SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા કાનજી પુરુરામ–મહેતા કૌશિકરામ વિઘ્નહરરામ એમની એટલી જ જાણીતી વાર્તા છે. એમના મરણોત્તર વાર્તાસંગ્રહ ‘ગોવાલણી અને બીજી વાતો(૧૯૩૫)માંની બાવીસ વાર્તારચનાઓમાં એમના સમકાલીને કરતાં કલાત્મક સૂઝ અને સજજતા વિશેષ રૂપે પ્રગટ થતી જોઈ શકાય છે. આ ઉપરાંત, ૧૯૦૯ થી ૧૯૧૮ના ગાળા દરમિયાન એમણે અઢીસો જેટલાં કાવ્યો રચ્યાં છે; એમાં “હદિયામાં કોયલ’, ‘મને રથઝૂલો” વગેરે રચનાઓ નોંધપાત્ર છે. એમણે કેટલાક હાસ્યપધાન લેખે પણ લખ્યા છે. ચંટો. મહેતા કાનજી પુરુષોત્તમ: પદ્યકૃતિ કવિતા અને રાસના કર્તા. કોલેજ સુરતમાં અધ્યાપક. ૧૯૭૦થી ૧૯૮૩ સુધી એ જ કોલેજમાં આચાર્ય. ‘સાહિત્યરંગ' (૧૯૫૭) અને સાહિત્યસ્વરૂપો' (૧૯૬૦) એમના વિવેચનલેખેના ગ્રંથે છે. ગુજરાતનું સાંસ્કૃતિક દર્શન’ (અન્ય સાથે, ૧૯૬૩) એમનું સંસ્કૃતિ-ઇતિહાસનું પુસ્તક છે. “ગદ્યરંગ' (૧૯૫૬), ‘અખાના છપ્પા (૧૯૬૩), કાન્હડદે પ્રબંધ'-ખંડ ૧ (૧૯૭૨) એમના સહસંપાદિત ગ્રંથ છે; તે “ઊંડા અંધારેથી' (૧૯૫૭) અને “અખંડ જગત અને ભારત' (૧૯૫૭) એમના અનુવાદગ્રંથો છે. જિ.ગા. મહેતા કુંદનગૌરી : “ગીતસંગ્રહનાં કર્તા. યુ.મા. મુ.મા. મહેતા કાન્તિલાલ અમૂલખરાય : પદ્યકૃતિ “સ્વદેશ ગીતામૃત” (૧૯૧૮)ના કર્તા. મૃ.મા. મહેતા કાશીબહેન છોટુભાઈ (૧૮-૧-૧૯૧૯): આત્મચરિત્રલેખક. જન્મ ધોરાજીમાં. ખામગાંવ, અમદાવાદ અને અમરેલીમાં શિક્ષણ મેળવ્યા બાદ નર્સ-મિડવાઈફ કોર્સ પૂરો કરીને અમદાવાદ જિલ્લાના સાણંદમાં વિશ્વવત્સલ ઔષધાલયમાં જોડાયાં. છેલ્લાં અડતાલીસ વર્ષથી ભાલ-નળકાંઠા વિસ્તારનાં ગામમાં માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓ. મારી અભિનવ દીક્ષા' (૧૯૮૬)માં એમણે સ્વ-જીવનના અનુભવની ટૂંકી તવારીખ આપી છે. એ.ટ. મહેતા કૃપાશંકર ગંગાશંકર (૧૮૬૯, ~): નાટયકાર. જન્મ જેતપુરમાં. એમણે મહાભારતના ઉપાખ્યાનને આધારે ‘નાશકારક ઘોડી અથવા ડાંગોપાખ્યાન’ નાટક આપ્યું છે. પા.માં. મહેતા કેશવલાલ દુર્ગાશંકર : ટૂંકી નવલકથા “કુમુદકુમારી' (અન્ય સાથે, ૧૯૦૪)ના કર્તા. મૃ.મા. મહેતા કોકિલા : નવલકથા “શમણાંના સાથી' (૧૯૬૭)નાં કર્તા. મૃ.માં. મહેતા કૌશિકરામ વિઘ્નહરામ (૧૮૭૪, ૧૯૫૧): જીવન ચરિત્રકાર. જન્મ સુરતમાં. સુરત હાઈસ્કૂલમાંથી મેટ્રિક અને વડોદરા કૉલેજમાંથી બી.એ. વડોદરાની આધ્યાત્મિક સંસ્થા શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગ અને શ્રીમનૃસિંહાચાર્યજીના સંપર્કને એમના જીવન પર ઊંડો પ્રભાવ. આરંભમાં અનેક સ્થળોએ શિક્ષક અને પછી જૂનાગઢ, રાજકોટ વગેરે સ્થળોએ હેડમાસ્તર, ભાવનગરમાં વિદ્યાધિકારી તરીકે નિવૃત્ત. ત્યારબાદ અમદાવાદની વનિતાવિશ્રામ કન્યા હાઈસ્કૂલના આચાર્ય. એમણે “ગૌરીશંકર ઉદયશંકર જીવનચરિત્ર'(૧૯૦૩)માં ભાવનગર રાજયમાં સામાન્ય કારકુનીથી માંડી પ્રધાનપદ સુધી પહોંચનારા “ગગા ઓઝાની કાર્યકુશળતા અને સંઘર્ષકથા આલેખી છે. આ ચરિત્રનાં પ્રથમ પાંચ પ્રકરણ મણિલાલ ન. દ્રિવેદીએ લખેલાં છે. આ ઉપરાંત ભકિત પદ તરંગિણી' (૧૯૦૫) નામક સંગ્રહમાં શ્રી કોયસાધક અધિકારી વર્ગની આઠ કવયિત્રીઓની ભકિતરચનાઓ એમણે સંપાદિત કરી છે. સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથોના પરિચય માટે એમણે રામાયણ સાર' (૧૮૯૬) પ્રગટ કર્યું છે, તે સંસ્કૃતનું વ્યાકરણ વિદ્યાર્થીઓથી માંડીને આમપ્રજામાં આદર પામે તે હેતુથી ‘સરલ સંસ્કૃત'-ભા. ૧,૨ (૧૯૧૬, ૧૯૧૭) પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પુરુષ અને સ્ત્રી'- ભા. ૧,૨ (૧૯૦૧, ૧૯૦૨) માં દામ્પત્યજીવનને આદર્શ સમજાવ્યો છે; તે “સો ટચની વાતો (૧૯૨૫)માં બાલભોગ્ય વાર્તાઓ આપી છે. - ઈશ્વરલાલ ધન અભ્યાસ મહેતા કાશીરામ ભાઈ: ધામક પદ્યકૃતિ “સીતા આખ્યાન (૧૮૮૩) તથા “ચૌટામાં વેચાયેલી કામાવતી રાણીના કર્તા. મુ.મા. મહેતા કાળિદાસ રામજી : 'તખ્તસિહ ગરબાવળી' (૧૯૪૭)ના કર્તા. મૃ.મા. મહેતા કિશચંદ ઈશ્વરલાલ (૭-૯-૧૯૨૫) : કવિ. જન્મ કુમાણા (જિ. વિરમગામ)માં. શાળાંત સુધીનો અભ્યાસ. શિક્ષક. ‘વિનેદરણાં, “માઈપ્રસાદ', “માઈચમત્કાર” અને “માઈજોત’ વગેરે કૃતિઓ એમના નામે છે. મૃ.મા. મહેતા કીર્નિવદન: કાવ્યસંગ્રહ નિર્દેશના' (અન્ય સાથે, ૧૯૫૩)ના કર્તા. મૃ.મા. મહેતા કુમુદચંદ્ર: બાળવાર્તા ‘સુગંધમૃગ(૧૯૫૪)ના કર્તા. મૃ.મા. મહેતા કુંજવિહારી ચુનીલાલ (૧૪-૭-૧૯૨૩): વિવેચક. જન્મ વતન વલસાડ જિલ્લાના નવસારીમાં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪રમાં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૪૫માં એમ.એ. ૧૯૪૬ થી ૧૯૬૯ સુધી એમ. ટી. બી. અને ‘ભાઈ જ૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy