SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ભગ્ન રવનની નાવ – ભટ્ટ આંબશંકર મહાશંકર વચન એને એક મહત્ત્વનો ભાગ છે. મુંબઈ ઈલાકાના ગટયરે માટે એમણે “ગુજરાતને પ્રાચીન ઇતિહાર' (૧૮૫૬) મહદંશે તૈયાર કરેલ, જે પછીથી એ. એમ. ટી. જેને પૂરો કરેલો છે. ઈ.સ. પૂર્વે ૩૧૯ થી ઈ.સ. ૧૩૦૪ સુધીના ગુજરાતને આ પદ્ધતિપૂર્વકનો પહેલો વ્યવસ્થિત ઇતિહાસ છે. આ ઉપરાંત એમના પુરાતત્ત્વવિદ્યાના લેખે તેમ જ એ સંદર્ભે કરેલી પ્રવાસનાં અને રજનીશી'નું ગદ્ય નોંધપાત્ર ગણાયું છે. ભ રવાની નાવ : વિકટ વાસ્તવે નિરૂપનું અને ઉગારી ઝંખતું નેહરશ્મિ નું ગીત. એ.ટો. ભચેચ અચરતલાલ મ. : “ગવરીબાઈનું જન્મચરિત્ર ને કવિતા (૧૮૮૨)ના કર્તા. નિ.વા. ભચેચ ગેપાળશંકર વેણીશંકર (૧૮૫૬,-): આત્મકથાત્મક કૃતિ ‘દરદી : મારું જીવન તથા મારું ચિંતન' (૧૯૨૭)ના કર્તા. નિ.વા. ભચેચ દિલહર ચિ.: બદ્રીકેદારની યાત્રાના અનુભવા, ત્યાંનાં રમણીય સ્થળો અને વિશિષ્ટતાઓને કથાત્મક સ્વરૂપે રજૂ કરતી કૃતિ ‘જયાં દેવ વિરાજે' (૧૯૬૦)ના કર્તા. નિ.વો. ભચેચ પ્રદરાય મેતીલાલ: પદ્યકૃતિ પ્રમોદવાણી' (૧૯૩૮)ના કર્તા. નિ.વી. ભટનું ભોપાળું(૧૮૬૭) : ફ્રેન્ચ પ્રહરાનકાર મેલિયેરના નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મક ડોકટરનુંનવલરામ લક્ષમીરામ પંડયાએ કરેલું ગુજરાતી રસાનુસારી રૂપાંતર. વૃદ્ધની સાથેના એક કન્યાના લગ્નને અટકાવી, એ કન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટકનું વસ્તુ ઉપહાર અને વિડંબનાથી સંસારસુધારાને પણ સિદ્ધ કરે છે. મૂળની નાટયાત્મક સ્થિતિઓને સફળતાપૂર્વક ગુજરાતી પરિવેશમાં ઢાળી હોવાથી નાટક મૌલિક હોવાને ભાસ ઊભો કરે છે. ગુજરાતી ભાષાનું આ પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે. રાંટો. ભટ્ટ અમુલખ સાકરલાલ (૧૦-૧૨-૧૯૩૨) : નાટયકાર. જન્મ સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં. બી.એ., બી.ઍડ. સુધીનો અભ્યાસ. શિક્ષક. ચિલ્ડ્રન્સ થિયેટર, રાજકોટના સ્થાપક. એમની પાસેથી પાંચ બાળએકાંકીઓને સંગ્રહ ‘અભિજ્ઞાન (૧૯૮૪) મળ્યો છે. નિ.. ભટ્ટ અમૃતલાલ નાનકેશ્વર, નાથાલાલ (૩-૧૦-૧૮૭૯, -): કવિ. જન્મ કપડવંજમાં. પ્રાથમિક શિક્ષણ રાણપુરમાં. ૧૮૯૫ માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૨ માં હાઈકોર્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરીને ઉમરેઠમાં વકીલાત. પછી ડાકોરના રણછેડરાયજીના મંદિરમાં રિસીવરની જગ્યાએ. ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી. શોપનહોઅર, શંકરાચાર્ય, બ્રાઉનિંગ અને કાલિદાસને પ્રભાવ. વિષયને અનુરૂપ નહીં પરંતુ કાળક્રમે મુકાયેલાં, ૧૦૪ કડીના સભાપર્વના યુવાખ્યાન પરથી રચાયેલ યુલેમા' ઉપરાંત ખંડહરિગીત, રાસ કે અંજની ઢબે લખાયેલાં મધ્યમકટિનાં પરલક્ષી અને ચિંતનશીલ સુડતાલીસ કાવ્યો પુલમાં અને બીજા કાવ્ય ('t૯૨૮)માં સંચિત છે. આ ઉપરાંત, નાટયાત્મક એકિતની રીતિએ લખાયેલું “કૃપણાકુમારી' (૧૯૨૮) અને ચૌદ viડમાં વહેંચાયેલું, પૂર્વજીવનના પ્રસંગેનાં સ્મરણરૂપે સીતાના મુખમાં મુકાયેલું ‘સીતા’ કથાકાવ્ય પણ એમણે લખ્યું છે. ભાગવતના ‘દશમસ્કંધ'ના પાંચ અધ્યાયોનો ‘રાસપંચાધ્યાયી' (૧૯૩૮) નામે સફળ સમશ્લોકી અનુવાદ પણ એમણે આપ્યો છે. પા.માં. ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ' (૩૦-૯-૧૯૧૫) : ગઝલકાર. જન્મ રાજકોટ જિલ્લાના સરધારમાં. ત્યાં જ સાત ધારણ સુધીનું શિક્ષણ. પછી રાજકોટની આલ ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯ માં મૅટ્રિક. એ જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિહજી આ કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ.નો અભ્યાસ કર્યો. ૧૯૩૯થી ૧૯૩૯ સુધી પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહયમંત્રી. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી. નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી. મુલાયમ ભાવની સરલ અને અસરકારક અભિવ્યકિત એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સર્વથ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કશાય છછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફના નિશ્ચિત અન્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે. એમની કૃતિઓ છે: ‘શૂળ અને શમણાં' (૧૯૫૪), 'રંગ' (૧૯૬૦), 'રૂપ' (૧૯૬૭), ‘ઝાંય' (૧૯૮૨), ‘અગ્નિ' (૧૯૮૨) અને “ગઝલ નામે સુખ” (૧૯૮૪). ભટ્ટ અશ્વિનીકુમાર હરપ્રસાદ (૨૨-૩-૧૯૩૬) : નવલકથાકાર. અમદાવાદમાં. એમ.એ., એલએલ.બી. પ્રેમાભાઈ હોલ સાથે સંલગ્ન. પછીથી સ્વતંત્ર-લેખન. અભુત અને રહસ્યની સીમાઓને સ્પર્શતી એમની નવલ કાઓમાં ‘લજજા સંન્યાલ’, ‘નીરજા ભાર્ગવ' (૧૯૭૯), 'રીલજા સાગર'(૧૯૭૯), “આશકા મંડલ' (૧૯૭૯), ‘ઓથાર' (૧૯૮૪), ‘ફાંસલો' (૧૯૮૫) વગેરે મુખ્ય છે. ચં.ટા. ભટ્ટ અંબાશંકર મહાશંકર : છંદશાસ્ત્રના નિયમને અનુસરીને લખાયેલાં પ્રકીર્ણ કાવ્ય સંગ્રહ ‘વિવિધ વિષયગ્રંથ' (૧૮૭૫)ના કર્તા. નિ.વા. ૪૦૬ : ગુજરાતી સાહિત્યકોશ - દે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy