SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ ચીમનભાઈ– ભટ્ટ જટાશંકર બળદેવરામ આણંદમાં. ૧૯૨૫માં ભાવનગરના દક્ષિણામૂતિ બાલમંદિરમાં શિક્ષક. ‘બાલમિત્ર'માસિકના તંત્રી. ‘ગુણસુંદરી’ના બાળવિભાગના પણ તંત્રી. ‘વાનરસેના' સાપ્તાહિકના તંત્રી. ‘ચાર બાલસંવાદો' (૧૯૨૭), 'બાલમિત્રની વાતો' (૧૯૨૭), ‘દેવકથાઓ' (૧૯૨૮), ‘સિન્ડબાદ શેઠ' (૧૯૨૮), ‘ચતુર કરોળિયો' (૧૯૩૩), “આપણા મહારાજા' (૧૯૩૩), “ક્રિસ્ટોફર કોલમ્બસ” (૧૯૩૩), 'પ્રાણીવર્ણન' (૧૯૩૪), ‘પંચતંત્રની વાર્તાઓ': ૧-૨ (૧૯૪૧) વગેરે એમનાં બાલભેગ્ય પુસ્તકો છે. “મિથ્યાભિમાન (૧૯૩૩) એ એમણે દલપતરામની કૃતિને કરેલ બાપયોગી સંક્ષેપ છે. ચં.દો. ભટ્ટ ચીમનભાઈ, ‘મનસ્વી પ્રાંતિજવલા': મધ્યમવર્ગીય લોકોના જીવનમાં ઘટતી કરુણઘટનાઓનું લાગણીશીલ નિરૂપણ કરતાં અને ગીભર્યાં નાટકો ‘કીર્તિવિજય', સંસારચિત્ર', કોની મહત્તા' અને કન્યાદાનના કર્તા. ભટ્ટ ચુનીલાલ હરિલાલ: પદ્યકૃતિ પ્રેમયોગીનાં કાવ્યો' (૧૯૧૩)ના કર્તા. ભટ્ટ છે. ભ. : ઉપદેશાત્મક નાટકૃતિ “સંવાદો અને ગીત’ (૧૯૩૪)ના કર્તા. ભટ્ટ છોટાલાલ નરભેરામ (૧૮૫૮, ૧૯૩૭): કવિ. આત્મચરિત્રકાર, અનુવાદક. જન્મ મહેમદાવાદમાં. વતન અલીન્દ્રા. સુરત ટ્રેનિંગ કોલેજમાં પાસ થઈ ભરૂચમાં શિક્ષક, વડોદરા રાજ્યમાં હેડમાસ્તર. ‘કામકટાક્ષ' (૧૮૮૩) અને ‘શાંતિસુધા અથવા રઘુવીર સુકન્યા' (૧૮૯૬) એમની લાંબી પદ્યકથાઓ છે. એમનું ‘આત્મવૃત્તાંત' (૧૯૩૫) ગોવિંદલાલ હ. ભટ્ટ ૧૯૫૩માં સંપાદિત કર્યું છે, જેમાં એમને બાલ્યકાળ, એમની શિક્ષક તરીકેની કારકિર્દી અને સાહિત્યપ્રવૃત્તિ વર્ણવાયાં છે. એમણે ચોવીસ જેટલાં અનુવાદ-પુસ્તકો પણ આપ્યાં છે. ચં.ટા. ભટ્ટ છાટાલાલ રણછોડલાલ : નાટકૃતિ કેટલાક સંવાદ'- ભા. ૧ (૧૯૧૫) તથા કવિતા અને રાસ'ના કર્તા. ભટ્ટ ચીમનલાલ પ્રાણલાલ (૨૧-૧૧-૧૯૦૧, ૧૦-૭-૧૯૮૬) : કવિ, બાળવાર્તાલેખક. જન્મ ભરૂચ (જિ. ખેડા)માં. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક. રવરાજ આશ્રમ, વેડછીના નિયામક. એમણે ગ મેક્ષની કથાનું નિરૂપણ કરતું ખંડકાવ્ય ‘ભાઈ અને વેરી' (૧૯૪૮), ગાંધીજીના જીવનપ્રસંગોને નિરૂપતાં ‘ગાંધી કથાગીત' (૧૯૪૯) તથા કિશોરકથી ‘વાઘોનું વન' (૧૯૪૪) ઉપરાંત ‘મહાસભાનાં ગીતો'(૧૯૪૧) નામનું સંપાદન પણ આવ્યું છે. ભટ્ટ છોટાલાલ રામશંકર : હનુલક્ષી અઢાર બાળવાર્તાઓને સંગ્રહ ‘બેટા, તારે વાર્તા સાંભળવી છે?” (૧૯૬૬)ના કર્તા. ભટ્ટ ચુનીલાલ પીતામ્બર : જીવનચરિત્ર ‘ભપ્રબંધ' (૧૯૨૫)ના કર્તા. ભટ્ટ ચુનીલાલ રણછોડજી (૧૮૭૩,-) : કવિ. જન્મ શિનેરમાં. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, મરાઠી અને અંગ્રેજી ભાષાઓના અભ્યાસી. સત્યબોધપ્રકાશ પુસ્તકાલયના સ્થાપક. એમણે મનુષ્યના ચાર ધર્મો, કર્મ, જ્ઞાન અને ભકિતને ક્રમ; શ્રુતિ-સ્મૃતિ વિશે ભાગ્ય તથા નરસિંહ, મીરાં, નર્મદ, મણિલાલની કાવ્યકૃતિઓ સમેત સ્વરચિત પદ્યકૃતિઓનો સંગ્રહ ‘વેદધર્મદર્શક વચનામૃત' (અન્ય સાથે) આપ્યો છે. ભટ્ટ છોટાલાલ સેવકરામ (૧૮૮૨, ૧૯૧૦) : કવિ, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ગામઠી શાળામાં, પછી અંગ્રેજી સ્કૂલમાં અભ્યાસ. ડુંગરપુરના રાજકુમારના શિક્ષક. ત્યારબાદ કચછનરેશ. ખેંગારજીના સેક્રેટરી. નર્મદયુગના આ મહત્ત્વના કવિ પર દલપતરીતિનો પ્રભાવ સ્પષ્ટ છે. એમની રચનાઓમાં પ્રૌઢિ છે, પણ કાવ્યત્વની રીતે વિશેષ આકર્ષણ નથી. તેઓ સવૈયાઓથી પ્રસિદ્ધ છે. ઇટાલાલ બાવની' (૧૮૯૪), ‘ઉપવનવિદ (૧૮૯૮), ‘છોટાલાલ પદધિની' (૧૯૦૧), ‘સૌ. લાડકી બહેન (લીલાવતી) વિરહ' (૧૯૦૨), છોટાલાલ સપ્તશતી' (૧૯૦૫) વગેરે એમના કાવ્યગ્રંથ છે. એમણે ‘ગુજરાતી શબ્દમૂળદર્શક કોષ' (૧૮૭૯) પણ આપ્યો છે. વૃન્દ્રસતસઈ’ અને ‘તુલસી સતસઈ'નાં વ્રજભાષામાંથી ભાષાંતરો આપ્યાં છે; એ ઉપરાંત “જગતની ભૂગોળ’, ‘મુસલમાની શહ', શેક્સપિયરને કથાસમાજ', ‘ટેલિમેક્સ’ વગેરે ભાષાંતરો પણ એમણે આપ્યાં છે. ચં.ટો. ભટ્ટ ચુનીલાલ રવિશંકર, “જાંબાળીઆ’, ‘ન’, ‘બિલખાકર’, ‘શાંડિલ્ય રાજકોટી’, ‘સીદસરીઆ' (૨૧-૧૨-૧૯૧૭): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના જંબળામાં. અભ્યાસ એમ.એ., એમ.ઍડ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક, ડેપ્યુટી ઍજયુકેશનલ ઇન્સ્પેકટર અને છેલ્લે ગુજરાત રાજયમાં સમાજશિક્ષણ વિભાગના વડા. ‘હૈયાનાં હેત' (૧૯૭૦) એમને વાર્તાસંગ્રહ છે. “સમાજશિક્ષણ : સિદ્ધાંત અને વ્યવહાર'- ભા. ૧-૩(૧૯૬૩) ઇત્યાદિ એમનાં સમાજ, શિક્ષણ અને કૃષિવિષયક પુસ્તકો છે. જ.ગા. ભટ્ટ છોટુભાઈ જોઈતારામ : કિશોરકથાઓ ‘સૌથી પહેલા દાદાજી' (૧૯૫૦), 'કુણાલ' (૧૯૫૦), ‘માધવકાકા' (૧૯૫૧), ‘વસંતનું આગમન' (૧૯૫૨), ‘આકાશના તારા' (૧૯૫૧) તથા ‘ભીમભાઈનું પહેરણ (બી. આ. ૧૯૫૫) ના કર્તા. ભટ્ટ જટાશંકર બળદેવરામ : પદ્યકૃતિ “શ્રીનાથ કીર્તનાવલી’ તથા ઉત્તમ કેળવણીની ચર્ચા કરતું ગૃહકેળવણી'ના કર્તા. ૨..દ ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy