SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ બિપિન વૈદ્ય – બુદ્ધ દીર્યચન્દ્ર રણછોડદાસ બુકસેલર છાટાલાલ છગનલાલ: ત્રિઅંકી નાટક ‘હલામણ જઇ' અને ભરથરી નાટક' તેમ જ “શ્રી કપુરચંદ ૫ નાચંદ સી.એ.આઈ. એલ.એમ.બી. અને પાછળથી એમ.એ.ડી.નું રમૂજી હાસ્યકારક ફરસ'(૧૮૯૫)ના કર્તા. બુકસેલર લલ્લુભાઈ ફકીરભાઈ : કથાકૃતિ 'કામરુદેશની ઇંદ્રાળીના કર્તા. | નિ.. બુખારી સાબિરઅલી અકબરમિયાં, ‘સબિર વટવા (૩-૫-૧૯૦૭, ૧૪-૪-૧૯૮૧) : જન્મ વટવામાં. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ઘોરણ સુધી અભ્યાસ. ખેતી અને બાગબાનીને વ્યવસાય. એમની પ્રતિનિધિ રચનાઓને મરણોત્તર સંગ્રહ Q જતી. ખાલી' (૧૯૮૮) પ્રકાશિત થયો છે. સરલ છતાં વધક બનતી તેમ જ બદલાતા ભાવોને જુદી જુદી તરેહબાનીમાં ઝીલતી ગઝલોનું અહીં અનુસંધાન છે. એ.ટ. બિપિન વૈદ્ય : જુઓ, વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન. બિરાદર: રહસ્યકથાઓ “જાલિમ જમદૂત' (૧૯૩૫), જાલિમેની જમાત' (૧૯૩૫) અને “ધનઘેર રત'ના કર્તા. નિ.. બિલગી ભીમરાવ કીનિવાસ : દાઉપાસક શ્રી વાસુદેવાનંદ સરસ્વતીના જીવનને વર્ણવતી કૃતિ “ગરુડેશ્વરના ગુરદેવ (૧૯૫૩) -ના કર્તા, નિ.. બિલ્વમંગળ : મોહાંધ સૂરદારને નિર્માત કરતી પ્રેયસી-નું વૃત્તાંત આપનું સળંગ મંદાક્રાન્તામાં લખાયેલું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, “કલાપી'નું ખંડકાવ્ય. ચં.ટો. બિહારી : જુઓ, દેસાઈ હરરાય અમુલખરાય. બિહારી જહાંગીરશાહ : નવલકથા ‘અરબી અપસરના કર્તા. નિ.વા. બી. એલ. એમ. : સામાજિક વાર્તાઓ “એક તાગડો', ‘અંતે ધર્માભે’ અને ‘જોડભાઈની જંજાળના કર્તા. નિ.વા. બીરબલ: જુઓ, ફરામરોઝ ખુરશેદજી બમનજી. બીલીમેરિયા જમશેદજી મનચેરશાહ : ભારતના ઇતિહાસને પ્રથમ વાર આલેખતું દલપતરીતિમાં કરેલું કાવ્ય “સર દે તવારીખ યાને ઇતિહાસને સંગીતસાર' (૧૮૮૯)ના કર્તા. નિ.વી. બીલીમોરિયા દાદાભાઈ એન. : કથાકૃતિ “રાજા માનસિંહ અને રાણી પ્રેમાવતીની વાર્તાના કર્તા. નિ.વી. બીલીમોરિયા નસરવાનજી ફરામજી(૧૮૫૨, ૧૯૨૨) : નિબંધકાર. ધર્મ-નીતિ સંબંધી માસિક “ચરાગ'ના સ્થાપક તંત્રી. એમણે ‘બંદગી, ગાયન અને પ્રાંધ', ‘જરથોસ્તી રાહબર', આતશની આરાધાન' (૧૮૯૮), 'પાસીઓનું નીતિધારાગ સુધારવાની જરૂર' તથા વેલ્યુએશન અથવા દુનિયા અને માણસની ઉત્પત્તિ વગેરે પુસ્તકો આપ્યાં છે. બુગનવેલિયા લવંડેરિયા : “શવંત ત્રિવેદીની આંતરવાસ્તવને ઝડપતી લાક્ષણિક દીર્ધ-કાવ્યકૃતિ. ચ.ટા. બુઝારી કામઅલી મુસ્તફાઅલી : “હજરતઅલી મુરતાનું જીવનચરિત્રના કર્તા. નિ.વા. બુટાણી મેંતીલાલ લાઠીરામ : ચરિત્રલક્ષી પુસ્તક “પંડિત મોતીલાલ નહેરુ (૧૯૫૪)ના કર્તા. નિ.વા. બુદ્ધ દૌર્યચન્દ્ર રણછોડદાસ (૨૯-૧૨-૧૯૨૯) : વાર્તાકાર, નવલકથાકાર, કવિ, સંપાદક જન્મ લાઠીમાં. સનદી વકીલ. લાઠીની ‘ગૂર્જર સાહિત્યભંડાર’ નામની પ્રકાશનસંસ્થાના સંચાલક. એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘મેવાડની મહત્તા' (૧૯૩૪), ‘તાતાં તીર' (૧૯૩૫), ‘સુરંગા' (૧૯૪૨) અને છૂપાં આંસુ (૧૯૪૮) મળ્યા છે. સુમિતા’- ખંડ ૧-૨ (૧૯૪૭) એમની નવલકથા છે, તે ‘ઉલ્લાસ' (૧૯૪૮) હસ્યકથાઓને સંગ્રહ છે. “શરદપૂણિમા’ (૧૯૩૭), “ગુંજન' (૧૯૩૯), ‘રસાત' (૧૯૪૦), 'ગૃહલક્ષ્મીના ગરબા' (૧૯૪૩), 'પ્રણયરાત્રિ' (૧૯૪૫), 'પ્રણયસાધના' (૧૯૪૬) અને “રાસરંગોળી' (૧૯૪૮) જેવા એમના પદ્યસંગહોમાં રાસ, ગરબા, ગીત, ગીતકથી તથા છાંદસ કાવ્યો સંકલિત થયાં છે. ‘ગરવા ગુજરાતીઓ' (૧૯૪૫) અને “ધન્ય ધરા ગુર્જરી' (૧૯૬૬) જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો સાથે બાળકાવ્યોની “કાલી બોલી' (૧૯૭૪) અને કસબીઓનાં કાવ્યો' (૧૯૭૫) રચનાઓ પણ એમણે આપી છે. 'પ્રણયરાત્રિ' (૧૯૭૫) સાધુ ઉપગુપ્ત અને વાસવદત્તાનું ચરિત્ર વર્ણવતું ખંડકાવ્ય છે. ધૂન રામાયણ' (૧૯૭૧)માં રામાયણના પ્રસંગે અને “અધરામૃત' (૧૯૭૬)માં કૃષ્ણભકિતનાં ગીતને સંચય છે. 'રાસમાલિકા બીલીમોરિયા નાનાભાઈ હરમસજી નાબી : ચરિત્રલક્ષી પુસ્તક ‘હિંદના દલેર પારસી વીરલાઓના કર્તા. નિ.વો. બુકબાઈન્ડર ધનમાય કે.: નવલકથા ‘ઉતાવળી અને ઉછાંછળી' (૧૯૩૫) નાં કર્તા. ચ.ટો. બુકસેલર ચુનીલાલ મગનલાલ: કથાકૃતિ ‘માહિની ઊર્ફ મરિયમના નિ.. કત. ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૩૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy