SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ બાપાલાલ વેણીરામ – ભટ્ટ મણિલાલ છબારામ ભટ્ટ બાપાલાલ વેણીશમ : પદ્યકૃતિઓ ‘મેઘ માટે ઈશ્વરસ્તુતિ' (૧૮૯૮) અને ‘નરસિહ મહેતાના બાપનું શ્રાદ્ધ' (૧૯૦૩) તથા નવલકથા ‘શાન્તાવિય' (૧૯૧૮) તેમ જ ‘અમરચરિત્ર'- ભા. ૧ થી ૪ (૧૯૨૨-૧૯૨૪) ના કર્તા. નિ.. ભટ્ટ બાલકૃષ્ણ: ગીતરાં ગ્રહ ‘ગીતરજની' (૧૯૪૦) અને રાસસંગ્રહ ‘રાસકલિકા' (૧૯૪૨)ના કર્તા. નિ.વો. ભટ્ટ બાલકૃષ્ણ ભાઈશંકર, ‘પુનિત મહારાજ (૧૯-૫-૧૯૦૮, ૨૭-૭-૧૯૧૨) : કવિ. જન્મ જૂનાગઢમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. તૈયબ ઍન્ડ કંપનીમાં ટાઇપિસ્ટ. ત્યારબાદ ધર્મ અને સંસ્કૃતિવિષયક લે કોપયોગી કલ્યાણપ્રવૃત્તિ. ‘જનકલ્યાણના સ્થાપક તંત્રી. એમણે ‘ભકિતઝરણાં(૧૯૩૬), પુનિત રામાયણ’(૧૯૬૫), ‘નવધાભકિત'-ભા. ૧ થી ૨૨ (૧૯૮૦-૧૯૮૨) તેમ જ અન્ય અનેક ધાર્મિક પુસ્તકો આપ્યાં છે. ર.ટી. ભટ્ટ બાલાશંકર જગજીવન ('૫૮૬૧) : કવિ. જન્મ વેળા તાલુકાના હડમતિયા ગામમાં. એમની પાસેથી પદ્યકૃતિઓ “અફીણ ગુણદોષદર્શક' (૧૮૯૪) અને ‘વખત બાવની' મળી છે. નિ.વ. ભટ્ટ ભગવત રામચંદ્ર : વાર્તાસંગ્રહ ‘દિલ’, ‘ઇનવારણ અને ઇતર વાતે' (૧૯૫૪) તથા ‘મીણનાં મોતી' (૧૯૭૩) તેમ જ હળવા નિબંધ સંગ્રહ છૂટે દુપટ્ટ'(૧૯૫૭)ના કર્તા. નિ.વા. ભટ્ટ ભગવાન શિવશંકર : કાવ્યસંગ્રહ ‘કાવ્યવિલાસ' (૧૯૮૬) તથા ‘ગુજરાતી વ્યાકરણનાં મૂળ તત્ત્વો' (૧૮૯૧)ના કર્તા. નિ.વા. ભટ્ટ ભગવાનદાસ નારણજી: ૧૦૮ પદનો સંગ્રહ ‘શ્રીકૃષણકીર્તનમાળા' (૧૯૧૨)ના કર્તા. ભટ્ટ ભાઈશંકર નાનાભાઈ (૧૩-૮-૧૮૮૫, ૬-૩-૧૯૨૦) : નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદ જિલ્લાના ભુવાલડી ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભુવાલડી અને અમદાવાદમાં. મુંબઈમાં મેં લિસીટરલેકમાન્ય તિલકના બચાવપક્ષે સરકાર સામે કરેલી વિશિષ્ટ કામગીરી. વિદ્યાકીય, ધાર્મિક અને લે કોપયોગી કાર્યો માટે દાન તથા અનેક સંસ્થાઓની સ્થાપના. એમની પાસેથી નાકૃતિઓ ‘કામનW ને રૂપસુંદરી’, ‘સંસારદુ:ખદર્શક' (૧૯૮૪) અને “રંભા-રતિલાલ'; વાર્તાકૃતિ ‘શિવલક્ષ્મી અને દીપચંદ શાહ' તથા આત્મચરિત્રને કેટલાક પ્રસંગે ને રજૂ કરતી કૃતિ ‘મારા અનુભવની નોંધ' (૧૯૧૨) ઉપરાંત ‘વ્યવહારમયૂખ ભાષાંતર’ અને ‘ભાઈશંકરગ્રંથમાળા' (૧૯૦૪) મળ્યાં છે. નિ.. ભટ્ટ ભાનુપ્રસાદ મણિલાલ : બાળસાહિત્યનું પુસ્તક ‘જ્ઞાનગંગા’ (૧૯૪૮) તથા જંગલનાં પ્રાણીઓનાં જીવનને રસભરી શૈલીમાં આલેખતી અનૂદિત કૃતિ 'જંગલવીર' (૧૯૬૧)ના કર્તા. નિ.વા. ભટ્ટ ભાનુશંકર ચતુર્ભુજ : નાટયકૃતિ પ્રેમબંધન ઊર્ફે બાજીરાવ મસ્તાની' (૧૯૧૫)ના કર્તા. નિ.વા. ભટ્ટ ભાસ્કર પ્રભાશંકર (૮-૮-૧૯૩૯) : કવિ. જન્મ ધંધુકા તાલુકાના ધનાળામાં. એમ.એ. સચિવાલય, ગાંધીનગરમાં નાયબ નિયામક. કુંપળના અંજવાસ' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે. - ચં.ટો. ભટ્ટ ભાગી નાનાલાલ: દલપતશૈલીની પદ્યકૃતિ દાહોદદર્શન' ' (૧૯૩૫)ના કર્તા. નિ.વી. ભટ્ટ મકનજી વાસુદેવ : કરુણપ્રશસ્તિ રજૂ કરતી પદ્યકૃતિ ‘વિદુવર્થ રણછોડરામનાં સૌભાગ્યવંતાં જયેષ્ઠ પુત્રી બહેન પ્રસન યા પસી ઊર્ફે કાશીબાનું સ્વર્ગગમન અને શકશમન' (૧૯૦૧)ના કર્તા ભટ્ટ ભરત નાનાભાઈ (૭-૧૦-૧૯૪૦) : ચરિત્રલેખક. જન્મ ભાવનગર (સૌરાષ્ટ્ર)માં. ૧૯૬૦માં લોકભારતી, સણોસરામાંથી સ્નાતક. ૧૯૬૨માં ડી.ઍડ. ૧૯૬૮માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૨માં ઇતિહાસ વિષયમાં એમ.એ. લોકભારતી અને ઘરશાળાનાં અધ્યાપનમંદિરોમાં તથા ભાવનગરની વળિયા આર્સ કોલેજ અને લેકભારતીમાં ગુજરાતી તથા ઇતિહાસનું અધ્યાપન. એમણે કેળવણીકાર નાનાભાઈ ભટ્ટની જીવનપ્રસંગકથાઓને સંગ્રહ ‘સ્થિર પ્રકાશવંત દીપ' (૧૯૮૯) ઉપરાંત ભારતીય અને વિશ્વના (કેટ-ખેલાડીઓનાં ચરિત્રોના સંગ્રહ ભારતના અગિયાર ઉત્તમ ક્રિકેટરો' (૧૯૭૭) અને ‘ટેસ્ટ ક્રિકેટ શતાબ્દીની વિશ્વ એકાદશ' (૧૯૮૪) આપ્યા છે. ૨.૨.દ. ' નિ.. ભટ્ટ મગનલાલ હરિકૃષ્ણ : કથાત્મક કૃતિઓ ‘મહાભારતની નીતિકથાઓ’ અને ‘આદર્શ ગૃહસ્થ' (૧૯૧૭)ના કર્તા. નિ.. ભટ્ટ મણિલાલ છબારામ (૨૮-૨-૧૮૬૪, ૧૮-૧૨-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદ પાસેના કુબડથલ ગામમાં. કુબડથલ અને અમદાવાદમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. મૅટ્રિક સુધી અભ્યાસ. સંસ્કૃતના અભ્યાસી. શરૂઆતમાં મુંબઈમાં સેલિસિટરના કારકુન, પછીથી ‘ગુજરાતી' સાપ્તાહિકના તંત્રી વિભાગમાં તથા ‘સમાલોચક' માસિકના તંત્રી. ૧૯૧૦થી ગુજરાત વર્નાકયુલર સેસાયટીમાં કોશકાર્યમાં સહયોગ. ૧૯૨૩માં નિવૃત્ત. ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૪૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy