SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અવર્ષ કપિલરામ નરભેરામ – અનહદની સરહદે અધ્વર્યુ કપિલરામ નરભેરામ : ‘જાગીને જોઉં તો' ભાગ ૧-૨ (૧૯૫૮) ના કર્તા. અધ્વર્યુ પન્ના રમેશભાઈ (૨૯-૭-૧૯૩૩) : નિબંધકાર. જન્મ મુંબઈમાં. ૧૯૫૪ માં સમાજશાસ્ત્ર સાથે બી.એ. ૧૯૫૮ માં એલએલ.બી.; ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે ૧૯૭૭ માં એમ.એ. મુંબઈ મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ. નિબંધસંગ્રહ “ખાબો ભરીને ઉજાસ' (૧૯૮૧) ની લલિતનિબંધ સ્વરૂપનો ૧૬ રચનાઓનું વિષયનિમિrમહદંશ પ્રકૃતિ છે. ક.બ્ર. અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ (૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વલસાડ તાલુકાના ચીખલીમાં. ૧૯૬૬ માં એસ.એસ.સી. ૧૯૭૦માં બીલીમેરાની કોલેજ માંથી ગુજરાતી સાથે બી.એ. ૧૯૭૨ માં એ જ વિષય સાથે એમ.એ. ૧૯૭૨-૭૩ પાલનપુરમાં, ૧૯૭૩-૭૪ બાલાસિનોરમાં, ૧૯૭૪-૭૭ મોડાસામાં અધ્યાપન. પરંતુ વ્યવસાયની નિરર્થકતા જણાતાં અધ્યાપન છેડયું અને સ્વતંત્ર સાહિત્યલેખન સ્વીકાર્યું. છેલ્લે કલા અને સાહિત્યની સાર્થકતા અંગે પણ સાશંક. ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અવસાન. “હનુમાન લવ કુશ મિલન' (૧૯૮૨) રમણ સોની, જયદેવ શુકલ અને ધીરેશ અધ્વર્યુ દ્વારા સંપાદિત મરણોત્તર વાર્તાસંગ્રહ છે. અહીં ૧૬ વાર્તાઓમાં ભાષાના વિવિધ સ્તરેથી જન્મતાં સંવદને તેમ જ સંદિગ્ધતાઓના આલેખ છે. દક્ષ્યાંકન અને મનોસ્થિતિને ઘાતક આલેખ સવિશેષ ધ્યાન ખેંચે છે. ‘પ્રથમ સ્નાન' (૧૯૮૬) મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાં અર્થના વિષમ વ્યાપારી અને વિચિત્ર અધ્યાહાર આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ શકે એવું બધી રચનાનું કલેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંત ખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિમુંખતા વચ્ચે અહીં રચનાઓએ રસ્તો કર્યો છે. પ્રથમ સ્નાન કે બૂટકાવ્યો' જેવી વિલક્ષણ કૃતિઓ અત્યંત નોંધપાત્ર છે. ચં.ટો. અધ્વર્યુ મણિશંકર દલપતરામ, “મનુ કવિ' : તેમણે ભરથરી રાજા, ત્રાકુંવરી, દ્રૌપદી ચીરહરણ, બારડોલી વિજય વગેરે વિશે લાંબા સંવાદાત્મક ગરબાઓને સંગ્રહ ‘ભારત જયોતિ ગરબા” (૧૯૨૮) તથા વાડાસિનોરના રાજાને પ્રજા પર જુલમ વર્ણવતું ૧૮ કડીનું “વાડાસીનેરનો રાજા કે રાક્ષસ યાને જુલમથી લુંટાયેલી પ્રજાની લાજ' (૧૯૨૨) કાવ્ય આપ્યાં છે. નિ.વો. અધ્વર્યુ રતિલાલ રામશંકર (૨૯-૯-૧૯૦૮, ૮-૮-૧૯૮૮) : કવિ. જન્મ લીમડી તાલુકાના હડાળા-ભાલમાં. હંટર ટ્રેઈનિંગ કૅલેજ, રાજકોટ અને પ્રે. રા. ટ્રેઈનિંગ કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ. ૧૯૪૨ ની ‘હિન્દ છોડો' લડતના સ્વાતંત્ર્યસેનાની. ૪૦ વર્ષના દીદી શિક્ષણકાર્ય બાદ નિવૃત્તિ. ગાંધીજીના જીવન ઉપર આધારિત ‘ગાંધીજીવન' ભાગ ૧-૭ (૧૯૬૭-૧૯૬૯) મહાકાવ્ય રચવાનો પ્રયાસ છે. આ ઉપરાંત ‘સંગીત પ્રવેશપોથી' (૧૯૪૨), ‘સંસ્કાર ગીત' (૧૯૫૭), ‘સંસ્કાર પ્રાર્થના' (૧૯૫૭) વગેરે બાળકો માટેના કાવ્યસંગ્રહા છે. ‘માનવતાનાં મોતી' (૧૯૬૪) અને “ધન્ય જીવન' (૧૯૬૪) ઐતિહાસિક-પૌરાણિક પાત્રો પર આધારિત કથાગીતો અને સંગીતરૂપકોના સંગ્રહો છે. “ભકિત ગીત' (૧૯૮૦), “ધર્મનીતિનાં પદો' (૧૯૮૧) તેમનાં ઉપદેશાત્મક કાવ્યોના સંગ્રહ છે. ગીતા કહે છે' (૧૯૭૫), ‘જીવન આરસી' (૧૯૭૭), 'કર્મની ગતિ' (૧૯૮૦), ‘ગાંધી પ્રસંગપુષ્પો' (૧૯૮૩), 'ઇન્દુલાલ યાજ્ઞિક' (૧૯૮૪), ‘રવિશંકર રાવળ' (૧૯૮૪), 'ગાંધીજીનું સાચું સ્વરૂપ' (૧૯૮૫), ‘લિયો ટૉલ્સ્ટૉય' (૧૯૮૫), 'વર્ષા યોગદર્શન (૧૯૭૬), 'પ્રાચીન વર્ષાવિજ્ઞાન' (૧૯૭૭) વગેરે એમનાં પ્રકીર્ણ વિષયો પર લખાયેલાં પુસ્તકો છે. - બ.દ. અધ્વર્યુ વિનોદ બાપાલાલ (૨૪-૧-૧૯૨૭) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩ માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭ માં વિલ્સન કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. તથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. ૧૯૫૪માં એ. જી. ટીચર્સ કૅલેજમાંથી બી.એ. અને ૧૯૫૭માં એમ.એડ. ૧૯૫૭ થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૬૯ થી બાલાસિનોરની આ-કોમર્સ કોલેજના આચાર્ય. ૧૯૮૭ થી નિવૃત્ત. કાવ્યસંગ્રહ “નંદિતા' (૧૯૬૦) માં પ્રયોગશીલ કવિતા છે. અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એમની કવિતાનાં પ્રમુખ લક્ષણો છે. એમણે નવલકથા સાહિત્યસ્વરૂપ પર “માયાલક’ (કનુભાઈ જાની સાથે, ૧૯૬૫) નામક પુસ્તક આપ્યું છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય' (૧૯૬૭)માં નાટકની ભાષા તપાસી છે. “પંગલાક’ (૧૯૮૭) નાટસાહિત્યવિષયક લેખોનો સંગ્રહ છે. પ્રેમાનંદ તથા નરસિંહકૃત ‘સુદામાચરિત' (૧૯૬૬) ના સંપાદન ઉપરાંત એમણે પ્રેમાનંદકૃત ‘અભિમન્યુ આખ્યાન' (૧૯૬૮) નું સંપાદન કર્યું છે. ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ' (૧૯૮૩) અને સુવર્ણ કેસૂડાં – એકાંકી' (૧૯૮૪) પણ એમનાં સંપાદનો છે. પ્ર.૨. અનડા છોટુભાઈ રતનશી : દક્ષિણ ભારતને ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય કરાવતું પુસ્તક પ્રવાસપત્રો'ના કર્તા. અનહદની સરહદે: સાપુતારા ડાંગમાં અસુરેલું ઉશનનું બળવાન સોનેટગુચ્છ. ચં.કો. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy