________________
એક પારસી હત– અંગત
અશ્વમેધ (૧૯૮૬): ચિનુ મોદીનું નાટક, અશ્વ સાથેને પટરાણીના સભ્ય યોગને વિધિ આ નાટકના કેન્દ્રમાં છે અને સ્ત્રીની પશુસંયોગની ઝંખના કરણપર્યવસાયી બની અંતમાં પ્રતીકાત્મકતા તરફ વળ છે; એ એની કલાત્મકતા છે. વિવાદાસ્પદ વિષયવસ્તુવાળું ! નાટક ના કેટલાક મુખર શેને ગાળી નાખે તો મંચનક્ષમ છે.
i.ટા. અશ્વિન: ઍન્જિનિયર બનીને નોકરી ન મળતાં ગાંધીચીંધ્યા ગ્રામોદ્ધારના કાર્યમાં લાગનું રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા 'ગ્રામલક્ષમી - ભાગ ૧-૪' નું મુખ્ય પાત્ર.
ચ.ટા. અશ્વિનીકુમાર : જુઓ, પરમાર જયમલ પ્રાગજીભાઈ. અષ્ટમંગલા: “અસહકારી અને આત્મભાગી રંભા' (૧૯૨૨) નવલકથાના કર્તા.
અશોક પારસી હત: અશોક પારસી હતો એવા જીવણજી ૪. મોદીના સંશોધન પરથી અશોકની ફરતે પારસી પરિવેશના પ્રસંગે ઊભા કરી સંશોધન પર વિનોદ કરતો જ્યોતીન્દ્ર દવેના હાસ્યનિબંધ.
4. દા. અશ્રુઘર (૧૯૬૬): રાવજી પટેલની પહેલી નવલકથા. ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. સૅનેટોરિયમથી વતન ભણી અને ફરીને વતનથી સેનેટેરિયમ ભાણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની હુંફ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી. છે, ભાવવળાંકા અને ભાવસંક્રમણે જે રીતે નિરૂપ્યાં છે, - અભિવ્યકિતની જ તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે.
.ટી. અશ્વત્થ (૧૯૭૫): નટવરલાલ કુબેરદાસ પંડયા - ઉશનસ્'ને કાવ્યસંગ્રહ. એમાં થોડાંક મુકતક, થોડાંક હાઈક સાથે ૧૨૮ કૃતિઓનો સમાવેશ થયો છે.
પ્રકૃતિ, પ્રણય અને ગૃહજીવન તથા રોજિંદી ઘટનાઓ કાવ્યમાં સુપેરે ઢળ્યાં છે. કુટુંબજીવનમાં વિશેષ રસ અને રુચિ હોવાથી અહીં કાવ્યનાયિકા ઘરરખુ ગૃહિણી બનીને આવે છે.
હાગરાત અને પછી', ‘નવું ઘરેણું’, ‘આણું', 'પિયર ગામના જૂના ચંદ્રને’, ‘તમે સાથે રહેજો – આ અને આવાં બીજાં કાવ્યોમાં ઘરગથ્થુ ભાષા, એના લય અને લહેકાને તથા છાણકાને પણ ઉપયોગ છે. પ્રકૃતિચિત્રામાં ખાસ અંધકાર અને તડકાનું આલેખન થયું છે. ગીતમાં રાજેન્દ્ર-નિરંજનની પરંપરા સચવાયેલી છે. ગઝલમાં કયાંક ભાષા નડી છે. કવિના સાચા મિજાજ એમનાં સૉનેટોમાં પમાય છે. એકંદરે તેઓ વિસ્મય અને સંવેદનના કવિ છે. પરંપરામાં રહીને પણ પોતીકા અવાજ એમણે અહીં પ્રગટાવ્યો છે.
અસર સાલરી: ‘કાઈદે આઝમ મુહમ્મદઅલી જિન્નાહ' (૧૯૩૯) ચરિત્રગ્રંથના કર્તા.
ચં.. અસર સુરતી : જુઓ, ચાંદીવાળા દાઉદભાઈ વાય. અસીર ઝફરઅલી: જ, મિસ્ત્રી જાફરઅલી. અસ્તી (૧૯૬૬): શ્રીકાન્ત શાહની પ્રયોગશીલ લઘુનવલ. સુરેશ
જાષી પછી જ ઘટનાવિહીન વિષયવસ્તુ સાથે કથાવિશેષ ઉપસાવવાના પ્રયત્નો થયા તેમને આ એક છે. દૃશ્યોની સાંકળી રૂપે કે કલ્પનેની શ્રેણી રૂપે કે વિચારોની મૂર્તતા રૂપે વિસ્તરેલો ઉથાપટ નાયક તે'ની ચતનામાંથી ગળાઈન આવેલા છે. કેન્દ્રમાં એકલતા છે. શરીન નાકે ઉભા રહીને પસાર થતી સૃષ્ટિને જાતા નાયકની સર્વત્ર પ્રતિક્રિયા છે. આમ, આ એકપાત્રી લઘુનવલ છે; અન્ય પાત્રો એની સામગ્રી રૂપ છે. ભાષાની લયાત્મક ગતિવિધિથી ગદ્ય આસ્વાદ્ય બન્યું છે. એક નિયમ તરીકે લેખકે પુસ્તકમાં દીર્ઘ 'ઈ' તથા દૂરવ “ઉના જ ઉપયોગ કર્યો છે.
ર.ટી. અસ્મત : કિશનસિંહ ચાવડાની ટૂંકીવાતાં. દેશના ભાગલા વખતે મુસ્લિમ યુવતી અસ્મત હિંદુ પ્રીતમલાલ માટે ભારતમાં આવી એની સાથે લગ્ન કરી લે છે અને એ જ યુવતી પાકિસ્તાની છાવણીમાં જતાં પોતાનું ધ્યાન ફેરવી લગ્નને ફોક કરી દે છેએવા રહસ્યની આસપાસ આ સત્યકથા ગૂંથાયેલી છે.
ર.ટી.
અશ્વત્થામા (૧૯૭૩): મધુ રાયના ભજવી શકાય તેવાં એકાંકીઓને સંગ્રહ. એમાં ઝરવું, ‘કાગડી ? કાગડાં? માણસે', અશ્વત્થામા', ‘ઝુમરી તયા’ અને ‘તું એવું માને છે' એમ કુલ પાંચ નાટકૃતિઓ છે. આ સર્વ, ઇયનેસ્કો અને બૅકિટના નાટયલેખનના પ્રભાવ હેઠળ જન્મેલી આધુનિક ‘ઍબ્સર્ડ' રંગભૂમિની સભાનતાથી લખાયેલી છે. નાટયકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની ગદ્યશકિત લેખકને સફળ નાટકકાર તરીકે સાબિત કરે છે. ‘ઝેરવું' પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે.
ચિંટો. અશ્વત્થામાની સ્વગતોકિત: પૌરાણિક સંનિવેશમાં આધુનિક સંવેદન આપતી નલિન રાવળની દીર્ઘ કાવ્યકૃતિ.
ચ.ટી.
અંકલસરીઆ મેહરબાનું બહામગર: ‘ઈરાનમાં મુસાફરી' (૧૯૭૨) નાં કર્તા.
અંગત (૧૯૭૧): રાવજી પટેલનાં છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ
૧૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org