SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ મિસ્ત્રી દારબ બી.-- મીર રશીદ કમાલભાઈ મિસ્ત્રી દાબ બી.: નાટક ‘સરચાઈને રસાથી' (અન્ય સાથે, ૧૯૩૬) ના કર્તા. (૧૯૭૦) તથા જીવનચરિત્ર ‘વીરની હાકલ : સરદાર વલ્લભભાઈની રણગર્જનાઓ' (૧૯૩૦) અને “ જાજીની વાતો'ના કર્તા. મિસ્ત્રી દિનેશ: જીવનચરિત્ર “ભાલચન્દ્ર ત્રિવેદી :ઝંઝાવાતી જીવન કથા’ના કર્તા. મિસ્ત્રી નટવરલાલ ઝીણાભાઈ : ત્રિઅંકી રામાજિક નાટકો "માનવરંગ' (૧૯૩૯) તથા ‘શંકિત નયન' (૧૯૪૬)ના કર્તા. મિસ્ત્રી નટુભાઈ, “ચતક’: સત્યઘટના પર આધારિત સચિત્ર બાળવાર્તાઓને સંગ્રહ ‘જવાનોની જવાંમર્દી' (૧૯૬૫)ના કર્તા. ૨..દ. મિસ્ત્રી નથુ ગબર : “સ્ત્રીચરિત્રનું હાસ્યકારક ફારસ અથવા મતીરાંદની હુંશિયારી' (૧૮૮૯), “ધનીમાના ધમણ મંગળ અથવા વાણિયાભાઈનું પિકળ' (ચે. આ. ૧૯૦૪) તથા ‘છપ્પરપગે છપ્પરિયો' (૧૯૦૪)ના કર્તા. મિસ્ત્રી રુસ્તમજી હોરમસજી : નવલકથાકાર, પારસી લેખક મંડળના માનદ મંત્રી અને અમિંગહામની કમર્શિયલ ઇન્સ્ટિટયુટના ફેલા. લિવરપુલની જાણીતી વેલ્ડ કંપનીની મુંબઈ શાખામાં એકાઉન્ટ. એમણે “ખાર વડો કે પૈસે?” (૧૮૯૭), ‘સપલની સુના (૧૮૯૮), ‘શરમાળ કુંવર’(૧૮૯૯), ‘સેનારણ' (૧૯૬૨), ‘જમશેદની જહેમત'(૧૯૮૭), ‘દુશમન દારબ' (૧૯૦૮), ‘ચૂમીની હોકાણ'(૧૯૧૦), ‘તેહમીનું તકદીર' (૧૯૧૪) જેવી સામાજિક નવલકથાઓ તથા ‘પોકેટ ગુજરાતી-ઇગ્લિશ ડિકશનરી' (૧૮૯૯) અને ‘સમેચ્ચાર શબ્દસંગ્રહ' (૧૯૧૭) જેવા કોશ આપ્યા છે. ૨.૨.દ. મિસ્ત્રી લવજી લવંગિયા: પાટક ‘રાચાઈને સાથી' (અન્ય સાથે, "૧૯૩૪)ના કતાં. મિસ્ત્રી પુરૂષોત્તમ જીવણજી : ‘વૈતાળની વાતો' (અન્ય સાથે, ૧૯૫૨). તથા ‘મડાપચ્ચીસી' (અન્ય સાથે)ના કર્તા. ૨.૨,૬. મિસ્ત્રી ભૂપેન્દ્ર રામલાલ (૧૧-૧૦-૧૯૩૭) : વિવેચક. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૫૯ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૧માં એમ.એ. (ગુજરાતી નવલકથાસાહિત્યમાં પ્રાદેશિક વિશેષતાઓનું નિરૂપણ' વિષય પર પીએચ.ડી. ૧૯૬૦ થી આર્ટ્સ કૅલેજ, ડભોઈમાં અધ્યાપન. એમની પાસેથી ‘સાહિત્યને આસ્વાદ અને સ્વાધ્યાય'(૧૯૭૨), ‘આચમન' (૧૯૭૨), “સાહિત્યવિવેચનના સિદ્ધાંત' (૧૯૭૭) તથા ‘ગુજરાતી પ્રાદેશિક નવલકથાઓ' (૧૯૮૩) જેવાં પુસ્તકો તેમ જ પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું' (૧૯૭૩)નું સંપાદન મળ્યાં છે. મિસ્ત્રી હોરમસજી રોહરાબજી, ‘હરમીસ' (૧૮૭૦, ૧૯૪૫) : ‘મધુરિકા' (૧૯૧૪), ‘હિંદના દાદા' (૧૯૧૭), “માતા મધૂરી’ (૧૯૨૩), ‘બાળકબેધ' (૧૯૨૭) વગેરે કાવ્યગ્રંથો; “નસીબને નાઝ' (૧૯૧૭), “મોહન મહાલ' (૧૯૧૮), રાગ કે વૈરાગ’(૧૯૨૧) વગેરે નવલકથાઓ તથા “જિંદગીનું અગ્રણ' (૧૯૨૨) નાટકના કર્તા. ચં.ટી. મીઠુજી ફરામરોજ જહાંગીર : ‘ફરામરો જ કહાંગીર મીઠુજીની આત્મકથા' તથા સંતસમાગમ વર્ણવતું પુસ્તક ‘સત્યની શોધમાં હારો આઠ વર્ષને અનુભવ’ના કર્તા. મીનપિયાસી : જુઓ, ભટ્ટ દિનકરરાય કેશવલાલ. મીનવાલા હેમી પીરોઝશાહ : ‘ઝુંપડીનું ઝવેર નાટકનાં ગાયના' (૧૯૩૦)ના કર્તા. મિસ્ત્રી મગનભાઈ કે. : રશિયન ક્રાંતિકારીનું જીવનચરિત્ર “વીરા ફીગનર’ (૧૯૩૩)ના કર્તા. ૨.ર.દ. મિસ્ત્રી મનસુખલાલ ઝવેરભાઈ: પદ્યકૃતિ “ખાટાં-મીઠાં બોર (૧૯૪૯)ના કર્તા. ૨.૨,દ. મિસ્ત્રી માણેકશાહ દીનશાહ: જમશેદજી જીજીભાઈ અને ઝિશાહ મહેતાનાં જીવનચરિત્ર નિરૂપનું સ્મરણફૂલડાં” તથા “જ્ઞાનગમ્મતનાં ગૌહરો'- ભા. ૧, ૨ (૧૯૧૮, ૧૯૨૦) જેવાં પુસ્તકોના કર્તા. ૨.૨,દ. મિસ્ત્રી રણછોડજી કેસૂરભાઈ : દારૂની બદીનું નિરૂપણ કરતી વાર્તા ‘મને દૂત'; નવલકથાઓ ‘ક્રાંતિકારી લગ્ન' (૧૯૨૯), ‘સત્યાનાશ' મીનળદેવી : રાજા કર્ણદેવના અવસાન પછી સગીર જયદેવ નિમિત્તે શાસનને પોતાને હસ્તક લેવા અનેકોએ ખેંચતાણ અને સંઘર્ષ કર્યો એનું નિરૂપણ કરતી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા “પાટણની પ્રભુતા'નું મુંજાલ સાથે પ્રેમસંબંધે સંકળાનું રાજમાતાનું પાત્ર. એ.ટી. મીર ગુલાબભાઈ ભીખાભાઈ : પદ્યકૃતિ “માઈગૂંજાર'(૧૯૪૬)ના કર્તા. મીર રશીદ કમાલભાઈ (૧-૬-૧૯૫૦) : કવિ. જન્મ ખેડા જિલ્લાના પડાલમાં એમ.એ. વડોદરાની એમ. ઈ. એચ. ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક. ૪૮૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy