SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ જનાર્દન નરસિંહપ્રસાદ ભટ્ટ દિવાળીબહેન વાલજીભાઈ ભટ્ટ દયાશંકર મ. : નાટક પરણેલી કે કુંવારી' (૧૯૨૭)ના કર્તા. ભટ્ટ જનાર્દન નરસિહપ્રસાદ (૧૪-૧૦-૧૯૩૭) : વિવેચક. જેમ જામનગરમાં. ૧૯૬૧માં બી.એ. ૧૯૬૩માં એમ.એ. આ એન્ડ કોમર્સ કોલેજ, સાવરકુંડલામાં અધ્યાપક. વેવિશાળ - એક રસલક્ષી વિવેચન' (૧૯૭૧) અને “સપ્તપદી' (૧૯૭૫) જેવાં પુસ્તકો એમના નામે છે. ભટ્ટ દલપતરામ કે. : કિશોરકથાઓને સંગ્રહ ‘હિદનાં બાળકા' (૧૯૧૬)ના કત. એ.ટો. ભટ્ટ જયંતકુમાર મણિશંકર (૧૭-૮-૧૯૦૨) : જીવ ચરિત્રલેખક. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી એમ.એ., પીએચ.ડી. મુંબઈની પ્રેમચંદ રાયચંદ ઍન્ડ રાન્સ લિમિટેડ સાથે સંલગ્ન. એમણે ચિત્તરંજનદાસનું ચારિત્ર ‘દેશબંધુ' (૧૯૨૫) ઉપરાંત વર્તા, નાટિકા, નિબંધ, કાવ્યો અને વિવેચનલેખ લખ્યાં છે, જે વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલાં છે. ભટ્ટ જી. યુ.: 'કહાના કુંભારની વાર્તા (૧૯૦૬)ના કર્તા. ભટ્ટ જેઠાલાલ જીલાલ: ભકિતભાવપૂર્ણ કીર્તનનો સંગ્રહ કીર્તનકુસુમમાળા' (૧૯૪૦)ના કર્તા. ભટ્ટ જયેષ્ઠારામ નાનાભાઈ : પદ્યકૃતિ “શ્રીમદ્યોગવશિષ્ટ' (૧૯૨૮) -ના કર્તા. ૨.૨,દ. ભટ્ટ ડાહ્યાભાઈ ઉત્તમરામ : નવલકથા 'સંસાર શા માટે?” તથા પદ્યકૃતિ “મઘતુતિ' (૧૯૧૧)ના કર્તા. ભટ્ટ દામોદર કેશવજી, ‘સુધાંશુ' (૨૫-૧૨-૧૯૧૩, ૨૯-૩-' ૧૯૮૩): કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ પોરબંદરમાં. પ્રાથમિક મધ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં. વ. દાની. કોલેજમાં એફ.વાય.બી.એ.બાદ, ગાંધીજીના નેતૃત્વ નીચે ૧૯૨૮ -માં પોરબંદરમાં મળેલી રાજકીય પરિષદમાં રવયંસેવક. વડોદરા કોલેજ છેડા બાદ રાણપુરમાં ‘કુલ છ બોમાં અને પછી, મુંબઈમાં ‘જ મભૂમિ'માં જોડાયેલા. ગુજરાતી વર્તમાનપત્રમાં વૃત્તાંત-નિવેદક. ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદરમાં શિક્ષક. ત્યાંથી નિવૃત્ત થયા પછી ૧૯૭૧ થી ૧૯૭૮ સુધી પોરબંદરની નગરપાલિકાના બાલમંદિરમાં આચાર્યપદે. પોરબંદરમાં અવસાન. ‘રામસાગર' (૧૯૫૦), ‘આલખતારો' (૧૯૫૬), “સાહમ' (૧૯૬૦) અને કવિ સમ્રાટ ન્હાનાલાલન' (૧૯૭૭) એમને: કાવ્યસંગ્રહ છે. મોટે ભાગે જૂનાં ભજનના ઢાળાને પડતીકી પ્રતિભાથી, યોજીને તેનો કાવ્ય રચના. એ મ, ભજનકવિતા એ એમનું આગવું પ્રદાન છે. તળપદા સોરઠી શબ્દ, ગિરનારી અલખસૃષ્ટિ, જીવનના ગૂઢ રહસ્યમય પ્રશ્નો અને લયુ-નાદયુકત કાવ્યબાની, રએ એમની કવિતાની નેધપાત્ર લાક્ષણિકતા છે. ‘હલેસાં' (૧૯૬૬) એમને વાર્તાસંગ્રહ છે. ગુણવંતરાય આ ચાર્મની શૈલીની આ સાગરકથાઓ એનાં વિપયુસામગ્રી અને ભાષાકર્મથી ધ્યાનાર્હ બનેલી છે. ઝવેરચંદ મેઘાણી પોરબંદર, બરડા અને સોરઠના સાગરકાંઠાના વિસ્તારનું ભજન-સંશોધન અને લોકસાહિત્ય-સંશાધનનું તથા સાગરખેડૂતોના જીવન અંગેનું સંશોધનકાર્ય એમને સેપેલું, જે ફળસ્વરૂપે ‘બુદ્ધિપ્રકાશ' આદિ સામયિકોમાં લેખમાળાઓ રૂપે પ્રકાશિત થયું છે. એમનો ‘લખઅલખને પારાવાર’ નામે ભજનસંશોધનને લેખ “રામસાગર” કાવ્યસંગ્રહમાં પ્રકાશિત થયેલ છે. બ.જા. ભટ્ટ દિનકરરાય કેશવલાલ, ‘મીનપિયાસી' (૨૧-૯-૧૯૧૨) : કવિ. જન્મ શૂટા (જિ.સુરેન્દ્રનગર)માં. ૧૯૨૯માં મૅટ્રિક. વ્યવસાયે વૈદ્ય. એમણે સહજ-સરલ પ્રસન્નર ઉદ્ગાર ધરાવતા કાવ્યસંગ્રહ વર્ધાજલ' (૧૯૬૬) તથા ‘ગુલછડી અને જૂઈ' (૧૯૮૬) આપ્યા છે. આ ઉપરાંત ‘નળસરોવરનાં પંખી' (૧૯૬૯)અને‘પંખીજગત' '(૧૯૬૯) જેવાં પુસ્તકો પણ એમની પાસેથી મળ્યાં છે. ભટ્ટ ડોલરકુમાર કૃષ્ણપ્રસાદ (૨૦-૧૧-૧૯૧૩) : વાર્તાલેખક. જન્મ અમરેલીમાં. એમ.એ. કામાણી ઔદ્યોગિક જૂથ, મુંબઈમાં જાહેર સંપર્ક વ્યવસ્થાપક. ‘રણકન્યા' (૧૯૭૯) એમને વાર્તાસંગ્રહ છે. ચં... ભટ્ટ તનસુખ પ્રાણશંકર,યાત્રી’, ‘સુરેન્દ્રભટ્ટાચાર્ય (૨૧-૩-૧૯૧૧): કવિ, આત્મકથાકાર, નિબંધકાર, ગુજરાત વિદ્યાસભા અનુસ્નાતક વર્ગમાંથી ૧૯૪૩માં એમ.એ., પછી મુંબઈથી પીએચ.ડી. મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક. ‘દાંડીયાત્રા' (૧૯૫૧) કાલિદાસીય શૈલીનું ૧૦૮ કડીનું મંદાક્રાંતા છંદમાં લખાયેલું ખંડકાવ્ય છે. દાંડીયાત્રા નિમિત્તે અહીં ગુજરાતની પ્રકૃતિને વર્ણવી છે. કાવ્યલહરી' (૧૯૫૫)માં એમનાં છાંદસ કાવ્યો સંઘરાયાં છે. ‘મહાત્માયન' (૧૯૭૪) ગાંધીજી વિશેનું મહાકાવ્ય છે. ‘મેં પાંખો ફફડાવી' (૧૯૪૬) ચૌદ વર્ષોનાં સંસ્મરણોને આત્મકથાત્મક શૈલીમાં રજૂ કરતું પુસ્તક છે. “અતીતના અનુસંધાનમાં (૧૯૭૭) રેખાચિત્રોનું પુસ્તક છે. “આશ્રમના આંગણામાં (૧૯૮૧) સં. ૧૯૦૯ની દિવાળીથી સં. ૧૯૨૫ની દિવાળી સુધીના સાબરમતી આશ્રમ નિવાસની સ્મૃતિઓને આલેખે છે. બ.જા. ભટ્ટ દિવાળીબહેન વાલજીભાઈ : ગીત-કાવ્યોનો સંગ્રહ ‘દીપમાલિકા' (૧૯૪૩) તથા ‘ગૃહલક્ષ્મી કેવી હોવી જોઈએ?', ‘સુવર્ણમહિની’ અને ‘સૌભાગ્ય’નાં કર્તા. નિ.. ૪૧૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy