SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય-યાજ્ઞિક નૃસિંહાચાર્યજી દુર્લભરામ ‘ચિરંજીવન’ વગેરે બત્રીસ સંવાદનાટકો પણ એમનું પ્રદાન છે. લ.દ. યાજ્ઞિક કલ્યાણજી પૂંજારામ : “મૈત્રી વિશે સૂચના' (૧૮૭૧) અને ત્રણ અંકોમાં પ્રકાશિત કલ્યાણકાવ્ય' (૧૮૭૧)ના કર્તા. ‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં'- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ: નિષ્ફળ ને નકામું શસ્ત્ર' (૧૯૩૩), ધરોડા આશ્રમ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથમાં ગાંધીજીના જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક દૃષ્ટિએ થયેલી આલોચના છે. ‘કુમારનાં સ્ત્રીરત્નો' (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છે સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રમાં સૂત્રરૂપે આવતા કુમારનું નોખું વ્યકિતત્વ પણ એમાં ઊપસે છે. ‘શહીદને સંદેશ' (૧૯૩૬) એમને ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા' (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ’ (૧૯૩૩), કિસાન જાહેરનામું (૧૯૩૯), 'સ્વદેશી શા માટે?' (૧૯૫૪), ‘સવિયેત દેશ' (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. “રાષ્ટ્રગીત” (૧૯૨૨), 'મુકુલ' (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ ને હિમ' અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે. ૪.ગા. યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિહાચાર્ય (૧૮૮૫, ૧૯૩૭) : કવિ, નાટયલેખક, વાર્તાકાર, ગદ્યકાર. શ્રેયસાધક અધિકારી વર્ગના પ્રથમ આચાર્ય શ્રીમત્કૃસિંહાચાર્યજીના પુત્ર. આરંભમાં અમદાવાદવડોદરામાં પ્રાથમિક શિક્ષણ; પછી મહત્ત્વના વિદ્વાને દ્વારા એમની લૌકિક કેળવણીની વ્યવસ્થા કરવામાં આવેલી. ૧૮૯૭ માં પિતાને દેહવિલય થતાં એમણે બાર વર્ષની લઘુવયે વર્ગની ધુરા સંભાળેલી. ‘મહાકાલ', 'પ્રાત:કાલ' માસિકોની સાથે સાથે બાળકોના બંધુ, ‘દંપતીમિત્ર' અને “ોયસાધક' માસિકો અનુક્રમે ૧૯૧૨, ૧૯૧૨ અને ૧૯૩૪માં શરૂ કરેલાં. “શ્રી ઉપેન્દ્રગિરામૃત': પ્રથમ, દ્વિતીય પરિવાહ (૧૯૧૦, ૧૯૩૮)માં સાધકોને ઉપદેશ આપતાં પદો તેમ જ માયા, જીવ, બ્રહ્મ વગેરેના સ્વરૂપને અને બ્રહ્માનુભૂતિની ખુમારીને વ્યકત કરતાં આ ઉપરાંત પદો છે. એમના ‘શ્રીસુદામાખ્યાન' (૧૯૧૮) અને ‘શીશુકજનકાખ્યાન' (૧૯૨૮)માં અતિખ્યાત કથાવસ્તુઓને નવ્ય સંદર્ભમાં મૂકવાનો પ્રયત્ન છે. “માતૃહૃદયવેદન' (૧૯૩૨) નામક કરુણપ્રશસ્તિમાં ભગિની ભારતીદેવીને નિવાપાંજલિ અપાઈ છે. “ શ્રીધમન્દાર’: પ્રથમ, દ્વિતીય ગુચ્છ (૧૯૩૭, ૧૯૪૧)માં એમના વિવિધ પત્રોને સંચય છે. ‘વિઘ લેખા’ (૧૯૪૦) અને 'નિત્યસંદેશ’ના લઘુલેખોમાં તથા એમના વિવિધ લેખન સંગ્રહ ‘કોય સાધન'- ભા. ૧, ૨ (૧૯૭૮, ૧૯૮૫)માં એમની સૂત્રાત્મક ગદ્યશૈલીને પરિચય થાય છે. “શ્રી વિશ્વવંદ્ય વિભૂતિવૈભવ' (૧૯૩૯)માં એમણે છોટાલાલ માસ્તરને વિવિધ ગદ્યલેખે અને કાવ્યોમાં અંજલિ આપી છે. ૧૯૨૧-૩૭ દરમિયાન રસદર્શનમાં ભજવાયેલાં અને સ્વતંત્ર પુસ્તિકાઓ રૂપે પ્રગટ થયેલાં ‘ગુરુભકિતમાહાભ્ય’, ‘જન્મસાર્થકય’, ‘બાલનીફાલ', અધમેદરણ’, ‘ભકિતબલ’, ‘જીવનપતન', “સંધ્યાબલ', યાસિક ચુનીલાલ હરગોવિદ : કથાત્મક કૃતિઓ ‘સુબોધસિંહ અને સત્યસિંહ'- ભા. ૧ (કસી ઝવેરીલાલ શંકરલાલ સાથે, ૧૯૦૬) અને એક દિવસમાં પચાસ લાખ પર પાણી યાને સુનીતિનો ઉદય (૧૯૧૪) ઉપરાંત ‘ઉષ્માશાસ્ત્રના કર્તા. મૃ.માં. યાજ્ઞિક છગનલાલ લાલજી, ‘પીયૂષ': ગદ્યપદ્યમિશ્રિત નાટક ‘જુલ્મી જાલિમ યાને સ્વાર્થમય સંસાર' (૧૯૩૨)ના કર્તા. મુ.મા. યાજ્ઞિક જયેન્દ્ર ઠાકોરલાલ, “અમૃત યાજ્ઞિક' (૧-૧૨-૧૯૪૬) : ચરિત્રલેખક, જન્મ ખેડા જિલ્લાના ધર્મના ગામે. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૫ માં નૃવંશશાસ્ત્ર વિષય સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૭૦થી ૧૯૮૦ સુધી ‘ગુજરાત સમાચારમાં ઉપસંપાદક. ૧૯૮૦થી અત્યાર સુધી સેન્ટર ફોર સોશ્યલ નોલેજ એન્ડ એકશન -‘સેતુ'ના તંત્રી. ૧૯૮૨ થી અર્થાત્ 'ના તંત્રી. ‘કરસનદાસ મૂળજી' (૧૯૮૪) એમનું પ્રમાણિત ચરિત્રપુસ્તક છે. એ.ટો. યાજ્ઞિક તુળજાશંકર ગૌરીશંકર : પંચતંત્રની વાતા' (૧૯૧૫)ના કતી. મૃ.મા. યાજ્ઞિક દેવશંકર મહાશંકર : “પ્રભુગીતાવળી' (૧૯૮૧)ના કર્તા. મૃ.મા. યાજ્ઞિક ધનંજ્ય : નવલકથા ‘સ્થિર આંખ અસ્થિર મન' (૧૯૭૫)ના કર્તા. મુ.મા. યાજ્ઞિક નૃસિંહાચાર્યજી દુર્લભરામ, ‘શ્રીમનૃસિંહાચાર્યજી' (૨૮-૧૧-૧૮૫૩, ૩-૮-૧૮૯૭): કવિ, વાર્તાકાર, નાટ્યકાર. જન્મ સુરત જિલ્લાના કડોદમાં. પ્રાથમિક શિક્ષણ કડોદમાં અને માધ્યમિક શિક્ષણ સુરતની મિશનરી સ્કૂલમાં. પછીથી અંગ્રેજીને અભ્યાસ કરી પબ્લિક સર્વિસ પરીક્ષા પાસ કરી. ૧૮૭૩માં સુરતમાં પ્રાર્થના સમાજના ઉપદેશક આચાર્યપદે. ૧૮૭૪માં નૂતને અભિગમવાળી ધાર્મિક વિદ્યાશાલા'ની સ્થાપના. ૧૮૭૪-૭૫ માં ઇજનેરી ખાતામાં નોકરી. વડોદરામાં બદલી થતાં નિઝામપુરાના નિવાસસ્થાને એમનાં વાર્તાલાપ-ભજન પ્રતિ જનસમુદાયનું આકર્ષણ. વડોદરામાં ભૂતડીઝાંપે ‘શ્રીનૃસિંહાશ્રમ'માં નિવારા. ૧૮૮૨ માં બહુજનસમાજની આધ્યાત્મિક ઉન્નતિ અર્થે શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગ” નામક સંસ્થાની સ્થાપના. ૧૮૮૯માં સંસ્થાના મુખપત્ર “મહાકાલ’ને આરંભ. ૫૦૬: ગુજરાતી સાહિત્યકોશ-૨ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy