SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ભગત ભલાભાઈ ધુળાજી – ભગવાનલાલ ઇદ્રજી એમણ ગુજરાતી કાછીમાં ભજનો, પદો, દેહરા વગેરે લખ્યાં છે. ધી.મ. ભગત વનમાળીદાસ ગોપાળદાસ : પદ્યકૃતિ ‘ભજનાવલી'ના કર્તા. ભગત વિજો (સંત ગરીબદાસજી) : મૂળ નામ વિજયરાજ૮. પ્રભુપરાયણ જીવન. ‘પ્રેમ હુલ્લાસ' (૧૯૬૯) નામે એમનો નાનકડો પદ્યસંચય છે. એમાં ગુજરાતી, કચ્છી, હિંદીમાં લખાયેલાં ભજનો અને પદો સંગૃહીત છે. ધી.મ. ભગતજી મેતીલાલ રણછોડજી, નવરંગી', ‘શીકાંત'(૨૬-૩-૧૯૧૮): રહસ્યકથા ‘લાલપીળી લાશ' (૧૯૬૬) અને “અંજલિ'ના કર્તા ભગદેવ કનુ : 'કારમી ચીસ' (૧૯૭૪), ‘iડરના રોદ'(૧૯૬૪). અને કંપારી' (૧૯૬૫) જવી રહયકથાઓના કર્તા. અભિનવ કલ્પનામાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. '૩૩ કાવ્યો' (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે, તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયારપર્શથી અમૃતભર્યા હાથ સુધીની યાત્રામાં શ્રદ્ધાને અવાજ જ સર્વોપરિ રહે છે. કવિતાનું સંગીત' (૧૯૫૩) લાલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતને શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના રાંધાને તપાસ્યા છે. આધુનિક કવિતા:કેટલાક પ્રના (૧૭) અનિરુદ્ધ બકાબટ અને ભાવાભાઈ પટેલના નાના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવા વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને નહાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા,સરરિયાલિસ્ટ અભિવ્યકિત જેવા પ્રશ્નોના પાપ અહીં પરામર્શ થયો છે. યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા' (વાઈ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રદ્ધિ થયા છે. મંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નથી માંડી યંત્રવિજ્ઞાનને ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્ય કૃતિઓને વિશ્લેષવામાં આવી છે. “હાનાલાલની ઊર્મિકવિતા' (૧૯૭૫) ઉપરાંત એમણે કવિતા કાનથી વાંચ' (૧૯૭૨), મીરાંબાઈ' (૧૯૭૬), 'કવિ ન્હાનાલાલ' (૧૯૭૭), 'ડબલ્યુ. બી. યિ ' (૧૯૭૯) અને ‘ઑલિયટ’(૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે. ‘પ્રા.બ.ક.ઠાકોર અધ્યયનગ્રંથ (અન્ય રથે, ૧૯૬૯), 'સુંદરમ્ : કેટલાંક કાવ્યો' (૧૯૭૦) અને મૃદુલા સારાભાઈ–પ્રથમ પ્રત્યાઘાત: બાપુની બિહારયાત્રા' (૧૯૮૧) એમનાં સંપાદન છે. એમણે ‘ચિત્રાંગદા(૧૯૬૫) અને “ઍડેનનાં કાવ્યો' (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે. ચંટો. ભગત ભલાભાઈ ધુળાજી : ફિલ્મના ગીતાના પ્રચલિત રાગ-ઢાળ પર રચેલાં ભજનોને સંગ્રહ પ્રેમાનંદવિલાસ'ના કર્તા. ભગવદ્ગોમંડલ (૧૯૪૪-૪૬) ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા નવ ભાગમાં તૈયાર થયેલ વૃહદ ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી ભાષા અને સાહિત્યનું મૂલ્ય વધારવામાં આને અનન્ય. ફાળો છે. ગુજરાતી ભાષાના ૨,૮૧,૩૭૦ શબ્દોને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન શબ્દભંડોળમાં માન્ય, દેશ્ય અને રૂઢ શબ્દોને પણ સંગ્રહ છે. ઉપરાંત, વિસ્તૃત ઐતિહાસિક બાબતો અને અગત્યની વીગતોને પણ એમાં આવરી લેવામાં આવી છે. શબ્દના અર્થસમર્થનમાં જાણીતાં લખાણોમાંથી દૃષ્ટાંતો અપાયાં છે. આ દૃષ્ટતે બેવડી કામગીરી બજાવે છે: અર્થને સ્પષ્ટ કરે છે, સાથે સાથે શબ્દનું ગુજરાતીપણું પણ સમર્થિત કરે છે. ચં.ટી. ભગવાનદાસ દામોદર : દીસંવાદો ધરાવનું ચાર પ્રવેશનું નાટક હરામી હીરો' (૧૮૮૭)ના કર્તા. ભગવાનદાસ વિશ્રામ: પદ્યકૃતિ ગુલપદાવલી' (૧૯૧૫)ના કર્તા. ભગવાનલાલ ઇન્દ્રજી (૭-૧૧-૧૮૩૯, ૧૬-૩-૧૮૮૮) : ગદ્યકાર. જન્મ જૂનાગઢમાં. પ્રારંભમાં ગામઠી શાળામાં શિક્ષણ. પ્રાચીન શિલાલેખે, તામ્રલેખે અને પ્રાચીન સિક્કાઓમાં વિશેષ રચિ. સામગ્રી પરથી ઇતિહાસ નિર્માણ કરવાની આવડત. ૧૮૬૧માં મુંબઈ ગયા. ૧૮૮૨માં મુંબઈ યુનિવર્સિટીમાં ફેલે. ૧૮૮૩માં હોલેન્ડની લિડન યુનિવર્સિટી તરફથી પીએચ.ડી.ની માનાર્હ પદવી. ૧૮૮૪માં લંડન યુનિવર્સિટી તરફથી ડિ.લિટ.ની પદવી. બલિન યુનિવર્સિટી તરફથી પણ ડોકટર ઑવ ફાઇલૉજીની પદવી. એમની સ્વતંત્ર સંશોધનપ્રવૃત્તિના પરિણામ રૂપે લખાયેલા સંશોધનલેખે અંગ્રેજીમાં અનુવાદિત થઈ સંશોધન-સામયિકોમાં પ્રગટ થયા છે. ગિરનારના જેવા અનેક પ્રાચીન અભિલેખનું શુદ્ધ ભગત માધુભાઈ ધૂળાભાઈ : પદ્યકૃતિ “શકિત ભજન-ગરબાવલી': ૫-૬ (૧૯૮૧)ના કર્તા. ૨.૨,૮. ભગત રત્ન (૧.૮૭૫,-): કવિ. વતન ભુજ તાલુકાનું મમુઆરા ગામ, ભકિતપરાયણ જીવન. ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy