SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રી અરૂણોદ ડી. શાસ્ત્રી કેશવરામ કાશીરામ ‘રાજદુલારી' (૧૯૪૧) જેવા અનુવાદ અને શામળની ‘સિહારાન બત્રીશી'ની વાર્તાઓનું ‘મેન:-પોપટ (૧૯૪૮) નામે સંપાદન આપ્યાં છે. શાસ્ત્રી અરુણચન્દ્ર ડી.: સ્નાતક કક્ષામાં ઉપયોગી નીવડતી સિદ્ધાંતવિચારણા કરતા ગ્રંથ ‘ભારતીય કાવ્યમીમાંસા' (૧૯૬૧)ના કર્તા. શાસ્ત્રી કાલિદાસ ગોવિંદજી : “ભાજપ્રબંધ' (૧૮૮૬) ઉપરાંત સંસ્કૃતમાંથી કરેલા અનુવાદો ‘કંધપુરાણોકત દ્વારકામાહા...” (૧૮૮૭) તથા વિદ્યાપતિ-રચિત ‘પૃષપરીક્ષા’ના કર્તા. શાસ્ત્રી કાશીરામ કરસનજી (૧૮૮૨, ૨૧-૭-૧૯૬૩) : કવિ. જન્મ પશવાળી (જિ. નાગઢ)માં. પોરબંદરની પાઠશાળામાં સંસ્કૃતના - ભ્યાસ. ૧૯૦૧માં માંગરોળની પાઠશાળામાં અધ્યાપક, ૧૯૫૮ માં નિવૃત્ત.'વલ્લભ સંપ્રદાય તથા હવેલી સંગીતના જ્ઞાતાકીર્તનકારે. અમદાવાદમાં અવસાન. એમણે પદ્યકૃતિ 'માધવરાયના વિવાહનાં પદા' (૧૯૩૭) આપી છે. તેના ઉપરાંત પ્રેમરસગીતા' તથા ‘વિદુરનીતિ’ને સમલૈકી. અને ‘રાસપંચાધ્યાયી'ને ગેય પદબદ્ધ અનુવાદ આપ્યા છે. શાસ્ત્રી કૃષણપ્રસાદ ગિરજાશંકર : ‘શ્રીકૃષચરિત્ર'ના કર્તા. અને પીએચ.ડી.ના માર્ગદર્શક. ૧૯૬૧ થી ગુજરાત સંશોધન મંડળની અમદાવાદ લાખાના માના નિયામક. ‘અનુગ્રહ તેમ જ 'પ્રજાબંધુ'ના તંત્રી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી અને હવે ઉપપ્રમુખ. ૧૯૫૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં ‘વિદ્યાવાચરપતિ’ની સંમાનનીય પદવી. ૧૯૭૬માં પદ્મશ્રીને ખિતાબ. ૧૯૭૭ માં “મહામહિમોપાધ્યાયની માનદ પદવી. ૧૯૮૬ માં પૂનામાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ. એમની લેખનપ્રવૃત્તિના નામ સંસ્કૃત ગ્રંથોનાં સંપાદન અને અનુવાદથી થયો; પરંતુ એમનું વિશેષ સન્ત વિકj જૂની ગુજરાતીના ગ્રંથોના સંપાદનમાં તથા ગુજરાતી હસ્તપ્રતાના આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના. સંકલનમાં. એમણે ગુજરાતી ભાષા-વ્યાકરણ અને કોશના સંદર્ભમાં પણ વિશેષ પ્રદાન કર્યું છે. લગભગ ૧૫૦થી વધુ ગ્રંથા એમના નામે છે. “અંશે ધનને મા'(૧૯૪૮), 'પ્રેમાનંદ : એક અધ્યયન' (૧૯૫૮), ભાલણ’: એક અધ્યયન' (૧૯૫૮), 'વસંતવિલાસ : એક અધ્યયન' (૧૯૫૮), ‘ચાર ફાગુઓ : એક અધ્યન (૧૯૬૨), ‘ભાણ : એક રૂપક પ્રકાર' (૧૯૬૩), ‘નરસિંહ મહેતા : એક અધ્યયન' (૧૯૭૧), ‘ત્રણ જયોતિર્ધર : અખ, શામળ ને દયારામ' (૧૯૭૩), ‘ભકિતકવિતાને ગુજરાતમાં ઉદ્ગમ અને એને વિકાસ' (૧૯૮૧) “ભીમ અને કેશવદાસ' (૧૯૮૧) વગેરે એમના વિવેચનવિષયક ગ્રંથો છે. અક્ષર અને શબ્દ' (૧૯૪૫), અનુશીલન' (૧૯૪૮), ‘ગુજરાતી વાવિકાસ' (૧૯૫૧), ‘ગુજરાતી રૂપરચના' (૧૯૫૮), ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર' (૧૯૬૩), 'ગુજરાતી ભાષાને વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ' (૧૯૬૫), ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા' (૧૯૬૯), 'ગુજરાતી માન્ય ભાષાનું વધુ વ્યાકરણ (૧૯૭૧), વાગ્વિભવ' (૧૯૭૩) વગેરે એમના ભાષા અને વ્યાકરણ અંગેના ગ્રંથો છે. એમણે કેટલાક કોશ આપ્યા છે; એમાં ‘ગુજરાતી ભાષાનો લધુકોશ' (૧૯૫૦), 'ગુજરાતી ભાષાના અનુપ્રાસ કોશ' (૧૯૫૧), 'ગુજરાતી ભાષાના પાયાને કોશ” (૧૯૫૬), ‘બૃહદ્ ગુજરાતી કોશ'-ખંડ ૧, ૨ (૧૯૭૧, ૧૯૮૧), ‘વનૌષધિ કોશ' (૧૯૮૧) વગેરેને સમાવેશ થાય છે. 'કવિચરિત'- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૧), “આપણા કવિઓ'અખંડ ૧ (૧૯૪૨), ‘શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી' (૧૯૫૪) ૧૮વાં ચરિત્રો આપ્યાં છે. ખાનદાન લેહી' (૧૯૮૧)માં એમણ સામાજિક નાટિકાઓ આપી છે. ગુજરાતી હસ્તપ્રતાની સંકલિત યાદી’ (૧૯૩૮) પણ એમણે તૈયાર કરી છે. ઇતિહાસ અને પુરાતત્તવ વિશેના પણ એમના પ્રકીર્ણ ગ્રંથ છે. એમનાં સંપાદનમાં ‘પ્રબોધપ્રકાશ' (૧૯૩૬), હંસાહલી’ (૧૯૪૫), ‘દલપતકાવ્ય-નવનીત'(૧૯૪૯), ‘મલાખ્યાન” (૧૯૫૭), “રસિકવલ્લભ' (૧૯૬૧), “નરસિંહ મહેતાનાં પદ’ (૧૯૬૪), ‘ગુજરાતના સારસ્વતો' (૧૯૭૭) વગેરે મુખ્ય છે. એમના મહત્ત્વના અનુવાદોમાં ‘ભારતીય ભાષાસમીક્ષા : ગુજરાતી ભાષા(૧૯૪૧), ‘સ્વર વ્યંજન પ્રક્રિયા' (૧૯૪૪), 'કાલિદારાનાં શાસ્ત્રી કૃષ્ણપ્રસાદ મણિશંકર : “ભારતમાની વાતો'- ભા. ૧, ‘વિલક્ષણ વેર અથવા પાપને પ્રતિકાર’ અને ‘શ્રીમતી વિજયા’ જેવી નવલકથાઓ; “લોકમાન્ય બાળગંગાધર ટિળકનું જીવનચરિત્ર' તથા નાટક “સ્વામી વિવેકાનંદ' ઉપરાંત અનુવાદ “વહેમી વનિતા’ (૧૯૧૯) તથા “કૃષગચરિત્ર' (૧૯૧૮)ના કર્તા. શાસ્ત્રી કેશવજી મોરારજી : નાટક ‘કૃપભકિતચંદ્રિકા'ના કર્તા. શાસ્ત્રી કેશવરામ કાશીરામ, ગર્ગ જોશી’, ‘ગાર્મ', ‘વિદર', ‘સાહિત્યવત્સલ' (૨૮-૭-૧૯૦૫) : ચરિત્રલેખક, કોશકાર, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ માંગરોળ (સૌરાષ્ટ્ર)માં. કુળપરંપરાની અવટંક ‘બાંભણિયા'. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળમાં. ૧૯૨૨માં મૅટ્રિક. દરમિયાન પિતાજી પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું અધ્યયન. ૧૯૨૫થી કૉરોનેશન હાઈસ્કૂલ, માંગરોળમાં ગુજરાતી-સંસ્કૃતના શિક્ષક. ૧૯૩૭ માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે નિમણૂક ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતીમાં અનુસ્નાતકઅધ્યાપન માટેની માન્યતા. ૧૯૪૬ થી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક-સંશોધકની કામગીરી સંભાળી. ૧૯૫૮ થી ૧૯૬૧ દરમિયાન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધનકાર્ય. ૧૯૫૫ થી . જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક ૫૬૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy