SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શર્મા માધવ શર્મા સીતારામ જયસિંહ શર્મા માધવ : “દેવકીનંદનાશાય ચરિત્ર' (૧૯૧૩) : કર્ના. શર્મા રાઘવજી : પદ્યકૃતિ ‘આનંદ મહોદધિ (૧૯૩૨)ના કર્તા. શર્મા રાજેન્દ્ર: સામાજિક નવલકથા 'નર'ના કર્તા. ‘વાચના' (૧૯૭૨) માં અવલોકનાત્મક અને આસ્વાદ પ્રધાને લે છે. એમાં કોઈ પૂર્વનિશ્ચિત વિવેચનસિદ્ધાંતની માનદંડી સાહિત્યસર્જનનું મૂલ્યાંકન કરવા કરતાં પ્રસ્તુત સાહિત્ય યા વિવેચન કૃતિને કેન્દ્રમાં રાખીને ચર્ચવાને આગ્રહ રખાયો છે. સિદ્ધત કરતાં સર્જનવિચારનું મૂલ્ય વિશેષ રીતે ઉપસાવવાને અહીં પ્રયત્ન છે. ગુજરાતી નવલકથા' (અન્ય સાથે, ૧૯૭૪)માં ગુજરાતી નવલકથાનો સ્વરૂપવિકાસ અપાયો છે. સાંપ્રત' (૧૯૭૮)માં અવલોકન કરતાં ખાસ તો કવિતા, નવલકથા તેમ જ વાર્તાસંગ્રહને લક્ષ્ય કરી : -વાદ ત વિવેચન કરવાની દૃષ્ટિ રખાયેલી છે. સંગિક પરિભાષા ઘણીવાર સુવિધા સુખ આપે છે, પણ સ્વકીય ચેતનાના નરવા પ્રતિભાવ આપવામાં બાધા પેદા કરે છે તેથી લેખકે એનાથી ઊગરવાનો ઉપક્રમ રાખે છે. કવિતાની કલા' (૧૯૮૩)માં આસ્વાદલેખ છે. એમાં કવિતાને ડૉબોરેટરીમાં નાખી લાવવાને બદલે જાતે જ કાવ્યાભિમુખ બનવાને લેખકના પ્રયાસ છે. ‘દલીલની પ્રતિનિધિ વાર્તાઓ(સાથે, ૧૯૭૧), ધૂમક-i ભાવસૃષ્ટિ' (અન્ય સાથે, ૧૯૭૩), નાટક વિશ દલાલ' (અન્ય સાથે, ૧૯૭૪), 'નવી વાર્તા (૧૯૭૫) વગેરે એમનાં સંપાદના છે. એમણે અંગ્રેજી હિન્દીમાંથી કેટલાક અનુવાદ પણ કર્યા છે. શર્મા વિજયશંકર જયશંકર . ‘કુબાધ ગરબી સંગ્રહ' (૧૯૧૬) ll કર્તા. શર્મા વ્રજલાલ પરમાનંદ : નવલકથા ‘ચિતાડના દાવત ર કિવા બાળક વીર બાદલ' (૧૯૨૫) અને ‘સૌરાષ્ટ્રને શિતા ૪ યાને પ્રતાપી રા'નેધાણ'ના કર્તા. શર્મા રાધેશ્યામ સીતારામ (૫ ૧-'૧૯૩૬) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક. જન્મ ગાંધીનગર જિલ્લાના વાવાલમાં. વતન રૂપાલ. ૧૯૫૭માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી અને મને વિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૮ થી ૧૯૬૫ સુધી ધાર્મિક કથાપ્રવચન. ૧૯૬૫ થી ૧૯૮૩ સુધી ધાર્મિક પાક્ષિક “ધર્મલોક'ના સંપાદક. કપથી આરૂઢ ગદ્યકવિતા, ચલચિત્રાજનોને વિશેષ બનાવતી નવલકથા, આંતરબાહ્ય તાણના માર્મિક બિંદુ પર ટકતી ટૂંકીવાર્તા, અરૂઢ વિવેચન વગેરે દ્વારા આ લેખકે આધુનિક સાહિત્યમાં પોતાની વૈયકિતકતા સ્થાપિત કરી છે. આંસુ અને ચાંદરણું'(૧૯૬૩) આધુનિકતાની ભેાંય પર ઊભેલી કલ્પનગંધી અને પ્રતીકગંધી ગદ્યરચનાઓને સંચય છે. દુરાન્વિત સામગ્રીનું અને સાહચર્યોનું ઝનૂન એમાં સ્પષ્ટ છે. નેગેટિવ્સ ઑવ ઇન્ટનિટી' (૧૯૭૪) એમને અંગ્રેજી કાવ્યોને સંગ્રહ છે. “સંચેતના' (૧૯૮૩)માં રચનાઓ અછાંદસ છે, પણ દાંશે આવી પડ્યા ત્યાં ઝનૂનપૂર્વક ભૂસી નાખવાનો આગ્રહ નથી. અર્થ, પ્રતીક, ભાવક૫ન કે સૌન્દર્યવાદના ખૂંટાથી રચનાઓને પર રાખવાના પ્રયત્ન સાથે કવિએ લાઘવનાં સંયમશિરતને લક્ષમાં રાખ્યાં છે. અહીં વાક્યહીન શબ્દોની રચનાથી માંડી હાયક જેવી લઘુરચનાઓના પ્રયોગો છે. ‘ફેરો' (૧૯૬૮) લઘુનવલમાં સ્તનવિચ્છેદના અભિઘાતમાંથી પાંગરેલી તરરા અને અતૃપ્તિની તરસૃષ્ટિ છે. એની તમામ સામગ્રી નાયકમનના અવતાર છે. નવલકથાની પ્રક્રિયામાં ટ્રેન, સ્ટેશન, સ્ટેશન અને ટ્રેનના મુસાફરો, સિગ્નલ, બારીનું ચોકઠું, પડછાયો, ડબ્બ, સંડાસ અત્યંત અંગતતમ સંકેતોની અગ્રાહ્ય છબી ઉપસાવે છે. “સ્વપ્નતીર્થ' (૧૯૭૯) જેવી પ્રયોગશીલ લઘુનવલમાં નાયક સંસ્કૃતિગત સાંપ્રદાયિક વાતાવરણમાં શ્વાસ લે છે. આદિ, મધ્ય અને અંતમાં રૂપક, સ્વપ્ન અને પ્રતીકને અખત્યાર કરતી કથાને નાયક કિશોર છે. ચલચિત્રના તરીકાઓ અને કિશોરની ડાયરીના ગદ્યખંડો દ્વારા વિશિષ્ટ બનતી પિતાપુત્રના સંબંધની સંદિગ્ધતા આ રચનાના હાર્દમાં છે. ‘બિચારા' (૧૯૬૯), 'પવનપાવડી' (૧૯૭૭) અને “વાર્તાવરણ (૧૯૮૭)ની આ લેખકની ટૂંકીવાર્તાઓ લઘુફલકને પસંદ કરી તિર્યક્ર ગતિથી અસંબદ્ધને ઉપસાવવાનો અને એ રીતે વાર્તાસ્વરૂપનાં પરિમાણને ઉઘાડવાને પુરુષાર્થ કરે છે. કૃતિ વાચાળ ન બને અને વ્યંજનાપૂર્ણ બને એવી આ લેખકની નેમ ભાષાના ગજાને અને એની ગુંજાશને કસોટીએ ચઢાવે છે. શર્મા શ્રીકાંત : અસ્પૃશ્યતાનિ વારા - મહત્વ નિરૂપતાં ! એકાંકીઓ ‘વીર માહ્ય”, “સંત રોહીદાસ’ અને ‘સ્વામી તેજાનંદના સંગ્રહ ‘ત્રિવેણી સંગમ' (૧૯૭૭)ના કર્તા. | શર્મા સીતારામ જયસિહ (૧૬-૮-૧૮૯૧, ૧૯૬૫): કવિ, વાર્તાકાર. જન્મ પ્રાંતીજમાં. ગુજરાતી સાત અને અંગ્રેજી પાંચ ધારા સુધીનો અભ્યાસ. પહેલાં લોકલ બોર્ડની શાળામાં શિક્ષક, પછી લેખનપ્રવૃત્તિ આરંભાતાં ‘નવયુગ” માસિકના તંત્રી. ત્યારબાદ ‘પ્રજામિત્ર કેસરી’ અઠવાડિકના તંત્રી. ૧૯૩૩ થી ૧૯૩૭ સુધી હિંદુસ્તાન પ્રજામિત્રના તંત્રી. ‘પ્રસૂનાંજલિ'(૧૯૧૫) કાવ્યસંગ્રહમાં તેમ જ ‘સ્વદેશગીત' (૧૯૨૧) કાવ્યગ્રંથમાં જાણીતા કવિઓનાં અનુકરણ વર્તાય છે. એમણે નાટક ‘ત્રિયારાજ' (૧૯૨૪), ટૂંકીવાર્તાઓને રાંગ્રહ ‘જુવાનીમાંની વાતો' (૧૯૨૮) અને નવલકથા “સુભગા' (૧૯૪૦) પણ આપ્યાં છે. વીણાવિહારી'- ભા. ૧, ૨ (૧૯૨૩, ૧૯૨૪) મરાઠી રચના પર આધારિત એમની નવલકથા છે. આ ઉપરાંત એમણે દૈનિક અને સામયિક પત્રોમાં પ્રકાશિત ‘નિરંજન', ઝાંઝવાનું જલ”, “સંસારયજ્ઞ” જેવી લાંબી વાર્તાઓ આપી છે. ચં.. ૫૬૬: ગુજરાતી સાહિત્યકેશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy