SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ મણિલાલ હરિનારાયણ– ભટ્ટ મણિશંકર રત્નજી મેઘદૂતના અનુકરણમાં લખાયેલું એમનું પ્રથમ ખંડકાવ્ય તથા દૂતકાવ્ય “ નિલદૂત' (૧૮૯૮) અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં સંસ્કૃતિરીતિની ભાષા, શૈલી, ચિત્રાત્મકતા અને સુંદર અલંકારજનાને કારણે નોંધપાત્ર બન્યું છે. કાવ્યસંગ્રહ ‘કાવ્યપીયૂષ' (૧૯૧૧)માં પુરાણકથાઓના પ્રસંગે, સંસ્કૃત શ્લેકોનાં અનુકરણે, ભાષાંતરી તથા કેટલાંક ગીતે છે. “સીમાન્તની આખ્યાન' (૧૯૧૩)માં સેમપ્રદોષની વાર્તાને વૃત્તબદ્ધ કરેલી. છે. ‘ઋતુવર્ણન' (૧૮૮૯) પણ એમનું ઉલ્લેખનીય કાવ્ય છે. એમની પાસેથી ઐતિહાસિક વાર્તાઓ ‘ગુજરતની જૂની વાર્તાઓ' (૧૮૯૩-૯૪), 'પૃથ્વીરાજ ચૌહાણ ને ચંદ બરદાયી’ (૧૮૯૭) અને અનૂદિત કૃતિ ‘ઝાંસીની રાણી' (૧૮૯૮) તથા સામાજિક નવલકથાઓ ‘રતિસુંદરી' (૧૯૦૦), ‘મુંબાઈની શેઠાણી ગુર્જરી' (૧૯૧૫) તેમ જ “મેડમ કે મધુરી' (૧૯૨૦) મળી છે. ‘મૃગાવતી’ (૧૯૮૬) અને “સીતાહરણ' (૧૮૧૯) એમનાં અપૂર્ણ નાટકો છે. “આત્મપુરાણ' (૧૯૮૭), ‘વિષJપુરાણ' (૧૯૧૨), અષ્ટાવક્રગીતા' (૧૯૨૯), 'વૃદ્ધ ચાણક’ એમનાં સંસ્કૃતમાંથી કરેલાં ભાષાંતરો છે; તે ‘બર્નિયરને પ્રવાસ' (૧૮૯૮), ‘શહેનશાહબાનુ મેરી' (૧૯૧૧) અને ‘લેર્ડ લોરેન્સ” અંગ્રેજીમાંથી કરેલા અનુવાદો છે. સ્ત્રીઓ માટે ઉપયોગી એવાં ‘પતિવ્રતા સતીઓ' (૧©૬), ‘સુંદર બહેન' (૧૯૮૬), સ્ત્રીઓની રંગભૂમિ' (૧૯૧૮) વગેરે પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિ.વી. ભટ્ટ મણિલાલ હરિનારાયણ : ‘કુસુમચંદ્ર આખ્યાન' (૧૮૮૯)ના કર્તા. | નિ.વા. ભટ્ટ મણિશંકર નાગેશ્વર : પદ્યકૃતિ “સાવિત્રીચરિત્ર' (૧૯૨૩)ના કર્તા. રહ્યા, 11 દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહાત અને થિયોસે ફીના રહસ્યવાદથી તેઓ ! પૂર્વે પ્રબળપણ :કર્યાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભકિતની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણાની અનુભૂતિ સાથે, ૧૮૯૮ માં લગ્નનેહની દિવ્યતા પ્રબોધતા તથા વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮ માં નેગેમણે ખ્રિસ્તી ધર્મને કરેલો. સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલે જાહર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત થવાથી કરેલા પ્રાયશ્ચિત પછીયે જિંદગીભરનો હૃદયધર્મ બની રહ્યો. ૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે બ્રેિર-તી ધર્મ-સ્વીકારને કારણ થયેલા ચેડા વિક્ષેપ સાથે ભાવનગર રાજયમાં બધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ફિમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં રોમનું અવસાન થયું. સાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્ત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિક્સની આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. 'પૂર્વાલાપ' (૧૯૨૩) માં એમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા.વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યા નુપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથમાં કાનના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વ થી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં વૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તે વિશષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકુલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ છટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતા અનુભવાય છે. સૌન્દર્યતત્ત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય છે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના, પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગે પાર ઉદ્ભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતે, વડોદરાના કલાભવનમાં ‘શિક્ષણને ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીને બેજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાને સંભવ છે. કાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય” એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયને આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભ વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને તવૈવિધ્યથી સિદ્ધ કરેલું મરમ કાવ્ય નિ.વા. ભટ્ટ મણિશંકર રત્નજી, 'કાન્ત' (૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩) : કવિ, નાટયકાર. જન્મ ચાવંડ (જિ. અમરેલી)માં. પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતે, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસને ફાળે હોવાનો સંભવ છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૅજિક અને ઍરલ ફિફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્ન એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં છેડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે ૪૧૮: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy