SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ યાજ્ઞિક ભદ્રકુમાર અંબાલાલ – યાજ્ઞિક સાકરલાલ તુળજાશંકર એમનાં વૈવિધ્યસભર પદોમાં સ્વાનુભવને રણકો છે. અનંતરાય રાવળે આ પદોને “પયંતીને પ્રસાદ' તરીકે ઓળખાવ્યાં છે. ' એમની ગદ્યછટાઓ પણ ધ્યાન ખેંચે છે. એમણે વિવિધ સાહિત્યપ્રકારોનું સર્જન કરી એક વિચારક, ઉ બેધક અને તવદર્શી સંત તરીકે પ્રશસ્ય કામગીરી બજાવી છે. ‘શ્રીનૃસિંહવાણીવિલાસ’- ' પુસ્તક ૧, ૨, ૩ (૧૮૮૦, ૧૮૮૮, ૧૮૯૬)માં પદ્યમાં વેદઉપનિષદના તત્વજ્ઞાનને લાઘવમાં રજૂ કર્યું છે. તેમાંથી ચયન કરેલાં પદોનો સંગ્રહ ‘શીનૃસિંહકાવ્યસંદોહ' (સંપા. શ્રીમદ્ સુરેશ્વર ભગવાન) ૧૯૭૩માં પ્રગટ થયો છે. એમના ગદ્યવાડમયમાં સ્ત્રીઓના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી રોચક શૈલીમાં લખો યેલા ભામિનીભૂષણ'ના પાંચ અલંકારો (૧૮૮૬, ૧૮૮૯, ૧૮૯૧, ૧૮૯૨, ૧૮૯૫) મુખ્ય છે. અધ્યાત્મરહસ્યને પ્રાચીન પદ્ધતિની રૂપકાત્મક વાર્તામાં વણી લેતા ગ્રંથ શ્રી ત્રિભુવનવિજયી ખ” (૧૮૯૬;-યશોધર મહેતાએ જેને ‘ઉમા હૈમવતી' નામક સંક્ષેપ કર્યો છે), સિદ્ધાંતસિંધુ' (૧૮૮૫), ‘શ્રીપંચવરદવૃત્તાંત' (૧૮૯૬) નોંધપાત્ર છે. ‘શ્રી સુરેશચરિત્ર' (૧૮૮૪) અને ‘સતી સુવર્ણા (૧૮૯૭) એમનાં નાટકો છે. ‘સન્મિત્રનું મિત્ર પ્રતિ પત્ર' (૧૮૯૫) અને ‘શ્રી સબોધ પારિજાતક' (૧૮૯૩) એમના પત્રસંગ્રહો છે. ‘સુખાર્થો સદુપદેશ' (૧૮૯૯), ‘શ્રીનૃસિંહરિણાવલિ' (૧૯૩૭)માં એમના વિવિધ લેખા સંચિત થયેલા છે. * લદ. યાજ્ઞિક ભદ્રકુમાર અંબાલાલ (૨૯-૮-૧૯૦૭, ૨૯-૧૨-૧૯૬૫) : નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના સામેત્રામાં. વતન માતર. અંગ્રેજી છ ધોરણ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં. પંદર વર્ષની વયે ગૃહત્યાગને સાધુસંગત. ૧૯૩૦ -થી ૧૯૪૫ સુધી પત્રકારત્વ. મુંબઈમાં અવસાન. પત્રકારત્વ અને ફિલ્મપ્રચાર ક્ષેત્રના વિવિધ અનુભવોને સીધે સીધા રજૂ કરવાના પ્રયત્ન રૂપે સ્થૂળ વર્ણને અને જાતીય સંબંધ નિરૂપતી “સ્વાર્પણ' (૧૯૩૬), ‘સ્નેહત્રિપુટી' (૧૯૩૭), ‘નવી નારી' (૧૯૫૭), ‘ઉરનાં એકાંત ભડકે બળે' (૧૯૫૯), રંગભવન’ (૧૯૬૧), ‘મોસમનાં ફૂલ વગેરે નવલકથાઓ એમણે આપી છે. આકડાનાં ફૂલ' (૧૯૫૩) અને “અભિસાર’ એમના વાર્તાસંગ્રહા છે. એમણે ‘ભગતસિંહની જીવનકથા' (૧૯૩૧), 'સુભાષબાબુ (૧૯૪૯), ‘દેશભકત ભૂલાભાઈ' (૧૯૫૦) જેવાં ચરિત્રે પણ આપ્યાં છે. યાત્રિક ભરત મનસુખલાલ, ‘શ્યામ' (૧૮-૧૧-૧૯૫૦): કવિ. જન્મ મહુવામાં. એમ.એ., બી.ઍડ. અમદાવાદમાં એચ. બી. કાપડિયા હાઈસ્કૂલમાં શિક્ષક. “એક કીડીનું બ્રહ્મર% સુંઘવા' (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહ છે. ચંટો. યાજ્ઞિક મણિલાલ વિશ્વનાથ : નવલકથા “યાત્રી ઊર્મિલા યાને આદર્શ આર્યા' (૧૯૧૪) તથા ‘પ્રેમદાદેવી ઉર્ફ મેરિયાબહેન' (૧૯૧૫)ના કર્તા. મુ.મા. યાજ્ઞિક મનસુખલાલ પ્રેમાનંદ : નવલકથી ‘શ્રી રાજ્યનારાયણ’ (૧૯૧૦)ના કર્તા. મૃ.મા. યાજ્ઞિક મયારામ રઘુરામ : નાટયકૃતિઓ ‘પરસ્ત્રી દુ:ખદર્શક (૧૮૭૭) અને ‘સગાળશાહ' (૧૮૮૫)ના કર્તા. મૃ.માં. યાજ્ઞિક મૂળશંકર માણેકલાલ (૩૧-૧-૧૮૮૬, ~): ટયકાર, વિવેચક, અનુવાદક. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ નડિયાદમાં. કોલેજનો અભ્યાસ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ અને વડોદરા કોલેજમાં. શરૂઆતમાં ઇન્ડિયન સ્પીસી બૅન્કમાં એજન્ટ અને પછી વડોદરા રાજયના કેળવણી ખાતામાં. એમની પાસેથી નાટકો દિગ્વિજય' (૧૯૩૪) : ન ‘મેવાડ પ્રતિષ્ઠા અથવા મહારાણા રાજસિંહ' (૧૯૩૫) નરસિહ નિનાદ’ (૧૯૩૪), ‘શ્રીહર્ષ ઉપરાંત ‘સત્યધર્મપ્રકાશ' (૧૯૧૨), ‘તુલનાત્મક ધર્મવિચાર' (૧૯૧૯), “આપણું પ્રાચીન રાજયમંત્રી (૧૯૨૮) વગેરે પુસ્તકો મળ્યાં છે. મૃ.મા. વાર્ષિક રમણલાલ કનૈયાલાલ (૨૧-૯-૧૮૯૫, ૧૧-૧૨-૧૯૬૦): નાટયકાર, વિવેચક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૭માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૨૦માં એ જ વિષયમાં એમ.એ. પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં અંગ્રેજી સાહિત્યના મુખ્ય અધ્યાપક. ૧૯૨૯૩૧ માં અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડને પ્રવાસ. ત્યાંથી જ ‘ભારતીય રંગભૂમિ અને નાટકો' વિષે શોધપ્રબંધ લખીને પીએચ.ડી. સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણતંત્રના નિયામક. ‘ઇન્ડિયન થીયેટર' (૧૯૩૩) એમના નામે છે. “ગજેન્દ્રમૌકિકો’ (૧૯૨૮) એમનું સંપાદન છે. મુ.મા. યાજ્ઞિક વિભાકર : “ઊમિંગાન' (૧૯૬૩) ના કર્તા. મૃ.માં. યાજ્ઞિક શશીકાન્ત ગિરિજાશંકર, ‘શશિ (૯-૧૧-૧૯૪૦) : નવલકથાલેખક. જન્મ ટંકારામાં. એમ.એ., બી.ઍડ. શિક્ષક. ‘ભીતર ભડભડ બળે' (૧૯૭૮) એમની નવલકથા છે. ચં.ટી. ચં.ટ. યાસિક સાકરલાલ તુળજાશંકર : નિબંધલેખક, અનુવાદક. પૂનાની ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠમાંથી બી.એ. તેમ જ આયુર્વેદ-વિશારદ. ૧૯૩૧ થી નિવૃત્તિવય સુધી પૂનાના ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડમાં ડૉકટર, પૂનાની ચિત્રશાળા પ્રેસ સંસ્થા તરફથી પ્રગટ થતા ચિત્રમય જગત’ નામના ગુજરાતી માસિકના સહતંત્રી. નિબંધિકાઓને સંગ્રહ વહેતી ગંગા', દેશી-વિદેશી અનૂદિત વાર્તાઓને સંગ્રહ ‘આમમંજરી' (૧૯૫૨) ઉપરાંત ‘માનવ તારી પામરતા' (૧૯૫૩) જે લેખસંગ્રહ એમના નામે છે. એમણે મરાઠીમાંથી અનુવાદ સૌંદર્ય અને લલિતકળા' (૧૯૨૫) પણ આપ્યો છે. શ.ઓ. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૦૭. Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy