________________
મરમ-મર્ઝબાન ફિરોજશાહ જહાંગીર
પણ એ મરણને ઉત્કટ સંવિત્તિ ધરાવતા નાયકની ચેતના દ્વારા રૂપ આપવામાં આવ્યું છે.
શિ.પં. મરમ : કથાકૃતિ “અદેખાઈની આફતના કર્તા.
નિ.. મરીચિ: જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ. મરીઝ: જુઓ, વાસી અબ્બાસ અબ્દુલઅલી. મર્ચન્ટ એચ. જી. : કથાકૃતિઓ ‘વસંતસેના' (૧૮૮૯), ‘વીરવિજય', "મહાકાળીની મૂર્તિ ને તેના ભેગ’, ‘રાજા ભોજ અને કવિ કાલિદાસ તથા શબ્દકોશ ‘ન્યૂ પોકેટ ગુજરાતી-અંગ્રેજી ડિકશનરી’ (બંગાળી એલ. એમ. સાથે, ૧૮૯૯) અને સંસ્કૃત-ગુજરાતી ડિક્શનરી' (૧૮૯૫)ના કર્તા.
નિ.વા. મર્ચન્ટ એન. પી. : બેધક વાર્તાઓ ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ યાને લુચ્ચે લાડુભટ્ટ (૧૮૮૫) અને શેરને માથે સવા શેર અથવા ઠગદાસની ઠગાઈ યાને ચોરનો ભાઈ ઘંટીચોર’ (૧૮૮૭)ના કર્તા.
નિ.. મર્ચન્ટ રમણીકાન્ત ગુલાબચંદ : ચરિત્રલક્ષી કૃતિ 'મહાસતી સુભદ્રા (૧૯૫૯)ના કર્તા.
નિ.. મર્ચન્ટ રોશનઅલી આહમદભાઈ, “રોશન' (૧૧-૧૧-૧૯૪૨): કવિ. જન્મ મુંબઈમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પ્રિન્સ અલીખાન હૉસ્પિટલ, મુંબઈમાં ઍસ્ટેટ સુપરવાઇઝર. એમની પાસેથી કાવ્યસંગ્રહ “રોશની' (૧૯૬૮) મળ્યો છે.
નિ.. મર્ચન્ટ સી. ડી. : બાળનાટયકૃતિ ‘સત્યનો ભીના કર્તા.
નિ.વો. મર્ઝબાન અદી ફિરોઝશાહ(૧૭-૮-૧૯૧૪, ૨૬-૨-૧૯૮૭) : નાટયકાર. જન્મ મુંબઈમાં. ૧૯૨૬માં ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સાહિત્ય સાથે બી.એ. ૧૯૩૬ થી “જામ-એ-જમશેદ', જેમ વીકલી’ અને ‘ગપસપ’ માસિકના તંત્રી. ૧૯૪૭થી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર અંગ્રેજી-ગુજરાતી નાટકોના સ્ટાફ પ્રોડયુસર. ૧૯૫૩માં નાટયતાલીમ માટે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ યુનેસ્કો)ની સ્કૉલરશિપ. ૧૯૬૪માં પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં સંગીત નાટક અકાદમીને તખ્તાના શ્રેષ્ઠ દિગ્દર્શક માટેને ઍવોર્ડ. કેન્સરથી મુંબઈમાં અવસાન.
એમણે તોફાની ટોળકી’, ‘પિરોજાભવન', કાતરિયું ગેપ', માથે પડેલા મફતલાલ’, ‘બરી કે બલા?”, “ઘરડી ઘોડી લાલ લગામ જેવાં પંચાવન જેટલાં નાટકો લખ્યાં છે અને દિગ્દર્શિત કર્યા છે. અનેક અંગ્રેજી નાટકોનું પણ એમણે દિગ્દર્શિન કર્યું છે. એમણે આકાશવાણી પરથી મોટી સંખ્યામાં રેડિયોરૂપકો અને ટી. વી. પરથી
“આવો મારી સાથે” જેવી નિયમિત લેકપ્રિય શ્રેણી આપ્યાં છે.
ચંટો. મર્ઝબાન કેકોબાદ બહેરામજી: મુંબઈમાં મુદ્રકને વ્યવસાય. જાણીતા સુધારક. એમણે જીવનચરિત્ર ફરદુનજી મર્ઝબાનજી (૧૮૯૮) આપ્યું છે.
નિ.વે. મર્ઝબાન જહાંગીર બહેરામજી, બાબા આદમ' (૨-૯-૧૮૪૮, ૫-૨-૧૯૨૮) : હાસ્યકાર, નવલકથાકાર. પહેલાં ‘ટાઇમ્સ ઑવ ઇન્ડિયા’ સાથે સંલગ્ન, પછી ‘નૂરે ઈલ્મમાસિકના તંત્રી. ત્યારબાદ ‘રાસ્ત ગોફતાર'ના તંત્રી. ૧૮૮૭થી જામે જમશેદમાં અને એના વિકાસમાં મહત્ત્વને ફાળે. બે વાર ઈંગ્લેન્ડને પ્રવાસ.
અંગ્રેજી નવલકથાઓને આધારે હાસ્યરસને અનુલક્ષીને લખાયેલી એમની નવલકથાઓ અશ્લીલ બન્યા વગર મુખ્યત્વે પારસી સમાજનાં અનિષ્ટોને ચીંધે છે. “ભુલભુલામરી' (૧૮૯૦), ‘આદાની સુંઠ' (૧૮૯૪), “ઘેરના ઘેલા ને બહારના ડાહ્યા' (૧૮૯૭), ધણી કે ઢોર (૧૯૦૦), “મુશકીલ આસાન' (૧૯૧૫), ‘માં કી થવીત્રી’ (૧૯૧૬), ‘ચોરીયામાર' (૧૯૨૦) વગેરે એમની નવલકથાઓ છે. ‘મોદીખાનેથી માર્સેલ્સ' (૧૯૦૬) અને ‘વેલાતનું ગાયું દાસ્તાન (૧૯૧૫) એમનાં પ્રવાસપુસ્તકો છે. “અક્કલના સમુદર' (૧૮૯૦) એ પિકવીક પેસર્સને અનુવાદ છે.
ચંટો. મર્ઝબાન ફરદુનજી (૧૭૮૭, ૨૩-૩-૧૮૪૭) : કવિ, અનુવાદક. જન્મ સુરતમાં. મોફતી જહાહાદ્દીન બીન નસરોલ્લા નામના ઉસ્તાદ પાસે ફારસી અને એક પંડિત પાસે સંસ્કૃતને અભ્યાસ. ૧૭૯૯માં ગૃહત્યાગ. ત્યારબાદ મુંબઈ પહોંચવાની તક. મુંબઈના પ્રખ્યાત દસ્તુર મુલ્લાફિરોઝ પાસે જીવનઘડતર. ૧૮૦૮ માં બુકબાઇન્ડિગનું કામ. ૧૮૧૨માં મુંબઈ કોટવિરતારમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનાને પ્રારંભ. ગુજરાતી મુદ્રણના જનક ગણાયા. ૧૮૨૨માં મુંબઈના સમાચાર સાતવારિયાની શરૂઆત. પછી ૧૮૩૨થી એને દનિક બનાવ્યું. દમણમાં લિવરના દર્દથી અવસાન.
‘દબેસ્તાન (૧૮૧૫) મુંબઈમાં થયેલા એમના પહેલા વર્નાક્યુલર પ્રેસમાં ૧૮૧૪માં છપાયેલા સંવત ૧૮૭૧ના ગુજરાતી પંચાંગ પછી છપાયેલું ફારસી તરજુમાનું એમનું આ બીજું પુસ્તક છે. એમણે “ખોદે અવેસ્તા' (૧૮૧૭)ને પણ તરજુમે આપ્યો છે. ‘વેલેસ્તાનનો તરજુમે' (૧૮૩૮) અને “અદલે કવિને તરજુમો' (૧૮૪૧) પણ એમના નામે છે. “મખતેશર-શાહનામું (૧૮૪૩) એમને ફિરદોસી તુસીના શાહનામાને તરજુમો છે. એમણે કામાવતી વાર્તા, ‘નંદબત્રીસી વાર્તા”, “ગુલે બકાવલીની વાત પઘમાં આપી છે.
ચં.ટો. મર્ઝબાન ફિરોઝશાહ જહાંગીર, પીજામ' (૬-૫-૧૮૭૬, ૧૧-૪-૧૯૩૩): નવલકથાકાર, નાટકકાર. મુંબઈની ન્યૂ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૮૯૯માં એમ.એ. થઈ લખવાની કારકિર્દી
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org