SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ એમની પ્રારંભકાળની ‘વાતાયન’(૧૯૬૩)ની કવિતા સંવેદન અને છાયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્ય કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ મક'ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની વિનામાં આધુનિક કવિતાનો મિજ પુર થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’(૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે છાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા શાપિત વનમાં’(૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યકત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિના પણ અગત્યના ફાળા છે તે ‘ક્ષણાના મહેલમાં’(૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’(૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’(૧૯૭૯)ની ગઝલામાં જોઈ શકાય છે. 'તી' પ્રકારની નવા સ્વરૂપવળી ગઝલ વિનો પોતીકો ઉન્મેષ છે. 'બાયક'(૧૯૮૨) નળાખ્યાન'ના પૌરાણિક પાત્ર બાહકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અહંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરંલી કાળ છે. ‘રે મઠ’ના કિવિમત્રા સાથે રહી કવિતાની સાથે નાટયરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ‘ડાયલનાં પંખી’(૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં 'કોલબેલ'(૧૯૭૩)નાં એકાંકીઓમાં નાધસિદ્ધિ કરતાં પ્રયોગપ્રિયતા વિશેષ છે. પરંતુ ‘આકંઠ સાબરમતી’ના નાટઘપ્રયોગની વર્કશૉપ શરૂ થઈ ત્યારપછી રચાયેલાં ‘હુકમ, માળિ’(૧૯૮૪)નાં એકાંકીઓમાં નાટ્યતત્ત્વ વિશેષ ચિત્ર ઘણું છે. એમાંની શીર્ષકા હુકમ, માલિક' કૃતિમાં ચૈતવિહીન મંત્રસંસ્કૃતિઓ માનવજીવનને ક ભર લીધો છે એ વિચારને અરબી કથાના જીનની વાત દ્વારા સુંદર અભિવ્યકિત મળી છે. ‘જાલકા’ (૧૯૮૫) એ ‘રાઈનો પર્વત’ નાટકના જાલકાના પાત્રને કેન્દ્રમાં મૂકી રચાયેલું, સ્ત્રીમાં રહેલાં મહત્ત્વાકાંક્ષા અને પુત્રપ્રેમને વ્યકત કરતું નવપ્રવેશી ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેધ’(૧૯૮૬)એ યજ્ઞના અશ્વ અને અશ્વમેધ કરનાર રાજાની રાણી વચ્ચેના જાતીય સંભોગની શાસ્ત્રોકત વિધિને વિષય બનાવીને રચાયેલું, સ્ત્રીમાં રહેલી કામાવેગની ઉત્કટતા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિને આલેખતું ધ્યાનપાત્ર ત્રિઅંકી નાટક છે. આમ, એકાંકી પરથી અનેકાંકી નાટયરચના તરફની લેખકની ગતિ જોઈ શકાય છે. કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથાસર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે. ‘શૈલા મજમુદાર’(૧૯૬૬) આત્મકાત્મક રીતમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યકિત તરીકે જુએ એમ ખેતી અને એમાં નિરાશા થતી નાયિકાની ક્યા છે, ભાવચ’(૧૯૩૫)ના એક ખંડમાં શૈવા Jain Education International માદી ચીમનલાલ ભગવાનદાસ – મોદી છગનલાલ ઠાકોરદાસ મજમુદાર'ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂર્ણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી ‘લીલા નાગ’(૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની ક્યા છે. હેંગ ઓવર'(૧૯૮૫) કામના ઉત્કટ આવેબવીસીમાં જન્મની દુડ પ્રગ ભુતાને આલેખે છે. એમની વિશેષ જાણીતી બનેલી નવલકથા ‘ભાવ-અભાવ’(૧૯૬૯) પોતાના અસ્તિત્વથી સભાન બનેલા એક માનવીની જીવનકથા છે. વિચારતત્ત્વનું ભારણ આ લઘુકુતિની કલાત્મકતાને જોખમાવે છે. ‘પહેલા વરસાદનો છાંટો’(૧૯૮૭) એમની ધારાવાહી નવલકથા છે. ડાબી મૂઠી જમણી મૂઠી’(૧૯૮૬) એમનો ઠેરઠેર પદ્યપંકિતઓથી મંડિત પ્રયોગલક્ષી વાર્તાસંગ્રહ છે. ‘મારા સમકાલીન કવિઓ' (૧૯૭૩) અને પછી એ ગૂર્ધન લેખામાં બીજા લેખ ઉમેરી પ્રગટ કરેલા ગ્રંથ “બે દાયકા ચાર કવિઓ’(૧૯૭૪)માં ચાર આધુનિક કવિઓ મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સૂઝભરી સહી તપસ છે. “ખંડકાવ્ય-સ્વરૂપ અને વિકાસ' (૧૯૭૪) એ મહાનિબંધ તથા ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’(૧૯૭૯) એ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા લેખકની કાવ્યવિષયક સૂઝની પ્રતીતિ કરાવે છે, ‘ચઢો રે શિખર રાજા રામના’(૧૯૭૫) અને ‘ગમી તે ગઝલ’ (૧૯૭૬) પૈકી પહેલું ચંદ્રવદન મહેતાની પ્રતિનિધિ કવિતાનું, તા બીજું આધુનિક ગઝલકારોની નીવડેલી ગઝલોનું સંપાદન છે. ‘વસંતવિલાસ’(૧૯૫૭) એ જ નામના મધ્યકાલીન ગુજરાતી કાળનો અનુવાદ છે, ૪,ગા. મોદી ચીમનલાલ ભગવાનદાસ : નવલકથા ‘દીનદયાળ'ના કર્તા, મુ.મા. મોદી ચુનીલાલ જમનાદાસ : ગદ્યપધ્ધમિકા ચરિત્રકૃતિ ‘ગૌરીશંકર વિત ઉર્ફે સ્વામી સચ્ચીદાનંદ સરસ્વતીજીએ કરેલા સ્વર્ગવાસ' (અન્ય સાથે, ૧૮૯૨)ના કર્તા. મુ.મા. મોદી ચુનીલાલ બાપુજી : ચરિત્રકૃતિઓ ‘નેપોલિયન મહાન બેનપર્યં’(૧૮૮૧), 'સિકંદરનામ'(૧૯૮૩), 'પ્રતાપી પીરનું ચરિંત્ર’(૧૮૮૪), 'મોહનલાલ ઝવેરીનું ચરિત્ર’(૧૮૮૯), 'મહારાજ આ ફંડનું ચરિત્ર'(૧૯૩૩) તથા રોબિન્સન કોના કર્તા. મા. મોદી છગનલાલ ઠાકોરદાસ (૨૮-૧૦-૧૮૫૭,-) : નિબંધકાર, અનુવાદક. જન્મ સુરતમાં. ૧૮૭૯ માં બી.એ. ૧૮૮૦માં વડોદરા હાઈસ્કૂલમાં શાક. ત્યારબાદ ટ્રેનિંગ સ્કૂલના હેડમાસ્તર. પછી શિક્ષણાધિકારી. ‘હિતવચનમાળા’(૧૮૯૧), ‘કિલ્લે ડબાઈનાં પુરાતન કામા’ (૧૮૯૪), 'પ્રવાસ' (૧૮૯૫) વગેરે એમનાં પુસ્તકો છે. અંગ્રેજી ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૯૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy