SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ . દેસાઈ બરજોરજી પાલનજી–દેસાઈ મગનભાઈ પ્રભુદાસ અમનાં કાવ્યોને મરણોત્તર સંગ્રહ ‘વેરાયેલાં ફૂલડાં' (૧૯૭૨) પ્રગટ થયા છે. દેસાઈ બાલુભાઈ અંબાલાલ : નવલકથા ‘શાંતિદાસ' (૧૯૮૧)ના: કર્તા. દેસાઈ બરારજી પાલનજી : 'સારાની શાહનમું ('૫૮૯૯)ના કર્તા. દેસાઈ બી. સી. : ‘મહાભારત અંગ્રેજી - ગુજરાતી ડિકશનરી' (૧૯૮૬) ના કર્તા. દેસાઈ બળદેવભાઈ હરિલાલ : નવલકથા ‘નવલચંદના કર્તા. દેસાઈ બુલાખીરામ ચકુભાઈ : મુખ્યત્વે ગબી સ્વરૂપની પદ્ય રચનાઓની પુસ્તિકા 'રંગીલાને રંગ' (૧૮૭૨)ના કતાં. કૌ.). દેસાઈ બેજન નૌશીરવાન, ‘અભય’, ‘ચાબુક’, ‘મુસાફર': ‘ભાષા - માનવ લાગણીને ઇતિહાસ' (૧૯૫૩) જવી પુસ્તિકાના તથા જીવનચરિત્ર ‘ડો. સર જીવનજી ૧૮મશદજી માદ' (૧૯૫૪)ના કર્તા. ચં.ટા. દેસાઈ ભીમભાઈ: ‘બકાર પટેલની વાતા'- ભ', ૨૧, ૨૨, ૨૩, ૨૪ (અન્ય સાથે, ૧૯૪૮)ના કતાં. દેસાઈ બળવંતરામ રઘુનાથજી: ‘મમિકર અને તવજ્ઞાન થાને ગુજરાતને વાણુનાદ' નામક ફાવ્યગ્રંથના કર્તા. ચં.ટો. દેસાઈ બાબુભાઈ : બળનાટક ‘જાગે આતમરામ'ના કર્તા. ૨,૨,દ. દેસાઈ બાબુભાઈ ઇચ્છારામ : વાત ‘સની પિગલા' (૧૯૪૬)ના કર્તા. દેસાઈ બાલાભાઈ વીરચંદ, ‘ભિy', 'બાલવીર', ‘ભિક્ષુ સાયલાકર’, ‘મુનીન્દ્ર (૨૬-૯-૧૯૦૮, ૨૪-૧૨-૧૯૬૯) : નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ વીંછીયા (જિ. રાજકોટ)માં. પ્રાથમિક શિક્ષણ વિજાપુર પાસેના વરસેડા ગામમાં. અંગ્રેજી ત્રણ ધારણ અમદાવાદની ટયુટોરિયલ સ્કૂલમાં. જેનદર્શનના વિદ્યાધામ શિવપુરીમાંથી ‘તર્ક ભૂષણઅને ‘ચાયતીર્થ 'ની પદવીઓ. વ્યવસાયે પત્રકાર. ૧૯૪૮ ને કુમારચંદ્રક પ્રાપ્ત. એમણ નાનાંમોટાં દોઢસે પુસ્તકો લખ્યાં છે. એ પૈકી ‘પ્રમભકત કવિ જયદેવ' (૧૯૪૫), ‘ભગવાન ઋષભદેવ' (૧૯૪૭), પંડિત સુખલાલજની પ્રસ્તાવના ધરાવતી પ્રેમનું મંદિર' (૧૯૫૦), ‘ભરતબાહુબલિ' (૧૯૫૮), ‘નરકેસરી' (૧૯૬૨)વગર નવલકથાઓ છે; ‘પારકા ઘરની લક્ષ્મી' (૧૯૪૬), ‘વીરધર્મની વાત' (૧૯૪૭), ‘માદરે વતન' (૧૯૫૦), 'કંચન અને કામિની' (૧૯૫૦), “યાદવાસ્થળી' (૧૯૫૨), ‘માટીનું અત્તર' (૧૯૬૩) વગેરે વાર્તાસંગ્રહ છે; રસિયો વાલમ અને બીજાં નાટકો' (૧૯૫૫), “આ ધૂળ આ માટી' (૧૯૬૪), ‘ગીતવિદને ગાયક' વગેરે નાટયગ્રંથા છે; ‘ગનિક આચાર્ય' (૧૯૫૦), ‘મહાન આચાર્ય ર્યકોલક' (૧૯૫૦), 'પ્રતાપી પૂર્વજો'- ભા. ૧થી ૪ (અન્ય સાથે, ૧૯૫૪), 'નિગ્રંથ ભગવાન મહાવીર' (૧૯૫૬), ‘સિદ્ધરાજ જયસિંહ' (૧૯૬૦) વગેરે જીવનચરિત્ર છે; ‘આત્મકથાઓનાં અમૃતબિંદુ (૧૯૩૧), જૈન, બૌદ્ધ ને હિંદુ ધર્મની પ્રાણીકથાઓ' (૧૯૫૦, ૧૯૫૫, ૧૯૫૫), ‘નીતિકથાઓ'- ભા. ૧-૨ (૧૯૫૪) અને મા. ૩-૪ (૧૯૫૬), 'મહાકાવ્યની રસિક વાતા' (૧૯૬૦), ‘ભારતના ભાગ્યવિધાતાઓ' (અન્ય સાથે, ૧૯૬૫) વગેરે બાબસાહિત્યની પુસ્તિકાઓ છે. આ ઉપરાંત સર્વાચનમાળા, વિદ્યાર્થી વાચનમાળા, જૈન ગ્રંથાવલિ વગેરે એમની બોલબાધક પુસ્તિકાશ્રેણીઓ તેમ જ ‘સર્વોદય વાચનમાળા' : ૧-૪ અને ‘સાહિત્ય કિરાણાવલિ': ૧-૩ જવાં એમનાં સંપાદનો પણ મળ્યાં છે. દેસાઈ મગનભાઈ પ્રભુદાસ (૧૧-૧૦-'૧૮૯૯, ૨-૨ (૧૯૬૯): વિવેચક, કોશકાર, સંપાદક. જન્મ ધર્મજ (પેટલાદ)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. ૧૯૧૭માં મૅટ્રિક. ઉચ્ચશિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં. ગાંધીપ્રભાવ તળ ઈન્ટર આથી અભ્યાસ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાંથી નાતક અને પારંગત. પછીથી ત્યાં જ દક્ષિા:-હેલે. બારસદ હાઈરલ, રાષ્ટ્રીય શાળા - સત્યાગ્રહ આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠમાં ગણિતનું અધ્યાપન. ૧૯૩૮માં ગૂજરત વિદ્યાપીઠના મહામાત્ર. ૧૯૩૫ થી ૧૯૩૭ સુધી વર્ધા મહિલા આશ્રમનું સંચાલન. ૧૯૩૭ - થી પુન: મહામાત્રપદે. ૧૯૪૨ માં આઝાદીની લડતમાં જોડાતાં જેલવાસ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ. ‘સત્યાગ્રહ’, ‘હરિજન' તથા ‘શિક્ષણ અને સાહિત્ય” સામયિકાના સંપાદક તંત્રી. અમદાવાદમાં અવસાન. ઉચ્ચશિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને સ્થાન અપાવનાર આ લેખકનું સાહિત્યસર્જન શિક્ષણ તથા પત્રકારત્વની નીપજ છે. એમના સાહિત્યિક ગ્રંથોમાં વિવેચનસંગ્રહ ‘વિવેકાંજલિ' (૧૯૬૦); અવસાનનાંધાનો સંગ્રહ ‘નિવાપાંજલિ' (૧૯૫૯); મધ્યકાલીન કૃતિઓનાં સંપાદન પ્રેમાનંદ કૃત 'કુંવરબાઈનું મામેરું' (૧૯૪૦), ‘સુદામાચરિત' (૧૯૪૨), 'નળાખ્યાન' (૧૯૫૧), નરસિહ મહેતાકૃત ‘સુદામાના કેદારા' (૧૯૪૨) ઉલ્લેખનીય છે. “સાર્થ જોડણી કોશ' (૧૯૨૯), ‘રાષ્ટ્રભાષાને ગુજરાતી કોશ' (૧૯૩૯), ‘ખિ કોશ' (૧૯૪૧), ‘વિનીત જોડણીકોશ' (૧૯૫૪), ‘ હિતાની ગુજરાતી કોશ’ વગેરે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ‘સત્યાગ્રહની મીમાંસા(૧૯૩૪), ‘વિદ્યાર્થી ગ્રીમ પ્રવૃત્તિન’ (૧૯૪૫), ‘વરાજ એટલે શું ?” (૧૯૫૬), ‘હિંદી પ્રચાર અને બંધારણ (૧૯૧૭), ‘નવી યુનિવર્સિટીઓ' (૧૯૬૪) વગેરે લેખસંગ્રહો ઉપરાંત વિવિધ ઉપનિષદોની સટીક સમીક્ષા કરતી ‘મુંડકો ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy