SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યસ્થ -મનહરસિંહ મધ્યસ્થ : જુઓ, ધ્રુવ આનંદશંકર બાપુભાઈ. મધ્યાહન (૧૯૫૮): કરસનદાસ માણેકને કાવ્યસંગ્રહ. હળવાશનો સૂર અને લયસબ ઉપરાંત તળપદા શબ્દો સાથે સંસ્કૃત-ફારસીને સમન્વય આ સંગ્રહની રચનાઓને જદ કલેવર આપે છે. ‘મને એ જ સમજાતું નથી', “શુંબને ખંડણીમાં જેવાં કાવ્યો નોંધપાત્ર છે. ચંટો. મધ્યાહનનું કાવ્ય : ઉપયોગિતાથી દૂર હટી, તડકાને વિવિધ સ્તરે સૌન્દર્યમૂલક આસ્વાદ આપતે, અત્યંત નિજી સંવેદનાવાળા કાકા કાલેલકરને લલિતનિબંધ. ચંટો. મન બગડે એ પહેલાં: યંતી દલાલનું એકાંકી. શહેરના રોગચાળાના નમૂનાઓની તપાસને દબાવી દેવા માટે મુખ્યાધિકારી અને નગરપતિ દ્વારા થયેલાં દબાણોની વચ્ચે રુશવત સામે અણનમ રહતા પ્રયોગશાળાના નિયામકનું નાટયવસ્તુ અહીં કેન્દ્રમાં છે. ચં.ટો. મનચંગા: જુઓ, દલાલ જયંતી ઘેલાભાઈ. મનચેરજી જમશેદજી: “એસકી બાનુ તથા એસકી ધણીને ગરબ’ (૧૮૮૦)ના કર્તા. ૨.ર.દ. મનને મહિમા : સર્વ માનવોને સંબંધ એક મનરૂપી તંતુથી વણાયેલ છે એવી મહત્તાને ઉપસાવતો રસિકલાલ છો. પરીખનો ચિંતનાત્મક નિબંધ. ચં.ટો. મનવંત: પદ્યકૃતિ ‘વરાજપુખ્ય' (૧૯૨૪)ના કર્તા. ૨.ર.દ. મનસુખ: જુઓ, લંગડાના મંચેરજી કાવસજી. મનસ્વિની : ધીરુબેન પટેલની ટૂંકીવાર્તા. અહીં પોતાની આકર્ષકતાને કારણે અનાકર્ષક મોટીબહેન આશાનું લગ્ન ગોઠવાતું નહોતું એ કારણે છાત્રાલયમાં રહેવા ચાલી જતી સુવર્ણાનું મને ગત માતાના કટાક્ષ સામે વાર્તાને અંતે વ્યંજક રીતે મુકાયું છે. ચં. મનાણી હરિલાલ જીવણલાલ, દીપક' (૧૧-૬-૧૯૩૧) : બાળ સાહિત્યકાર. જન્મ ભીમકટ્ટામાં. ડી.એ.એસ.એફ. જીવનદીપ કિલનિક, સિદ્ધપુરમાં જનરલ મેડિકલ પ્રેકિટશનર, ‘બાલ પાંખડી' (૧૯૫૨), 'દીપક ગરબાવલી'- ભા. ૧-૩ (૧૯૫૧-૫૫), ‘શકિત દીપકમાલા' (૧૯૬૦) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. રાંટો. મનીરામ: પદ્યકૃતિ “તુરાના દિલ પસંદ ખેલ' (૧૮૭૮)ના કર્તા. નિ.વા. મને કેમ ના વા?: નગર વચ્ચે વસેલા ગ્રામવાસીના અતીતઃ રાગને અને વિચ્છેદને વેદનાપૂર્ણ રીતે વ્યકત કરતું રધુવીર ચૌધરીનું દીર્ઘકાવ્ય. ચં.ટ. મને થતું : અનાકર્ષક પત્નીના માતૃસ્વરૂપથી આકર્ષાતા પતિના મનોભાવને આલેખતું જયન્ત પાઠકનું સોનેટ. એ.ટો. મને મુકુર-ગ્રંથ ૧, ૨, ૩, ૪ (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮) : નરસિંહરાવ દિવેટિયાના ગદ્યલખાણોના સંગ્રહો. વિવેચન, રસચર્ચા વગેરેના આ બુદ્ધિપરાયણ લેખોમાં એમના વ્યકિતત્વનું પ્રતિબિંબ જોઈ શકાય છે. વિસ્તારપૂર્વકની વિષયમાંડણી અને ઝીણું પૃથક્કરણ એમની શકિત અને મર્યાદા છે. ગ્રંથ ૧માં ગ્રંથાવલોકન, કલાતત્ત્વાન્વેષણ, જીવનદર્શન, ધર્મ અને તત્ત્વદર્શન, હાસ્ય, વ્યાકરણ અને ભાષા સંબંધી લેખો છે; એમાં “અસત્ય ભાવારોપણ” તેમ જ ‘ગુજરાતી કવિતા અને સંગીત’ જેવા લેખે મહત્ત્વના છે. ગ્રંથ:૨માં ‘જ્યાજયન્ત’નું અવલોકન નોંધપાત્ર છે. ગ્રંથ:૩માં ગુજરાતને નાથ’નું વિવરણ તેમ જ “ફૂલડાંકટોરી'નું અર્થઘટન ઘોતક છે. ‘કાવ્યની શરીરઘટના” પરનો લેખ કીમતી છે. ગ્રંથ:૪માં “કવિતા અને સંગીત” તથા “રમણભાઈ કવિ” એ લેખો ધ્યાનપાત્ર છે. બુદ્ધિપૂત વિશદ ચર્ચા આ લખાણોનું વ્યાવર્તક લક્ષણ છે. ચં.ટો. મરદા: પન્નાલાલ પટેલને સાહિત્યમાં પ્રવેશ આપતી એમની લઘુનવલ ‘વળામણાંમાં પરિણીત યુવતી ઝમકુને વાત્સલ્યથી બચાવી એને સુખી કરતા મુખીનું પાત્ર. ચિ.ટો. મરદાસ રણછોડદાસ : પદ્યકૃતિ “વિદ્યાહક નિબંધ' (૧૮૬૫)ના કર્તા. નિવે. મનેરમા : નવલકથા મનોરમા અથવા એક જીવનચરિત્રનું શુદ્ધ સ્વરૂપ' (૧૯૧૨)નાં કર્તા. નિ.વી. મનેવિહાર (૧૯૫૬): રામનારાયણ વિ. પાઠકને નિબંધસંગ્રહ. આ નિબંધોને વિવિધ રસના વિષયો પરના મનનવિહાર તરીકે ઓળખાવાયા છે. એમાં કેટલાક ટૂંકા નિબંધે છે, કેટલાક સંશેધનાત્મક વિસ્તૃત લેખે છે; કેટલાક પત્રરૂપે છે, કેટલાક નિરીક્ષણચિતનરૂપે છે, તો કેટલાક વાર્તાલાપરૂપે છે. આ લેખે જીવનની વિવિધ દૃષ્ટિથી સંપન્ન છે. ગાંધીયુગના ચિંતનની અહીં સૌમ્ય-સાદી શૈલીમાં ઠેરઠેર પ્રતીતિ થયા વગર રહેતી નથી. ચં.ટો. મનેહરવિજય: કથાકૃતિ “ભીમકુમારનું ભુજબળ' (૧૯૨૫) અને સુંદર રાજાની સુંદર ભાવનાના કર્તા. - નિ.વા. મનેહરસિંહ: કથાકૃતિ પૂર્વજન્મની હકીકત' (૧૯૨૬) ના કર્તા. નિ.. ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy