SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ દલાલ જયંતી ઘેલાભાઈ શિખરથાને પહોંચી અને ૧૯૬૨માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદા જુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રખા' (૧૯૩૯-૪૦) અને “એકાંકી (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિનાં સામયિકોનું સંપાદન કર્યું. ‘ગતિ' સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટયક્ષેત્રે અભિનય અને દિદનમાં સક્રિય રસ લીધો અને દશ્યકલાની શકયતાઓ પ્રત્યેના વિશ્વાસ્થી પ્રેરાઈ દિલહીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે 'બિખરે મોતી' નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધ પાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન. વ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હોવાથી તતાની ઊંચી જાણકારી ધરાવતા અમને ‘જવનિકા' (૧૯૪૧), 'પ્રવેશ બીજો (૧૯૫૦), 'પ્રવેશ ત્રીજો' (૧૯૫૩) અને “ચોથા પ્રવેશ' (૧૯૫૭) એ ચાર સંગ્રહોમાં કુલ તેતાલીસ પ્રયોગશીલ એકાંકી નાટકો આપીને એ ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની બૌદ્ધિક સજજતા અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધું નથી. ‘સયનું ના', ‘પદીને સહકાર’, ‘જોઈએ છે, જાઈએ છીએ' જેવી એકાંકી એમની સમર્થ અને સફળ પ્રયોગશીલતાના નમૂના છે. જીવનને ઊંડા સંપર્શ પ્રતીત કરાવતું વર, કટાક્ષની ચમકવાળા અને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, બોલચાલની છટાઓથી પ્રગટતી માર્મિકતા, ઉકિતલાઘવે તથા વસ્તુને તખતા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતાઓ છે. અતિસૂક્ષ્મ વળાટવાળી લાઘવયુકત શૈલીને લીધે એમના સંવાદો કવચિત ૬ બંધ પણ રહ્યા છે. “અવતરણ' (૧૯૪૯) એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિઅંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકોકિશારો માટે કરેલા “રંગતરણ' આદિ ચાર સંગ્રહ (૧૯૫૮)માં અમાણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી ના એક પત્રને કેન્દ્રમાં રાખીને એમણે ધમલે માળી' (૧૯૬૨) નામે રેડિયો સંકલન કરેલું તથા તેમનાં નાટકોનું સંપાદન પ્રકાશન (ભા. ૧, ૧૯૬૪; ભા. ૨, ૧૯૬૬; ભા. ૩, ૧૯૬૯) “ઈપર્ '(૧૯૬૩) નામને સંગ્રહ સંપાદિત કરેલ. આરંભમાં ‘નિર્વાસિત' ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ લેખકે એ પછી કથા આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગો કર્યા.બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધની વાર્તારીતિને બદલે મન:સૃષ્ટિમાં ગુજરની ઘટનાને અલબતીકથાનિરૂપણરીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણને ઉપસાવી આપતાં દૃશ્યકલ્પનોનું આલેખન, બોલચાલની સહજતાવાળી પણ અર્થસંતર્પક ને માર્મિક ભાષાને વિનિયોગ – એમની વાર્તાકલાના વિશષો છે. વાર્તારચનાની વિવિધ ટેકનિકોની અજમાયશ છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈ ને બૌદ્ધિક પ્રતીતિ હાઈને તથા એમની બહસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યકિતના આંતરવિશ્વને પામવાની પટતાને લીધે એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ હતું. એમની બે નવલકથાઓ પૈકી પહેલી “ધીમુ અને વિભા' (૧૯૪૩) બુદ્ધિનિક જીવનદૃષ્ટિવાળા નાયકના દિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કથાનું કથા છે. બીજી ‘પાદરનાં તીરથ' (૧૯૪૬) નિર્દય પોલીસ દમનને ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે. એમણે રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને પગદીવાની. પછીથી' (૧૯૪૦)માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને ‘શહેરની શેરી' (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રથી નિરૂપી આપ્યાં છે, તેનું ગદ્યચિત્રા લેખે તેમ દસ્તાવેજી ઘણું મૂલ્ય છે. ‘બંદા' ઉપનામથી ‘નવગુજરાતમાં, એમણે ગુજરાતના રાજકીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકાં વ્યકિતચિત્રો ને લઘુલેખાના બે સંગ્રહ ‘મનમાં આવ્યું (૧૯૬૧) અને ‘તરાણાની ઓથ મને ભારી' (૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશકિતને પરિચય મળે છે. નાટક અને રંગભૂમિના સ્વરૂપ ને ઇતિહાસને લગતા તથા નાટયકાર અને નાટયકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક-અભ્યાસપૂર્ણ વિવેચનલેખે કાયા લાકડાની, માયા લૂગડાની' (૧૯૬૩) તથા ‘નાટક વિશે' (સ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ, ૧૯૭૪) માં ગ્રંથસ્થ થયા છે. એમના વાર્તાસંગ્રહોમાં પ્રસ્તાવનારૂપે, વાર્તાવિવેચનના લેખો પણ છે. દલાલનું આ નાટ-વાર્તાવિવેચન એમાંની નિજી દૃષ્ટિથી ને સર્જકની હેસિયતથી થયેલી વિચારણાથી જ તરી આવે છે. એમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની “ધ એનિમલ ફાર્મ, ટૉસ્ટોયની ‘વોર એન્ડ પીસ', ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ ઍકસ્પેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે પશુરાજ' (૧૯૪૭), 'યુદ્ધ અને શાંતિ'- ભા. ૧-૪ (૧૯૫૪-૫૬) અને “આશા બહુ લાંબી' (૧૯૬૮); તેમ જ ગ્રીક નાટયકાર એસ્કાઇલસનું નાટક ‘ગેમેગ્નેન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્ર એમ કુલ વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશકિતવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તા સર્જન કરી ‘ઉત્તરા' (૧૯૪૪), 'જૂજવાં' (૧૯૫૦), 'કથરોટમાં ગંગા' (૧૯૫૦), 'મૂકન્ કરોતિ' (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર' (૧૯૫૬), “અડખેપડખે' (૧૯૬૪) અને યુધિષ્ઠિર ?' (૧૯૬૮) એ સાત સંગ્રહમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy