SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ દલાલ એમ. એચ. – દલાલ જયંતી ઘેલાભાઈ દલાલ ચંપકલાલ દ્વારકાદાસ (૧૮૭૭,-) : જીવનમાં સામાજિક અને વ્યાવસાયિક પાસાંની બિનગત રજૂઆત કરતી આત્મકથા. ‘મારી જીવનકથા' (૧૯૫૫)ના કર્તા. રીતીના નારીપત્રો વિય પાચ લખાઈ. દાક્ત* (૯૮૫)મા શરતચંદ્રનાં નારીપત્રો વિષે પાંચ લેખ છે. ‘દશાન્તર' (૧૯૮૧)માં જર્મન, રશિયન, હિબ્રૂ, ફ્રેન્ચ, ગ્રીક, ઇટાલિયન, સ્પેનિશ વગેરે ભાષાઓની સાહિત્યસૃષ્ટિ છે. એમાં કવિ ટેડ શુઝ, હેરલ્ડ પ્રિન્ટર, ફિલિપ લાકિન, નવલકથાકાર ઈરિસ મરડખ જવાના રસમાવેશ છે. 'દર્પણનું નગર' (૧૯૮૭) પણ એમના વિવેચનગ્રંથ છે. સુનીલ ગંગોપાધ્યાયની ત્રણ નવલકથાઓના અનુવાદ ‘રાધાકૃષ્ણ' (૧૯૮૧), “અરાગ્યમાં દિનરાત' (૧૯૮૩) અને ‘પ્રતિદ્રી' (૧૯૮૬) એમણે આપ્યા છે. મૂળને વફાદાર અનુવાદ આપવાને એમને એમાં પ્રયાસ છે. ઉપરાંત બુદ્ધદેવ બસુકૃત ‘મહાભારત : એક આધુનિક દૃષ્ટિકોણ' (૧૯૮૦), નારાયણ ચૌધરીરચિત “મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર (૧૯૮૦), હમ બહુવકૃત ‘લક્ષ્મીનાથ બેજબરુવા' (૧૯૮૫) ના અનુવાદ પણ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના કેટલાક નિબંધના એમના અનુવાદ ‘રવીન્દ્ર નિબંધમાળા'- ભા. ૨ (૧૯૭૬) માં છે. ઉપરાંત રવીન્દ્રનાથનાં સિત્તેરેક ગીતાના એમના અનુવાદો અન્યના અનુવાદ સાથે ‘ગીત પંચશતી' (૧૯૭૮)માં ગ્રંથસ્થ છે. પ.બ્ર. દલાલ એમ. એચ.: ‘પાકટ ડિકશનરી - ગુજરાતી એન્ડ ઇંગ્લિશ (અન્ય સાથે, ૧૮૮૬)ના કર્તા. દલાલ ઘેલાભાઈ દોલતરામ: ‘લવકુશ' (૧૯૬૬), 'નૂરજહાન' (૧૯૦૯), 'નૌત્તમચન્દ્ર(૧૯૬૯), લીલા'(૧૯૧૧) તથા ઈલેકશન’ (૧૯૧૫) નામનાં નાટકોનાં ગાયનાના સંગ્રહોના કર્તા. દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ (૧૮૮૧, ૧૯૧૮): સંશાધક-સંપાદક, જન્મ ખેડામાં. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં. ૧૯૦૮માં સંસ્કૃત-અંગ્રેજી વિષય સાથે બી.એ. ઉપાશ્રય પાઠશાળામાં સિદ્ધાન્તકૌમુદીનું અધ્યયન. ૧૯૧૦માં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં એમ.એ. વડોદરા રાજ્યમાં ગ્રંથાલય વિભાગ સાથે સંલગ્ન. પાટણ અને જલમેરના જૈન ગ્રંથભંડારો સર્વે ક્ષણ તેમ જ અહેવાલલેખન. ગાયકવાડ પ્રારય ગ્રંથમાળાના સંપાદક તથા પ્રા વિદ્યામંદિરના નિયામક.‘લાઇબ્રેરી’ નૈમાસિક સંપાદન. યુવાન વયે અવસાન. એમણ ‘પ્રલાદનદેવકૃત પાર્થપરા કમ' (૧૯૫૭), ‘મસિહસૂરિકૃત હમ્મીરમદમદન' (૧૯૨૦) અને ‘વારાવરચિત રૂપકષર્ક(૧૯૧૮) જવા નાટયગ્રંથો; “બાલચરિકૃત વસંતવિલાસ' (૧૯૬૭) અને 'પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ' (૧૯૨૦) જેવા કાવ્યગ્રંથો; “વામનકૃત લિંગાનુશાસન' (૧૯૫૭) તથા ‘માર્તનમુનિકૃત ગણકારિકા' (૧૯૨૧) નામના અનુક્રમે વ્યાકરણ તથા દર્શનવિષયક ગ્રંથો; જેસલમેર ભાંડાગારીયા ગ્રંથસૂચિ (૧૯૩૨) તથા ‘પાન ભાંડાગારીયા ગ્રંથસૂચિ' (૧૯૩૭) જેવી ગ્રંથસૂચિઓ વગેરેનાં સંપાદન કર્યો છે. ઉપરાંત રાજશેખરરચિત કાવ્યમીમાંસા(૧૯૧૬), પૌરાણિક કાવ્ય મંત્રી વસ્તુપાલકૃત નરનારાયણાનન્દ'(૧૯૧૬), ‘સેવકૃત ઉદયસુન્દરી કથા’ (૧૯૨૦), ‘લેખપદ્ધતિ' (૧૯૨૫) તેમ જ “ધનપાલકૃત ભવિસમકહા અથવા પંચમીકહા' (૧૯૨૩) જેવા ગ્રંથોનું અન્ય વિદ્વાનોની સાથે સહસંપાદન કરેલું છે. આ સિવાય વિવિધ સામયિકોમાં પ્રકાશિત, નાનાવિધ વિષયો પરના પચાસેક અભ્યાસલેખો પણ એમણે લખ્યા છે. દલાલ છોટાલાલ કાલિદાસ : ‘શ્રી સદ્ગુની સ્તુતિનાં અને શુદ્ધ મુમુક્ષુઓની અભિલાષદ પદાર્થોની યાચનાનાં પદો' (અન્ય સાથે, ૧૯૧૩)ના કર્તા. દલાલ ચંદનબહેન : જેનધર્મનું તત્ત્વ નિરૂપતા કાવ્યસંગ્રહો નિઝરા’ (૧૯૬૬), ‘મનિષા' (૧૯૭૪), ‘અભીણા' (૧૯૭૯) અને ‘નિવવાદ' (૧૯૮૧)નાં કર્તા. ચાંટો. દલાલ ચંદુભાઈ ભગુભાઈ, “ભદ્ર: નવલકથાલેખક, ચરિત્રલેખક. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૨૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૨૭માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઑડિટર, ચીફ ઑફિરાર. ૧૯૩૦ની સત્યાગ્રહની લડતવેળા કારાવાસ. ૧૯૩૬-૩૭ દરમ્યાન કાંડનમાં પબ્લિક એડમિનિ. સ્ટેશનને ડિલામાં. ૧૯૪૨ થી ૧૯૫૫ દરમ્યાન મ્યુનિસિપાલિટીમાં. ૧૯૫૫ થી હરિજન આશ્રમના ગાંધી સ્મારક સંગ્રહાલયના નિયામક. નિવૃત્તિ પછી 'મહાદેવભાઈની ડાયરી'નું સંપાદનકાર્ય. એમણે નવલકથા “માશી ભાણજ’ (૧૯૪૨) લખે છે. આ ઉપરાંત ૧૮૯૯થી ૧૯૪૮ સુધીના ગાંધીજીના દૈનિક કમને નિરૂપતી “ગાંધીજીની દિનવારી આપી છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ચલાવેલી લડતને ગાંધીલિખિત ઇતિહાસ કરતાં વધુ દસ્તાવેજીરૂપે આલેખતું ‘ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત’ - ૧-૩/૧-૧(૧૯૫૭-૫૮), ‘દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન' (૧૯૫૬), ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીને ફાળે” (ગણેશ વાસુદેવ માવળંકર સાથે), ‘હરિલાલ ગાંધી' (૧૯૭૮) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે. દલાલ જયંતી ઘેલાભાઈ, ‘અનિલ ભટ્ટ', “ધરમદાસ ફરદી', ‘નિવસિત', બંદા', ‘મનચંગા' (૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦) : નાકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ 'દેશી નાટક સમાજના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કેલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડ્યો. એ વખતથી આરંભાયેલી એમની રાજકીય કારકિર્દી, ૧૯૧૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે ૨૧૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy