SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શર્મા જયરામ – શર્મા મહાશંકર લલ્લુભાઈ શર્મા જયરામ : ‘જ્ઞાનાત્મબોધ ભજનસુધારસ કાવ્યમાળા'- ભા. ૨ | (૧૯૩૨)ન: કર્ના. નિ.વા. શર્મા ત્રિલોચન : રહસ્યકથા ‘ાલિમની જમાત’ (૧૯૫૩) ના; કર્તા. નિ.. શર્મા દયારામ રત્નસિહ : ‘શિવ ભજનાવલી' (૧૯૫૪), ‘ભજન મણિ' (૧૯૧૬), ‘ભજનભૂષણ’, ‘દયાસાગર’, ‘યશચંદ્રિકા', ‘સુબેધ સુધાકર', 'ચતુર ચિંતામણિ’ વગેરે પુસ્તકોના કર્તા. નિ.વે. શર્મા દાદર શિવરામ : પ્રાર્થનાસંગ્રહ ‘મણિકા' (૧૯૧૩)ના કર્તા. નિ.વા. રામ દામોદરદાસ : પviડ ધર્મખંડન નાટક (૧૮૬૯)ના કર્તા. શર્મા નરહરિ બી., “ધાદવ', પરિમલ” (૧૮૯૦, -) : કવિ. જન્મ કરછના ગઢશીઆ ગામમાં. અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યારો. વૈિદકના વ્યવસાય. એમની પાસેથી પદ્યકૃતિઓ “વિશ્વલીલા' (૧૯૨૦) અને ‘રાષ્ટ્રીય ગીતગંગા' (૧૯૩૦) મળી છે. (ન.વા. શર્મા નારાયણ વિશ્વનાથ : ચરિત્રલક્ષી કૃતિ ‘મહાત્મા તુલસીદાસ” (૧૯૩૦)ના કર્તા. નિ.વે. શર્મા પરધુભાઈ વાલાભાઈ : ચરિત્રલક્ષી પુસ્તક “નપેલિયન બેના પાર્ટી (૧૯૫૪)કર્તા. અને નોંધપાત્ર છે. ‘વ્યકતમમાં નાયક સમાધાન કે બળવો કર્યા વગર અનિર૭: એ પરિસ્થિતિને સ્વીકાર કરે છે અને નિર્ણયને કેદી બને છે એની કરુણકથા છે. ‘સમયદ્વીપ’ બ્રાહ્મણ નીલકંઠની અબ્રાહ્મણ પત્ની નીરા કુટુંબમાં સ્વીકાર પામતી નથી એના સંઘર્ષની પડછે મૂલ્યસંઘર્ષની કથા છે. ઊર્ધ્વમુલ’ એમની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી બૃહદુ નવલ છે. સ્વ”, સર્પ’ અને ‘અશ્વત્થ” નામક ત્રણ ખંડોમાં વિસ્તરેલી ૬૩૦ જેટલાં પાનની આ રચના નાયિકા ક્ષમાની સ્મરણકથા અને વેદનાકથા છે. નાયિકાના આંતરવિશ્વ મિથે આધુનિક માનવીની મૂલહીનતાની પરિસ્થિતિને અહીં વિસ્તાર છે. એમાં કલ્પનનિક શૈલી કયાંક પ્રભાવક બની છે. ‘અસૂર્યલોક' અંધ નાયકના સંબંધવિશ્વને બૃહદ્ સાંસ્કૃતિક ફલક પર નિરૂપતી એમની મહત્ત્વની નવલકથા છે. ‘દીપસે દીપ જલે' (૧૯૫૯), 'કંઈ યાદ નથી' (૧૯૭૪), ‘ર્થ કક્કો છળ બારાખડી' (૧૯૭૯), ‘અડાબીડ’ (૧૯૮૫) વગેરે નવેક વાર્તાસંગ્રહોમાં પરંપરાની ભૂમિકા પર રહીને લેખક મળે છે અને આધુનિક પ્રવાહોને ખેંચી કયારેક ઊંડી સંવેદના સાથે વાર્તાઓમાં પરિણામ લાવે છે. આ સંદર્ભમાં “અડાબીડ’ની ‘ડાઘ’ કે ‘શંકા' જેવી પ્રથમ કોટિની વાર્તાઓ ઉદાહરણરૂપ છે. ‘સંભવ' (૧૯૭૫) કાવ્યસંગ્રહમાં પરંપરાને ભાગ વિશેષ છે. કવિને અવાજ ત્યારપછી ગઝલના વિશેષ કસબમાં પ્રયોગશીલ રીતે ફૂટેલો જોઈ શકાય છે. એ રચનાઓ “છંદો છે પાંદડાં જેનાં (૧૯૮૭)માં ગ્રંથસ્થ છે. “શબ્દાતીત' (૧૯૮૦) અને ‘બિસતંતુ” (૧૯૯૦) નિબંધસંગ્રહોમાં સુરતના ઉલ્લેખોથી કયારેક સમૃદ્ધ થતો નિબંધને પટ એકંદરે પાતળે છે. નદીવિચ્છેદ' જેવા નિબંધોની સંખ્યા જૂજ છે. ‘સરલ શાસ્ત્રીજી’ એમનું જીવનચરિત્ર છે. ‘શ્વાસેવાસ’ ગની દહીંવાલા રામતિપૂર્તિ અભિનંદનગ્રંથનું એમણે અન્ય સાથે કરેલું સંપાદન છે; તો “સાત યુગોસ્લાવ વાર્તાઓ' (૧૯૭૮) અને “અષાઢને એક દિવસ' (૧૯૭૯) એમના અનુવાદો છે. ચં.ટા. શર્મા ભીમાશંકર ભૂ.: દલપતરીતિનાં બાધક શૈલીનાં કાવ્યોને સંગ્રહ 'કાવ્યમણિમાલા' (૧૯૫૬)ના કર્તા. નિ.વી. શર્મા મણિશંકર પ્રાણશંકર : કરુણપ્રશસ્તિકાવ્ય “મવનવિરહ' (૧૯૧૧) તથા ‘પ્રલાદ જીવનચરિત્ર'(૧૯૨૬)ના કર્તા. નિ.વે. શર્મા મહારાણીશંકર અંબાશંકર : કવિ, નવલકથાકાર. આર્યસમાજી વિચારના સુધારક, એમણે સતીસંગીતાવલિ' (૧૯૧૨), ‘શંકરગીતાવલિ' (૧૯૧૩) અને ‘સંધ્યાસ્તવનાવલિ' (૧૯૨૦) જેવા ગીતસંગ્રહો તથા નવલકથા “ચન્દ્રગુપ્ત' (૧૯૧૬) આપ્યાં છે. ૨૨.દ. શર્મા મહાશંકર લલ્લુભાઈ : નવલકથા 'ડૉ. ફૂલસાહેબ'- ભા. ૨ (૧૯૧૧)ના કર્તા. શર્મા પોપટલાલ : કાવ્યકૃતિ ‘મઘસંદશ' (૧૯૨૪)ના કર્તા. નિ.. શર્મા પ્રભાશંકર પ્રધાન : કાવ્યકૃતિ પર્જન્યપાદ'ના કર્તા. નિ.વા. શર્મા પ્રાણલાલ સિધુલાલ: ‘ગવિલાપ ગાયનસંગ્રહ' (૧૮૮૯)ના કર્તા, નિ.વા. શર્મા ભગવતીકુમાર હરગોવિદ, ‘નિલંપ'(૩૧-૫-૧૯૩૪) : કવિ. નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮ માં ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચંદ્રક. ૧૯૮૪ને રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૭ને સાહિત્ય અકાદમી, દિલ્હીને પુરસ્કાર. ‘આરતી અને અંગારા' (૧૯૫૭), ‘મન નહિ માને' (૧૯૬૨), રિકતા' (૧૯૬૮) વગેરે આરંભની નવલકથાઓ કરતાં એમની એ પછીની નવલકથાઓ ‘વ્યકતમધ્ય' (૧૯૭૦), ‘સમયદ્વીપ’(૧૯૭૪), ‘ઊર્ધ્વમૂલ' (૧૯૮૧) અને અસૂર્યલોક(૧૯૮૭) વધુ વિકસિત ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૬૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy