), 'જયસંહિતા' (૧૯૭૯) વગેરે ઉલ્લેખનીય છે. શાસ્ત્રી કેશવલાલ રેવાશંકર : પદ્યકૃતિ “કેશવ સંબોધ' (૧૯૩૩)ના કર્તા. ભા. ૧, ૨ (૧૯૩૭, ૧૯૩૯), “આયુર્વેદનો ઇતિહાસ' (૧૯૪૨), ઐતિહાસિક સંશોધન' (૧૯૪૨), ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ' (૧૯૫૦), “આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો' (૧૯૫૩) વગેરે એમના ઇતિહાસ, પુરાણ અને સંસ્કૃતિ પરના ગ્રંથો છે. એમણે પ્રબંધચિંતામણિ' (૧૯૩૨)નું સંપાદન કર્યું છે અને પછીથી તેને અનુવાદ (૧૯૩૪) પણ આપ્યો છે. હે.શા. શાસ્ત્રી નટવરલાલ મણિશંકર : પદ્યકૃતિ “શ્રીકૃષ્ણાશ્રય' (૧૯૩૨) તથા કીર્તનસંગ્રહ'- ભા. ૧ (૧૯૩૮)ના કર્તા. શાસ્ત્રી નરહરિ વ્યંકટેશ: ‘છંદનિર્ણય' (૧૯૨૮)ના કર્તા. શાસ્ત્રી નરહરિપ્રસાદ : બાળપ્રવાસકથા ‘ઉત્કંઠેશ્વર મહાદેવના કર્તા. શાસ્ત્રી ગણપતરામ ગોવિંદરામ: ‘આનિ બિઝાંટનું ચરિત્ર' (૧૮૯૪) -ના કર્તા. ૨.ર.દ. શાસ્ત્રી ગોપાલ ચુનીલાલ (૧૮-૮-૧૯૪૪) : કવિ, વાર્તાકાર. જન્મ વડોદરામાં. ૧૯૬૬ માં બી.એ. ૧૯૬૮માં એમ.એ. ૧૯૭૫માં પારસીઓનું ગુજરાતી રંગભૂમિને પ્રદાન' વિષય પર પીએચ.ડી. ૧૯૭૦ થી શિક્ષક તરીકેની કામગીરી. કાવ્યસંગ્રહ 'ઝંખના' (૧૯૭૨) અને વાર્તાસંગ્રહ ‘ત્રણ ચહેરા (૧૯૭૩) એમનાં પુસ્તકો છે. ચં.ટો. શાસ્ત્રી જીવરામ કાલિદાસ, ‘ચરણતીર્થ મહારાજ' (૫-૨-૧૮૬૬, ૨-૯-૧૯૭૮): સંપાદક, સંશોધક. સેળ વર્ષની વયે “શાસ્ત્રીની પદવી. ૧૯૦૫ માં મુંબઈમાં વેંકટેશ્વર પ્રેસમાં. ૧૯૦૮માં મુંબઈમાં રસશાળા ઔષધાલયની સ્થાપના. ૧૯૧૦માં ગોંડલ જઈ ત્યાં રસશાળા ઔષધાલયની સ્થાપના. મહારાજા ભગવતસિંહે રાજવૈદ્ય’ સ્થાપ્યા. ૧૯૪૨ માં લાહોરમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા આયુર્વેદિક કેંગ્રેસના એકત્રીસમા સંમેલનના પ્રમુખ. “આયુર્વેદ રહસ્ય’ માસિકનું સંપાદન-પ્રકાશન. ‘ભુવનેશ્વરી કથા” આપવા ઉપરાંત એમણે ભારતનું અપ્રાપ્ય નાટક’ ‘યજ્ઞફલમ (૧૯૨૧) સંપાદિત કર્યું છે. તત્ત્વજ્ઞાન, જયોતિષ, કર્મકાંડ, વ્યાકરણ, ન્યાય, ધર્મ, કાવ્યાલંકાર, પુરાણ વગેરે પરના લગભગ બસે ગ્રંથ એમના નામે છે. ચં.ટો. શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ (૨૪-૧-૧૮૮૨, ૨૯-૯-૧૯૫૨) : નિબંધકાર, ચરિત્રલેખક, સંશોધક, અનુવાદક. જન્મ અમરેલીમાં. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. દસમાં ધોરણથી શાળા છોડી, રાજકોટની મહેરામણ કેમિકલ લેબોરેટરીમાં અઢી વર્ષ અભ્યાસ કરી પ્રેકિટકલ ફાર્મસિસ્ટની પરીક્ષા પસાર કરી. પછી સંસ્કૃતિને અભ્યાસ. ૧૯૦૪થી મુંબઈમાં પ્રાચીન સાહિત્ય, ધર્મ અને ઇતિહાસનો અભ્યાસ. ૧૯૧૦માં ઝંડુ ફાર્મસી સાથે સંલગ્ન. આયુર્વેદવિજ્ઞાન” માસિકના તંત્રી. ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર'(૧૯૨૦) અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું જીવનચરિત્ર' (૧૯૪૪) એમના ચરિત્રગ્રંથ છે. આ ઉપરાંત “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૧૭), “શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૨૧), 'પુરાણ વિવેચન' (૧૯૩૧), ‘ગુજ- રાતના મધ્યકાલીન હિંદુ રાજપૂતયુગના ઇતિહાસમાં પ્રબંધાત્મક સાધના' (૧૯૩૨), ‘ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ' શાસ્ત્રી નાગેશ્વર જેષ્ઠારામ: ‘સીતા-દમયંતીનાં આખ્યાન (૧૯૦૭) -ના કર્તા. શાસ્ત્રી નાથાશંકર પૂજાશંકર : એમણે હરગોવિંદદાસ દ્વારકાદાર કાંટાવાળાના સહલેખનમાં ‘તપત્યાખ્યાન’, ‘પાંચાલીપ્રસન્નાખ્યાન', ‘પદર્શિકા સત્યભામાખ્યાન' જેવાં નાટકો તથા “અષ્ટવક્રાખ્યાન', કામાવતીની કથા’, ‘કંતી પ્રસન્નાખ્યાન','દ્રૌપદીહરણ’, ‘પ્રશ્નોત્તરમાલિકા’, ‘માંધાતાખ્યાન', “મિત્રધર્યાખ્યાન' વગેરે પદ્યકૃતિઓ આપી છે. ઉપરાંત “ધીરા ભકતકૃત કવિતા’, ‘નિરાંતભકતકૃત કવિતા', ‘નરભેરામકૃત કવિતા', ‘બાપુસાહેબકૃત કવિતા' જેવાં સંપાદન પણ આપ્યાં છે. ૨.ર.દ. શાસ્ત્રી પ્રભાકર રામચંદ્ર : “અપભ્રષ્ટ શબદપ્રકાશ' (૧૮૮૦)ના કર્તા. ૨.ર.દ. શાસ્ત્રી પ્રાણજીવન હરજીવન : ચરિત્રકૃતિ “સદ્ગત વૈદ્ય પ્રભુરામ જીવનરામ' (૧૯૦૨)ના કર્તા. ૨.૨.દ. શાસ્ત્રી બાલ: ‘બાલવ્યાકરણ (૧૮૫૫)ના કર્તા. | ચં.. શાસ્ત્રી ભકિતપ્રિયદાસ: નિષ્કુળાનંદ સ્વામીના જીવન અને કવનનું નિરૂપણ કરતી ચરિત્રપુસ્તિકા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી' ' (૧૯૭૦)ના કર્તા. શાસ્ત્રી ભદ્રશંકર જયશંકર : પદ્યકૃતિ ‘બાળરામાયણ' (૧૯૧૫) તથા ‘યમુનાસ્તોત્રરત્નાકર'ના કર્તા. ૨૨.દ. શાસ્ત્રી મેળાદા ગણપતરામ: ‘શહેનશાહ સાતમાં એડવર્ડનું જીવનચરિત્ર'(૧૯૧૦)ના કર્તા. ૨.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ -૨ :૫૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy