SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ દવે હર્ષદ કૃષ્ણલાલ–દવે હિંમતલાલ રામચન્દ્ર દવે હિંમતલાલ નાનાલાલ : પદ્યકૃતિ 'શ્રી જ્ઞાનદર્શિકા': પ્રથમ ભાગ (૧૯૧૩)ના કર્તા. આ પ્રકારની કૃતિઓ ‘સુખ નામનો પ્રદેશ' (૧૯૭૬) થી પ્રારંભાઈ છે. ‘સંગ-અસંગ' (૧૯૭૯)માં સાધુસંતોના આંતરજીવનના પ્રશ્નાનાં ચાર લેખને મળે છે; ‘લેહીનો રંગ લાલ' (૧૯૮૧) સમસ્યાને કથીને અટકી જાય છે; ‘ગાંધીની કાવડ' (૧૯૮૪)માં સાંપ્રત રાજકારણ ઉપર કટાક્ષ છે. આમ, એમની કૃતિઓમાં વિષય અને નિરૂપણનું વૈવિધ્ય છે. એ કશા ચોકઠામાં બદ્ધ રહેનારા લેખકોમાંના નથી. જીવનની વાસ્તવિકતાને નવલકથામાં કળાત્મક અભિવ્યકિત આપવામાં એમને ઠીકઠીક સફળતા મળી છે. યુગે યુગે' (૧૯૬૯) એમનું દીર્ઘ નાટક છે. કવિ અને કવિતા (૧૯૭૧) કવિતાના આવાદનું પુસ્તક છે. ‘ગાલિબ' (૧૯૬૯), 'દયારોમ' (૧૯૬૫), 'મુશાયરાની કથા' (૧૯૫૯), 'સ્વામીનારાયણ સંપ્રદાય' (૧૯૭૦) જેવી પુસ્તિકાઓ પરિચયાત્મક છે. ‘ઉમાશંકર જોશી (૧૯૮૬) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું એમનું પુસ્તક છે. ‘પગ અને માનવ સંબંધો' (૧૯૮૨)માં એમણ કૃષ્ણસંબંધ માનવીય ચિતન પેશ કર્યું છે. અહીં એમની દૃષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. “નીરવ-સંવાદ' (૧૯૮૦)માં એમના ચિંતનલેખ છે. “વેરાનું સ્વપ્ન ઘુંટાનું સત્ય' (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખને સંચય છે. શબ્દ ભીતર સુધી' (૧૯૮૭). નિબંધસંગ્રહ છે. ‘મધુવન' (૧૯૬૨) એમનું ગઝલ-સંપાદન છે. ‘પિજરનું પંખી', 'ધરતીનાં છોરું, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ–આ ચારે અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પાણ કર્યા છે. મ.પ. દવે હર્ષદ કૃષ્ણલાલ (૪-૬-૧૯૨૭) : પ્રવાસ-સાહસકથા-લેખક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૧૩ માં બી.એ. શિક્ષણ, તરણ અને પુસ્તક-પ્રકાશન સાથે સંલગ્ન. એમણ સાહસપ્રવાસકથા “અમે ૨૬' (૧૯૭૩), ‘તરણકળા’ (૧૯૭૫), ‘તરે તે તારે' (૧૯૭૭) જેવી પુસ્તિકાઓ આપી છે. દવે હિમતલાલ રામચન્દ્ર, ‘વામી આનંદ'(૧૮૮૭, ૨ 1-૧૯૭૬): નિબંધકાર, કોશકાર. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે દિવેદી. પ્રાથમિક શિક્ષા ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષગ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર. ૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસંગ સ્વાતંત્ર સંગ્રામમાં. ૧૯૬૭માં લોકમાન્ય તિલકના 'કેસરી' પત્રના. મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક રાષ્ટ્રમત'ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨ માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ)માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭ માં ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા'ના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઇન્ડિયા'માં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જલ-રજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તે પછી થાણા (મુંબઈ), બારડી (દ. ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમ સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અપાયેલો પુરસ્કાર (૧૯૬૯) સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન. ગાંધીજીનાં મુખપત્રમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન' શીર્ષથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનને રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાને પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ કરછી સિધી બેલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બધા સંઘેડાઉતાર, તત્ત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યકિત ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગ તથા કહેવતેથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે. સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડો. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી દવે હિમતલાલ ઉમિયાશંકર, ‘આરુણિ' (૨૨-૫-૧૯૧૯): જીવન ચરિત્રલેખક, કવિ. જન્મ વઢવાણ (જિ.સુરેન્દ્રનગર)માં. ૧૯૪૫માં સિનિયર પી.ટી.સી. ૧૯૫૨ માં મૅટ્રિક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં શિક્ષક અને આચાર્ય. શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત. ૧૯૭૭થી નિવૃત્ત. એમણે કાવ્યસંગ્રહ ‘રણટંકાર' (૧૯૬૫), એકાંકી નાટક ‘મંગલ ઉપા' (૧૯૫૨), જીવનચરિત્રો ‘ત્રિપુરસુંદરી' (૧૯૮૩), ‘ભારતની મહાન વિભૂતિઓ' (૧૯૪૮), ‘ભગવાન મહાવીરના પાવન પ્રસંગો' (૧૯૭૬), 'સ્વામી અવન્તિક ભારતી' (૧૯૭૬) ઉપરાંત ‘જગતગુરુ શંકરાચાર્ય: સમયનિર્ણય' (૧૯૮૮), ‘જયોતિષ્મીઠ: બદ્રિકાશ્રમ' (૧૯૮૮) અને ‘ઋતાયન' (૧૯૮૬) જેવાં સંશોધનસંપાદનનાં પુસ્તકો આપ્યાં છે. ૨૨.દ. ૨૩૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy