SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધનાં ચ-બૂચ જન્મશંકર મહાશંકર (૧૯૩૯), ‘આપણાં લગ્નગીત' (૧૯૪૨), “મીરાનાં ભકિતગીતા” (૧૯૪૬), “અમૃતધારા(૧૯૫૩) અને સફળતાને રાજમાર્ગ (૧૯૫૩) એમની સંપાદિત કૃતિઓ છે. | નિ.. બુદ્ધનાં ચક્ષુ: નયનરસ લઈ અવતરેલા બુદ્ધ અંધારે ભમતા જગતને કેવું નવું ચક્ષુ આપ્યું, એ સંદર્ભની આસપાસ ભાવવિશ્વ ઊભું કરવું સુંદરમ્ નું કાવ્ય. ‘ગજેન્દ્ર મૌકિકો' (મરણોત્તર, ૧૯૨૭) રમણલાલ યાજ્ઞિકની પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયેલો એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. કાવ્યો ઉપરાંત તેમાં એમના નિબંધ-પત્ર પણ સંઘરાયા છે. આયુષ્યનાં છેલ્લાં પાંચેક વર્ષોમાં લખાયેલી આ સહેક જેટલી મૌલિક અનૂદિત રચનાઓમાં એમનું કવિ તરીકેનું રૂપ ઊઘડી આવ્યું છે. પ્રારંભમાં અન્યની અસર ઝીલતી હોવા છતાં પછીનાં વર્ષોમાં નિજી સ્વરૂપ પ્રકટાવતી, કલ્પના અને ચિંતનના પુટવાળી, ભાવ અને બાનીની પકવતા દાખવતી સબળ કૃતિઓ એમણે આપી છે. પ્રકૃતિ ને જીવન એ બે મહત્ત્વનાં બિંદુઓથી એમની કૃતિઓ વિસ્તરે છે. ‘પડનું પંખી', ‘શરદપૂનમ, ગરુડ’, ‘વીજળીને ઉકત હકીકતનાં નોંધપાત્ર દૃષ્ટાંતો છે. કલ્પના અને ચિંતનના રોચક મિશ્રણવાળું ‘ગિરનારની યાત્રા” એમનું એક મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે. ‘સ્મશાને’, ‘બાબુ’ અને ‘વિધુ' જેવાં મૃત્યુવિષયક ઊર્મિકાવ્યો પણ આ સંગ્રહની સંપત્તિ બન્યાં છે. બુદ્ધિ અને હૃદય : દોષ કાઢવાનું કામ બુદ્ધિનું છે ને કામ આપવાલેવાનું કામ હૃદયનું છે; અને તેથી બુદ્ધિના વિષયોને પૂંઠે મૂકી હૃદયના આવેગને પુખ્ત કરવા ઉપર લક્ષ રાખવાનું સૂચવતા મણિલાલ નભુભાઈ દ્રિવેદીને નિબંધ. .ટો. બુદ્ધિધન : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચંદ્રમાં આવતી સુવર્ણપુરની રાજ્યખટપટ વચ્ચેનું અમાત્યનું પાત્ર. એના પુત્ર પ્રમાદધન સાથે નાયિકા કુમુદસુંદરીનું લગ્ન થયેલું છે. એ.ટી. બુદ્ધિવિજય : રામનારાયણ વિ. પાઠક, ‘દ્વિરેફની ટૂંકીવાર્તા. ગુરની ના છતાં મહત્ત્વાકાંક્ષાથી સુવર્ણપ્રયોગની અજમાયશ કરનાર બુદ્ધિવિજય અંતે કરપીણ મૃત્યુને વરે છે એવું એમાં કથાનક છે. ચં... બુમલાખાઉ ફરામજી મંચેરજી : રવજીવનના કેટલાક પ્રસંગોની ટૂંકી ને રજ કરતું આત્મકથાત્મક પુસ્તક “બુમલાખાઉ ફરામરોજ મંચેરજીની જિદગીની ટૂકનાંધ' (૧૯૧૪)ના કર્તા. નિ.વા. બુલબુલ: જુઓ, દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ. બુલાખીદાસ મૂળચંદ : “શકુંતલા નાટકનાં ગાયનો' (૧૯૦૨)ના કિર્તા. નિ.. બુવા દત્તાત્રેય : ચરિત્રલક્ષી કૃતિઓ “નવનાથચરિત્ર'- ભા. ૧-૨ (૧૯૨૩) અને ‘અનસૂયામાતા' (૧૯૨૬)ના કર્તા. નિ.વા. બુવા સદાશિવ : ભકિતવિષયક પદ્યકૃતિ ‘તાપીમહાભ્ય' (૧૯૨૫) ના બૂચ ગુલાબરાય લક્ષ્મીદાસ: ‘ચાર કહવનની રમૂજી વાતો' (૧૮૮૯) -ના કર્તા. નિ.વા. બૂચ ચંદ્રશંકર અમૃતલાલ, ‘સુકાની' (૨૫-૯-૧૮૯૬,૨૨-૯-૧૯૫૮): નવલકથાકાર, નિબંધકાર. જન્મ મુંબઈમાં. વતન મુંદરા. ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. પાંચ વર્ષ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા.ત્યારબાદ મુંબઈની શ્રીમદ્ ભાગવદ્ગીતા પાઠશાળામાં ત્રણ વર્ષ સુધી શાસ્ત્રી. ૧૯૨૩થી સિંધિયા સ્ટીમ નેવિગેશન સાથે સંલગ્ન. ૧૯૫૦માં એના જોઇન્ટ જનરલ મેનેજર. ૧૯૫૨માં નિવૃત્ત. ‘ચેતન” અને ‘નાગરિક'ના તંત્રી. ૧૯૫૬ ને કુમારચંદ્રક પ્રાપ્ત. ‘દેવ ધાધલ (૧૯૩૭) આજ સુધી વિષયવસ્તુની રીતે અનોખી રહેલી સમંદરના સાવજાની સાહસકથા છે. હેતુલક્ષી અને માહિતીસભર હોવા છતાં આ કથા રોમાંચક રીતે વાસ્તવિકતાનું વાતાવરણ રચે છે. આજથી બે વર્ષ પહેલાના જમાને એમાં આલેખાયેલા છે. આ ઉપરાંત, ધુડાકિય બાણ સાગરકથા પણ એમના નામે છે. ‘અદ્ર શિવ અને લિંગસંપ્રદાય' (૧૯૨૯) નિબંધ ઐતિહાસિક અન્વેષણને છે. ‘અદ્રાધ્યાય' (૧૯૨૯) ટીકા અને વ્યુત્પન્ન શબ્દો સહિતનું એમનું ગુજરાતી ભાષાંતર છે. ચં.. બૂચ છગનલાલ વેણીલાલ : કથાકૃતિ ‘આપવીતા'ના કર્તા. નિ.વા. બૂચ જન્મશંકર મહાશંકર, 'લલિત' (૩૦-૬-૧૮૭૭, ૨૪-૩-૧૯૪૭): કવિ. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં. ૧૯૦૩માં એસ.ટી.સી. લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક, દસેક વર્ષ બાદ ગોંડલની હાઈસ્કૂલમાં શિક્ષક. પછીથી ૧૯૦૮-૧૦ દરમિયાન રાજકોટમાં કાઠિયાવાડ ટાઈમ્સ'ના તંત્રી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરામાં લેકોપદેશક તરીકે સેવા. ૧૯૨૫ થી લેડીનોર્થકોટ હિંદુ ઓ નજમાં અને ખાનગી પરિવારોમાં શિક્ષણ કિર્તા. નિ.વે. બૂચ ગજેન્દ્રરાય ગુલાબરાય (૧૫-૯-૧૯૦૨, ૧૩-૧૧-૧૯૨૭) : કવિ. જન્મ વસાવડ (જિ. રાજકોટ)માં. પ્રાથમિક શિક્ષણ જસદણમાં. માધ્યમિક શિક્ષણ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં તેમ જ ગીરાસીયા કૅલેજમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ૧૯૨૧માં એમ.એ. ૧૯૨૫થી અવસાનપર્યત સુરતની કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. ૩૯૬: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy