SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ દેસાઈ મહાદેવભાઈ હરિભાઈ–દેસાઈ મીનુ બરજોરજી અને ગઝલ સ્વરૂપની રચનાઓ છે. પ્રકૃતિનાં વિવિધ તને, વિશેષપણ અંધકારને વિષય બનાવતી આ રચનાઓ સમકાલીન નવી કવિતાનાં દીકઠીક લક્ષણો ધરાવે છે. ભાષાભિવ્યકિતની તાજ૫, પ્રયોગશીલતા, નવ્યપ્રતીકવિધાન, ગીતામાં સિદ્ધ થા પ્રલંબલય અને પ્રાદેશિક બોલીનાં તત્ત્વોને સમુચિત વિનિયોગ જવા આગવા કાવ્યગુણાના સંદર્ભમાં ‘રારી'ની કવિતા આધુનિક તાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. ‘અનવધ ઑવ વધ' (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથામાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વને પરિચય મળી રહે છે. ઉપરાંત, ગાંધીજીનાં પુસ્તકોના અને વ્યાખ્યાનના એમણ કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે. બ.જા. દેસાઈ મહાલક્ષ્મીબહેન : ‘રામજી મહારાજ દેસાઈ માલમીબહેન - અવનવૃત્તાંત' કી.ઇ. (૧૯૩૦)નાં કતાં. દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ, 'કુમાર' (૨૪-૯-૧૯૧૧, ૧૫-૪-૧૯૮૯): કવિ, ચરિત્રકાર. મ. સ. યુનિવરિટીમાં ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા. પછી નિવૃત્ત. થિયોસૉફિકલ સોસાયટી, પ્રેમાનંદ સાહિત્યસભા સાથે સંલગ્ન. એમણ સરળ શૈલીમાં આફ્રિકાના સંઘર્ષભર્યા ઇતિહાસનું બયાન આપતી પુસ્તિકા “આફ્રિકામાં અંધારું નથી' (૧૯૬૧) તથા શ્રેયસાધક વર્ગના આચાર્ય તરીકેનું ચરિત્ર નિરૂપની પુરિતકા ‘શ્રીમનૃસિંહાચાર્યજી' ઉપરાંત કાવ્યસંગ્રહ 'કુમારનાં કાવ્યા' ('૧૯૪૦) પણ આપ્યો છે. કી.. દેસાઈ મંજુલાલ સાકરલાલ: મૌર્યયુગીને નવલકથા “ભગવા ચાકળ' (૧૯૪૬), હસ્તમેળાપ” તથા “સંદેશ ડિરેકટરી’ અને રામરાય મુનશીકૃત ‘ગ્રામિઝમના અનુવાદના કર્તા. દેસાઈ માણેકલાલ છગનલાલ : વાર્તા ‘ચકિશારી’ - ભા. ૧ (૧૯૮૧)ના કર્તા. દેસાઈ મહાદેવ હરિભાઈ, ‘ત્રિલોચન' (૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨) : ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક. જન્મ સરસ (જિ. સુરત)માં. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં ને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલિફન્સ્ટન કોલેજમાં. બી.એ. એલએલ.બી. થઈ અમદાવાદમાં વકીલાતના આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી. સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર. કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે અવસાન. અંત્યજ સાધુનંદ' (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ' (૧૯૨૮), સંત ફ્રાંસિસ' (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર' (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. મૌલાના અબ્દુલકલામ આઝાદ' (ચંદ્રશંકર શુકલ સાથે, ૧૯૪૬) પણ એમને ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી “એક ધર્મયુદ્ધ' (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ' (૧૯૨૮) અને 'ગોખલેનાં વ્યાખ્યાન' (૧૯૧૬) પણ હકીકતાને ભાવવાહી રીતે રજૂ કરતા ' હાઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન 'વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકા' (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો' (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) તથા ‘ખેતીની જમીન' (માર્તન્ડ પંડયા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે. આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણ. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી'- ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશ: ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલ છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશકિત અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યકિતશકિતનું ઉદાહરણ છે. ‘ચિત્રાંગદા' (૧૯૧૫), પ્રાચીન સાહિત્ય' (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ(૧૯૨૩) અને 'વિરાજવહુ' (૧૯૨૪) એમના અનુવાદો છે. ‘મારી જીવનકથા' (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાને અનુવાદ છે. મૂળ ભાવ કયાંય ખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે. ‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ' (૧૯૨૭), 'વીથ ગાંધીજી ઈન સિલોન' (૧૯૨૮), ધ સ્ટોરી ઑવ બારડોલી' (૧૯૨૧), દેસાઈ માધવ રસેન્દ્રરાય (૧૬-૨-૧૯૪૬) : બાળસાહિત્યકાર. જન્મ મુંબઈમાં. બી.ઈ.એમ.એસ., એમ.બી.એ. ઝેનિથ કર્યુટર્સ, અંધેરીમાં જનરલ મૅનેજર. ‘વિચિત્ર સાહસ' (૧૯૬૩), રોમાંચક સાહ' (૧૯૭૨), ‘અના"| સાહસ' (૧૯૮૦) વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકા છે. દેસાઈ માલતી અંબેલાલ (૧૯-૧-૧૯૩૮) : નવલકથાલેખક. જન્મ સુરત જિલ્લાના એરૂમાં. આર્ટ ડિપ્લોમા. ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં ચિત્રશિક્ષિકા. ‘માધવીમંડપ' (૧૯૭૬), ‘આભ ઢળે તે દિન' (૧૯૭૮), કે ભવિષ્યતિ' (૧૯૮૧) અને ‘બરફના દવ' (૧૯૮૨) એમની નવલકથાઓ છે. પીગળતા પડછાયા' (૧૯૭૩) એમની લઘુનવલ છે. લીચી' એમનો વાર્તાસંગ્રહ છે. દેસાઈ મીનુ બરજોરજી, ધનધનધારી’, ‘પાર્ષિ', ‘બાબરો ભૂત, ‘મી.દે.’, ‘શશાંક’, ‘સાહિત્યરસિક' (૧-૭-૧૯૧૬, ૨૫-૫-૧૯૭૫) : કવિ, નાટકકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ નવસારીમાં. કારકિર્દીના પ્રારંભ મુંબઈ વર્તમાનમાં જુનિયર રિપોર્ટર તરીકે. ૧૯૪૮ માં ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy