SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અમાસના તારા – અમીન ચીમનભાઈ ખેડીદાસ પ્રકરણોમાં અધ્યાત્મયાત્રાને વિકાસ દર્શાવાય છે; અને છેલ્લા પ્રકરણ ‘સત્સંગ'માં લેખકના જીવનમાં આવેલા મહાપુરુષની આત્મચેતનાએ જે વિધાયક કાર્ય કર્યું એને વિશેનું આત્મચિંતન ૨૪ થે”નું છે. અન્ય અંગેની અંગત શોધ અહીં શબ્દવિલાસની હિનીમાં આવેલી અતિશયોકિતને નિવારીને ચાલવાની સભાનતા પ્રગટ કરે છે. .ટો. અમાસના તારા (૧૯૫૩): કિશનસિંહ ચાવડાનું એમના સંસ્મરણવિશ્વને આલેખતું આ પુસ્તક મર્મપર્શી સમૃતિચિત્રો અને ભાવપૂર્ણ રેખાચિત્રો આપે છે. અમાસની રાતે ચમકતા તારાઓ જેવાં તેજસ્વી વ્યકિતને અહીં અંગત લાગણીથી રહ્યાં છે. મૂર્ત શૈલી, રંગદર્શી સંવેદન અને કાવ્યાત્મક ' વેગ છે, એ જ કારણે નનુ ઉસ્તાદ, ફૈયાઝખાં, ફક્કડચાચા, નર્મદાબા જેવાં પાત્ર વિશેષ બન્યાં છે. પ્રસંગ-નિરૂપણમાં જીવનમાંગલ્યને સૂર પ્રમુખ છે. ચં.ટો. અમીધર મહારામજી : કેટલીક ધાર્મિક પ્રકારની રચનાઓ અને ભજનન ગ્રંથ “કેટલાંક ભજનો' (૧૯૩૩) ના કર્તા. કૌ.બ્ર. અમીન : જુઓ, મણિયાર રહમતુલ્લા અદ્રરહમાન. અમીન આઝાદ : જુઓ, તાહેરભાઈ બદરુદ્દીન. અમીન આપાજી બાવાજી (૬-૭-૧૮૯૪, ૧૨-૫-૧૯૭૮): નિબંધકાર, ચરિત્રલેખક. જન્મ કરમસદ (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ વસેમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં. વાણિજ્યના વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક. આઠેક વર્ષ મુંબઈમાં રહી, ૧૯૨૦માં ઍડિટર્સની પેઢી સ્થાપી. આ પછી, વડોદરા-પેટલાદમાં ઍડિટર્સને વ્યવસાય વિકસાવ્યા બાદ ૧૯૫૨ થી અમદાવાદમાં. ઉત્તરવયે વતન વસેના વિકાસમાં. એમણે છ પુસ્તકો આપ્યાં છે. તે પૈકીનું ‘કુરસદની ઋતુનાં ફૂલ' (૧૯૬૬) વિચારદોહન, વિવેચન અને રેખાચિત્રો એમ ત્રણ ખંડોમાં વિભકત છે. પ્રથમ ખંડમાં જગતના મહાપુના ચિંતનના સંય છે, બીજા ખંડમાં ત્રણેક વિવેચને છે અને ત્રીજા ખંડમાં મહાત્મા ગાંધી તેમ જ મેતીભાઈ અમીનનાં રેખાચિત્ર છે. ‘મારા જીવનના રંગતરંગ' (૧૯૬૬)માં એમાણ પોતાના જીવનવિકાસને તબક્કાવાર આલેખ આપ્યો છે. ‘યમપરાજય' (૧૯૬૬) શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી'નું ગદ્ય રૂપાંતર છે. ‘મતીને પમરાટ’ ચરોતરના જાણીતા સમાજસુધારક શ્રી મોતીભાઈ અમીનનું જીવનચરિત્ર છે. ‘ગાંધી : જીવન અને વિચાર’ અને ‘ગીતા-નવનીત' તે તે વિષયને લક્ષ્ય બનાવતાં એમનાં અન્ય પુસ્તકો છે. કૌ.બ્ર. અમીન ઈશ્વરભાઈ ઝવેરભાઈ : કાવ્યગ્રંથ ‘આશ્વાસનમ્', 'કાવ્યબિન્દુ' (૧૯૧૨) અને ‘હૃદયદર્શનમ્ ' (૧૯૧૨) ના કર્તા. કૌ.બ્ર. ૮: ગુજરાતી સાહિત્યકાશ - ૨ અમીન ગેવર્ધનદાસ કહાનદાસ, 'સંત' (૨૭-૮-૧૮૯૧): નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ વતન સિનેરમાં. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી પાંચ ધોરણ સુધીનું શિક્ષણ વડોદરામાં. વડોદરા રાજ્યમાં વતનદાર તરીકે. એમણે બે ઐતિહાસિક નવલકથાઓ ‘દક્ષિણને વાઘ' (૧૯૨૦) અને ‘પાટલીપુત્રની પડતી' (૧૯૨૪) તથા એક સામાજિક નવલકથા 'દુર્ભાગી દારા' (૧૯૨૩) લખી છે. ઉપરાંત, ‘દાદાભાઈ નવરોજીનું ટૂંકું જીવનચરિત્ર' (૧૯૧૭) પણ એમણે લખ્યું છે. એમણે નોંધપાત્ર અનુવાદો આપ્યા છે. ‘બૂર ટી. વૈશિગ્ટન' (અનુ. ૧૯૧૪), ‘અદ્ભુત આગબેટ’, ‘પ્રતિજ્ઞાપાલન, યુરોપના રણરંગ' (ત્રણેય ૧૯૧૬) અને 'છત્રપતિ રાજારામ” (૧૯૧૭) એમનાં અન્ય પુસ્તકો છે. બા.મ. અમીન ગેવિંદભાઈ રામભાઈ (૭-૭-૧૯૦૯, ૧૬-૬-૧૯૭૯): નાટ્યલેખક, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ રામલમાં. વતન વસો (ખેડા). ૧૯૨૮ માં મૅટ્રિક. ૧૯૩૬ માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બી.કૉમ. લૅરદલાલને વ્યવસાય. ચાર દાયકાના લાંબા સમય દરમિયાન સામાજિક સમસ્યાઓને નાટક, નવલકથા અને વાર્તા રૂપે નિરૂપતા રહેલા આ લેખકે વાતનું વતેસર' (૧૯૩૪), ‘રેડિયમ' (૧૯૩૭), વાર્તા પરથી. લખેલ ‘કાળચક્ર' (૧૯૪૦), ‘વેણુનાદ' (૧૯૪૧), 'હૃદયપલટો' (૧૯૪૭), ‘તમે નહીં માને' (૧૯૫૮) જેવા નાટય અને એકાંકી-સંગ્રહો આપ્યા છે. ‘માડીજાયો' (૧૯૪૭), ‘બે મિત્રા' (૧૯૪૩), 'જૂનું અને નવું' (૧૯૪૭) જેવી નવલત્રયી ઉપરાંત ‘ત્રિવિધ તાપ' (૧૯૪૮), ‘નવનિર્માણ' (૧૯૫૩), ‘પાપી પ્રાણ” (૧૯૬૬), “એક દિન એ આાવશે' (૧૯૭૭) જેવી નવલકથાઓ એમના નામે છે. ‘રંગનાં ચટકા' (૧૯૪૨) અને ‘ત્રિપુટી' (૧૯૪૬) એમના વાર્તાસંગ્રહો છે. અમીન ચંદ્રકાન્ત ચીમનભાઈ (૧૮-૬-૧૯૮૧) : નવલકથાકાર, કવિ, સંપાદક. જન્મ વીરસદ (ખેડા)માં. ૧૯૯૧ માં બી.એ., ૧૯૬૩ માં એમ.એ. એમણે કાવ્યસંગ્રહ “છાલક' (૧૯૮૨); નવલકથાઓ ‘અચારી' (૧૯૬૬), ‘ઉલ્લંઘન' (૧૯૭૧), ‘મનીષા' (૧૯૬૭); લેકકથા ને સંગ્રહ ‘સવા મણ સેનાને દાંટ' (૧૯૬૩); સંપાદના ‘સુદામાચરિત' (૧૯૮૨) અને ‘ઓખાહરણ' (૧૯૮૨); ઉપરાંત કેટલાંક બાળસાહિત્યનાં તથા અનુવાદનાં પુસ્તકો આપ્યાં છે. અમીન ચીમનભાઈ ખેડીદાસ, ‘અદીચિ', ‘અનુરાગી', ‘ચિન્મય પટેલ', ‘સત્યદેવ' (૧૯-૯-૧૯૩૭): કવિ, નવલકથાકાર. જન્મ કડી તાલુકાના વામજમાં. એમ.એ., એમ.એડ. ‘સ્વર્ગભૂમિ'ના તંત્રી. લેખનને વ્યવસાય. ‘સ્વપ્નની છાયા' (૧૯૭૫), ‘સત્યદેવ ભજનાવલિ' ૧-૨ (૧૯૮૨), ‘સત્યદેવ દોહાવલી' (૧૯૮૨) એમના કાવ્યગ્રંથો છે. ‘મગરનાં આંસુ' (૧૯૭૮) અને 'કુલઘાતક' (૧૯૮૦) એમની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy