SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ મલબારીનાં કાવ્યરત્ન - મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ મલબારીનાં કાવ્યરત્ન (૧૯૧૭) : મલબારી બહેરામજી મહેરવાનજીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ. એમાં ‘ઈશ્વરસ્તુતિ અને કુદરતી, ‘રનેહ સંબંધી', “સંસારસુધારો', “સ્વદેશસેવા સંબંધી’, ‘નીતિ સંબંધી', “નામાંકિત મનુષ્યો સંબંધી’, ‘સંસારની વિચિત્રતા', ‘ઈશ્વરજ્ઞાન અને ભકિત', ‘હિંદી કાવ્યો', ‘પારસી શૈલીનાં કાવ્યો વગેરે શીર્ષક હેઠળ કુલ ૧૬૮ જેટલી રચનાઓ સમાવી છે. આ કવિની રચનાઓમાં સુધારક, વિચારક અને નીતિવાદી છાયાઓ જોવાય છે. પ્રારંભમાં શામળ અને દલપતરામની ભાષાને ભાસ, છતાં પછીથી શિષ્ટ ગુજરાતીની પ્રૌઢિ એમની રચનાઓમાં પ્રગટેલી. સંસારસુધારો અને દેશભકિત એમનાં ઘણાંખરાં કાવ્યનાં મૂળ છે. ચંટો. મલયાનિલ: જુઓ, મહેતા કંચનલાલ વાસુદેવ. મલિક મુહમ્મદ : કાવ્યસંગ્રહ “લતા ' (૧૯)ના કર્તા. નિ.વા. મણૂદાસ : પદ્યસંગ્રહ ભકિતપ્રકાશ' (૧૯૨૮)ના કર્તા. નિ.વા. મલિક ગુરુદયાળ (૧૮૯૭, ૧૯૭૦): કવિવર રવીન્દ્રનાથ, દીનબંધુ ઍન્ડ છે અને ગાંધીજીના અંતેવાસી. માતૃભાષાનું પૂરતું જ્ઞાન, ઉપરાંત અંગ્રેજી, હિંદી, બંગાળી, ગુજરાતી અને મરાઠીના જાણકાર, અપરિગ્રહી અને શાંતિના ચાહક, શિક્ષક. કેન્સરથી અવસાન. બાપયોગી પ્રસંગકથઓના સંગ્રહ ‘ગાંધીજી સાથે જીવનયાત્રા’ એમના નામે છે. થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર, આ અરસામાં એમને કાકાસાહેબ કાલેલકર મારફતે, આશ્રમમાં કેદારનાથજીને પરિચય થયો. એમની સાથેની ચર્ચાવિચારણાનોના પરિપાકરૂપે, સાંપ્રદાયિક શ્રદ્ધાઓ કે પરંપરાપ્રાપ્ત માન્યતાઓને વિવેકદૃષ્ટિથી, શાંત અને સ્થિર ચિત્ત ચકાસી, તેમાંથી જીવનેન્ક સાધક સત્યનું જ ગ્રહણ કરવાની આત્મશકિતને ઉદય થયે. જીવનના અને અધ્યાત્મના પ્રશ્નોને જોવાની, સમજવાની અને ઉકેલવાની એમની દૃષ્ટિમાં આથી આમૂલ પરિવર્તન આવ્યું. ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી ગાંધી સેવા સંઘના પ્રમુખ. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતાં ૧૯૩૦, ૧૯૩૨ તથા ૧૯૪૨ માં વધતાઓછા પ્રમાણમાં કારાવાસ. ૧૯૪૬ થી જીવનપર્યત “હરિજન” પત્રના તંત્રી. એમની લેખનપ્રવૃત્તિનો ગંભીરતાપૂર્વકનો પ્રારંભ, પોતાના મંથનકાળમાંથી બહાર આવ્યા ત્યારપછી એટલે કે ૧૯૨૨ પછીથી થયો છે. કેળવણીવિષયક ચિંતન, ગાંધીજીના વિચારોની સમજતી, વૈયકિતક અને સામાજિક અભ્યદય માટેનું દિશાસૂચન તથા યોગ, સાધના, અવતાર, ઈશ્વર વગેરે અંગે વિવેકપૂત, તર્કશુદ્ધ, વિશદ અને નિખાલસ રજૂઆત–આ બાબતને એમના લેખનમાં વધુ ઝોક રહ્યો છે. તેઓ સત્ય અને અસત્યની, શ્રેયસ્ અને અશ્રેય ની સૂક્ષ્મ વિવેકદૃષ્ટિએ જીવનને અવલોકતા રહ્યા છે, તેને નિબંધરૂપે પ્રગટ કરતા રહ્યા છે, પરિણામે એક શાંત, સ્વચ્છ, નિર્દભ, લોકહિતૈષી નિબંધકાર તરીકે બહાર આવ્યા છે. એમની ગદ્યશૈલી શીલસમૃદ્ધ છતાં સરલ, પારદર્શક અને જોમવતી છે. રામ અને કૃષ્ણ' (૧૯૨૩), ‘ઈશુખ્રિસ્ત’(૧૯૨૫), ‘બુદ્ધ અને મહાવીર' (૧૯૨૬), ‘સહજાનંદ સ્વામી' (૧૯૨૬) વગેરે ચરિત્રાત્મક નિબંધોમાં એમણે અવતાર લેખાતા જે તે મહાપુરુષના માનવીય ગુણોનું પ્રતીતિક્ર આલેખન કર્યું છે. સાધક ને ચિંતક તરીકેની એમની સીમાસ્તંભરૂપ, યાદગાર અભિવ્યકિત ‘જીવનશોધન' (૧૯૨૯) તથા સમૂળી ક્રાંતિ' (૧૯૪૮) -માં જોવા મળે છે. ગાંધીવિચારદોહન' (૧૯૩૨), ‘અહિંસાવિવેચન’ (૧૯૪૨), ‘ગાંધીજી અને સામ્યવાદ' (૧૯૫૧) વગેરેમાં ગાંધીવિચારના ભાષ્યકાર તરીકેના એમના સામર્થ્યનાં દર્શન થાય છે. કેળવણીકાર તરીકેની એમની સૂક્ષ્મ તેમ જ મૌલિક દૃષ્ટિને પરિચય કેળવણીના પાયા(૧૯૨૫), ‘કેળવણીવિવેક' (૧૯૪૯) અને ‘કેળવણીવિકાસ' (૧૯૫૦) એ ગ્રંથત્રિપુટીમાં થાય છે. ઔદ્યોગિક સમાજમાં વિસંવાદી લાગે તેવા વિચારો દર્શાવતું ‘સ્ત્રીપુરુષમર્યાદા' (૧૯૩૭) ઉપરાંત ગાંધીવાદીઓ પરના કટાક્ષલેખને સંઘરનું ‘કાગડાની આંખે' (૧૯૪૭), ક્રાંતિકારી વિચારણા પ્રગટ કરતું અને પ્રચલિત વિચારોમાં રહેલા દોષોને ખુલ્લા પાડનું “સંસાર અને ધર્મ' (૧૯૪૮) એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. ખલિલ જિબ્રાનકૃત ‘ધ પ્રેફેટ’, તેલયકૃત 'ધ લાઇટ શાઇન્સ ઇન ડાર્કનેસ', મેરિસ મૅટરલિંકકૃત “ધ લાઇફ ઓવ ધ વ્હાઇટ એ” અને પેરી બર્જેસકૃત હું વૅક ઍલેન ગ્રંથોનાં અનુક્રમે ‘વિદાયવેળાએ' (૧૯૩૫), ‘તિમિરમાં પ્રભા' (૧૯૩૬), 'ઊધઈનું જીવન' (૧૯૪૦) અને માનવી ખંડિયેરો' (૧૯૪૬) નામે એમણે મહારજી માણેકલાલ જમનાદાસ : સવિચાર અને મનુષ્યના મનને અનુક્રમે ગુરુ-શિષ્ય રૂપે સ્વીકારીને રચેલો સંવાદ ‘શાંતિસુધારસ' (૧૮૮૦)ના કર્તા. ૨.ર.દ. મશરૂવાળા ઈશ્વરદાસ ઇચ્છારામ : પાણીપતના યુદ્ધને વિષય બનાવતી ઐતિહાસિક નવલકથા “પેશવાઈની પડતીને પ્રસ્તાવ (૧૯૦૮) તેમ જ અન્ય નવલકથા “કલેઆમ' (૧૯૧૧)ના કર્તા. કૌ.બ્ર. મશરૂવાળા કિશોરલાલ ઘનશ્યામલાલ (૫-૧૦-૧૮૯૦, ૯-૯-૧૯૫૨): ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં. મૂળ વતન સુરત. પ્રાથમિક શિક્ષણને પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં. આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માશી પાસે જઈ રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ. ત્યાં હિંદી તથા ઉદૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. ૧૯૧૩માં એલએલ.બી. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭થી ૧૯૧૯ સુધી શિક્ષક. ગાંધીજીએ ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy