SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ મઢડાકર – મણિયાર લાભુબા છે. ‘કોક અમેરિકન વાર્તાઓ' અને 'કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકાર ની કૃતિઓના અનુવાદના સંગ્રહો છે; તો. ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ” એ એમણે કરેલા નાટયાનુવાદો છે. બ.જા. મઢડાકર: જુઓ, પંડયા નાગરદાસ રેવાશંકર, મણકીવાળા રણછોડલાલ ગિરધરલાલ: “નામ તેનો નાશ યાને કાળચકની ગતિ તથા ‘આબુ પ્રવાસવર્ણન' (૧૯૦૮) ના કર્તા. મણિકાન્ત : જુઓ, પંડ્યા શંકરલાલ મગનલાલ. મણિભાઈ જશભાઈ : જુઓ, મહતા મણિભાઈ જશભાઈ. મણિભાઈ ત્રિભોવનદાસ : “કવિતાસંગ્રહ' (૧૮૯૮)ના કર્તા. મણિમય સંથી : માથાની સંથી અને ભવાટવીની પગથીને એકાકાર કરીને ચલતી , નાલાલની વિવિધ ઈદ અખત્યાર કરતી કાવ્ય રચના. એ.ટી. મણિયાર અવિનાશ : પરંપરિત ધાટીની ચૌદ વાર્તાઓના સંગ્રહ ‘લક્ષમણરેખા' (૧૯૭૨) ના કર્તા. મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ (૨૪-૧-૧૯૨૭, ૨૫-૬-૧૯૭૬) : કવિ. જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીનો અભ્યાસ. પોતાના જાતિગત વ્યવસાયની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્ચિમ પારિતોષિક. અમદાવાદમાં અવસાન. ‘કુમાર’ની બુધસભામાં મકરન્દ્ર-નિરંજન આદિ કવિમિત્રના રસંપકે એમની કાવ્યભાવના કેળવાઈ અને કાવ્યસંગ્રહ 'પ્રતીક' (૧૯૫૩) પ્રગટ થયો. એમાં વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે, તેમ માત્રામેળ છંદોનું અભ્યસ્ત સ્વરૂપ કથયિતવ્યને અનુરૂપ ખીલવવાની ફાવટ પણ અસાધારણ છે. માયૌવનેમિને છાક એમનાં લયમધુર ગીતમાં તરવરે છે, તે ઊમિરસિત વિચારરમણા એમની કૃતિઓનું મુખ્ય લક્ષણ બની રહે છે. પ્રતીક'નું બળકટ અંગ છે માનવવાદથી અનુપ્રાણિત થયેલી યથાર્થલક્ષી રચનાઓ. એક ગાય” આનું ઉત્તમ ઉદાહરણ છે. સેળ રચનાઓ ધરાવતા સંગ્રહ “અશબ્દ રાત્રિ'(૧૯૫૯) કાવ્યબાની અને કાવ્યવિષયની દૃષ્ટિએ સર્વથા નવીન છે. 'પ્રતીક'ની જેમ ‘અશબ્દ રાત્રિમાં પણ કવિની ઉત્કટ સંવેદનશકિત અને વિલક્ષણ કલ્પનકળને ઉત્તમ સમન્વય થયેલો જોવા મળે છે. સ્પર્શ' (૧૯૬૬)માં સંગૃહીત રચનાઓમાં અડધા ઉપરાંતની સંખ્યા ગીતની છે. ‘ઉચાટ’, ‘સાંજ સમાને દીપ’ ઉપરાંત વ્રજભૂમિની કૃષ્ણવ્યાપી ભાવલીલા પ્રકટ કરતાં ગીતામાં કાવ્યત્વની પરાકાષ્ઠા જોવાય છે. એમાંની છંદોબદ્ધ રચનાઓ પણ સરસ છે. 'કયાં?’ અને ‘નદીકાંઠે હાથ’ વિલક્ષણ કૃતિઓ છે. “સમીપ' (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ જૂજ છે અને અહીં ગદ્યકાવ્યો પહેલીવાર આવે છે. કવિના અમેરિકાપ્રવાસના ફલરૂપ કાવ્યોનો સંગ્રહ 'પ્રબલ ગતિ' (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. ‘એ લેકો' ઉત્તમ ગદ્યકાવ્ય છે. સામાજિક વિષમતાઓને લક્ષ્ય કરતો પ્રબળ લાગણી પ્રસફોટ અહીં છે. ‘વ્યોમલિપિ” અને “લીલેરો ઢાળ' એમનાં મરણોત્તર પ્રકાશનો (૧૯૭૯) છે. આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદને ‘વ્યોમલિપિ'નાં કાવ્યોમાં ગૂંથાયાં છે, તે લીલેરો ઢાળ” સવંત લયમધુર ગીતરચનાઓથી સમૃદ્ધ છે. ન.રા. મણિયાર બાલુભાઈ કહાનદાસ : નવલકથા “દુ:ખીયારી મુકતા યાને બાળલગ્નની કહાણી - ભા. ૧ (૧૮૯૯), નાટક ‘હમ્મીરરાજ ચૌહાણ તથા પદ્યકૃતિઓ ‘તખેશા તવારીખ યાને મહારાજવિરહ અથવા પ્રિન્સ તખતસિંહને ઇતિહાસ' (૧૮૯૬)અને રોળા, દોહરા, વસંતતિલકામાં રચિત ‘આર્યાવર્તની અવદશા' (૧૮૯૫) ના કર્તા. મણિયાર ઉમેદભાઈ મેતીચંદ (૨૩-૪-૧૯૦૯, ૨૪-૫ ૧૯૮૫): વાર્તાકાર, ચરિત્રલેખક. જન્મ જામનગર (સૌરાષ્ટ્ર)માં. ૧૯૩૩ માં બી.એ. ૧૯૩૬ માં એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. ૧૯૩૬ થી ૧૯૭૪ સુધી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં અધ્યાપન. એમણ વાર્તાસંગ્રહ ‘પાંખ વિનાનાં' (૧૯૪૫) તથા પરિચય પુસ્તિકા જયોર્જ બર્નાર્ડ શઉપરાંત અંગ્રેજીમાં “ધ ઈન્ફલ્યુઅન્સ ઓવ ઇગ્લિશ ઑન ગુજરાતી પોએટ્રી' (૧૯૬૩) તથા 'ન્હાનાલાલ (૧૯૭૭) જેવી પુસ્તિકાઓ પણ આપી છે. મણિયાર કેશવલાલ ભીખાભાઈ : પદ્યકૃતિ ‘જગતલીલા' (૧૯૩૮) -ના કર્તા. મણિયાર ગેપાળદાસ છોટાલાલ : પદ્યકૃતિ ‘શ્રી વૃજભૂષણલાલજી’ (૧૯૨૪)ના કર્તા. ૨.ર.દ. મણિયાર ગેરધનદાસ અમીચંદ : આત્મચરિત્ર ‘જીવનવૃત્તાંત' (૧૯૬૩)ના કર્તા. મણિયાર રહમતુલ્લાહ અબ્દુર્રહમાન, ‘અમીન’: રસપ્રદ શૈલીમાં લિખાયેલી ચરિત્રપુસ્તિકા ‘શિવાજી અને સંગઠનીઓ' (બી. આ. ૧૯૨૭) અને ઈસ્લામમાં પૂજયુ લેખાતાં ખલીફાબાનુ ખુદીજા (ર. અ.)નું અનૂદિત જીવનચરિત્ર ‘અલ-કુબરા' (૧૯૩૫)ના કર્તા. મણિયાર ચુનીલાલ પંજારામ : સામાજિક નવલકથાઓ ‘માલતી’ (૧૯૦૧), ‘જર કે ઝેર” તથા “સત્યસિંહ અથવા સુખદુ:ખની સંજ્ઞા' (૧૯૧૫) ના કર્તા. ૨૨.દ. મણિયાર લાભુબા : પદ્યકૃતિઓને સંગ્રહ ‘ભજનપુષ્પાવલી ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy