SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જયાં આલેખન થયું છે ત્યાં એ ખંડો સંતર્પક બન્યા છે. સંઘર્ષના નિર્વહણમાં લેખકની નીતિમૂલક દૃષ્ટિને લીધે ભાવનાત્મક બળોને વાસ્તવિક બળ પર કે સદ્ તો અસદુ તત્ત્વો પર વિજય થતો દેખાય છે; તોપણ લેખકની માનવમન અને માનવજીવન પરની પકડ એટલી મજબૂત છે કે સમગ્ર નિરૂપણ ભાવનારંગી ને બનતાં પ્રતીતિકર લાગે છે. પહેલા ભાગમાં જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધનમાં નિરૂપાયેલ કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતા સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે. વિપુલ પાત્ર આ નવલકથાની બીજી વિશેષતા છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યકિતઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. અલબત્ત, સરસ્વતીચંદ્રના પાત્રને કોઈ પણ પરિસ્થિતિમાં વિશેષ મહત્ત્વ મળતું હોય એવો અનુભવ થાય. જે તે પાત્રના વ્યકિતત્વને ઘડનારાં પરિબળોનું વિગતે આલેખન કરી જે તે પાત્રના વ્યવહારવર્તનને પ્રતીતિકર ભૂમિકાએ મૂકવાની ઊંડી સૂઝ લેખકે બનાવી છે. કથન, વર્ણન, સંવાદના આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રાંગાનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનેમાં બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એ ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશપૃષ્ઠ વાર્તાલાપને પત્રાલાપમાં જોવા મળતી ઉબોધનશૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી - એમ વિવિધ સ્તર એમાં છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો બનાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનૂદિત કાવ્યો તથા અવતરણને ગૂંથતું આ કૃતિનું ગદ્ય પાંડિત્યસભર બને છે; તો અલ્પશકિત, અલ્પરુચિ કે અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગ-કહેવત ને ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ બને છે. કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દૃષ્ટિએ અનુપયુકતતા, શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે જેવી મર્યાદાઓને અહીં સ્વીકાર્યા પછી પણ આ બૃહત્કાય નવલકથા અનેક દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યની શકવર્તી કૃતિ છે. પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અકાળ અવસાનના આઘાતમાંથી રચાયેલું કાવ્ય “સ્નેહમુદ્રા” લખાવાનું શરૂ થયેલું ૧૮૭૭થી, પરંતુ તે પ્રગટ થયું ૧૮૮૯માં. સ્વજનમૃત્યુના અંગત શેમાંથી જમ્મુ હોવા છતાં કથા અને પાત્રોના સંયોજનથી પ્રેમજન્ય શોકના સંવેદનને લેખકે પરલક્ષી રૂપ આપ્યું છે. એક રાત્રિ દરમિયાન બનતી ઘટનાઓવાળું, પાંખું, કૃત્રિમ ને અસ્વાભાવિક લાગતું શિથિલ વસ્તુ, વાયવીય પાત્ર,ચિંતનને ભાર અને ઊમિની મંદતા; દેશીઓ, માત્રામેળ છંદો, ભજનના ઢાળ, નાટકનાં ગાયન ને સંસ્કૃતવૃત્તોનું ઔચિત્ય વગરનું મિશ્રણ, અપરિચિત સંસ્કૃત- શબ્દો અને અતિ-ગ્રામ્ય શબ્દોના સંસ્કારવાળી કિલાટ ભાષા - આદિ અનેક ઊણપ ધરાવતું છતાં આ કાવ્ય એમાં થયેલી સ્નેહમીમાંસા તથા એનાં પ્રકૃતિવર્ણનામાં અનુભવાતા કાવ્યત્વથી કવિના ચિંતનને અને ઊઘડતી સર્જકપ્રતિભાને સમજવા માટે મહત્ત્વનું છે. ‘સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત' (૧૮૯૧) એ ગુજરાતના આદ્યવિવેચક નવલરામનું જીવનચરિત્ર છે.નવલરામના અંગત પરિચય પરથી નહીં, પરંતુ એમના જીવન વિશે મળેલી. માહિતી અને એમનાં લખાણો પરથી આ ચરિત્ર લખાયું છે, તેથી અહીં વ્યકિત નવલરામ કરતાં વિવેચક નવલરામને પરિચય વિશેષ થાય છે. ‘માધવરામ સ્મરિકા' (૧૯૦૦)માં નાગર જ્ઞાતિના પરિચય, નડિયાદના વડનગરા નાગરોની વંશાવળીઓ અને લેખકના પૂર્વજોનું વૃત્તાંત છે. “લીલાવતી જીવનકલા' (૧૯૮૫) એ પોતાની જયેષ્ઠ પુત્રી લીલાવતીનું, એના અવસાન પછી લેખકે રચેલું જીવનચરિત્ર છે. લોકહૃદયમાં પ્રતિષ્ઠા પામવા યોગ્ય પોતાની પુત્રીના ગુણાને નજર સમક્ષ રાખવાથી આ ચરિત્ર ગુણાનુરાગી, વિશેષ છે. 'કવિ દયારામને અક્ષરદેહ' (મરણોત્તર પ્રકાશન, ૧૯૦૮)માં લેખકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામના સાહિત્યમાં રહેલી તવવિચારણાને સ્પષ્ટ કરી છે. મરણોત્તર પ્રકાશિત અને અધૂરી રહેલી કૃતિ “સાક્ષરજીવન’ (૧૯૧૯)માં સાક્ષરજીવન ગાળતા વિદ્યાપુરનું ઐતિહાસિક અને વર્તમાનકાળનું જીવન, એવા સાક્ષરોના પ્રકાર, સાક્ષરજીવનના આદર્શી, પ્રજાજીવનમાં સાક્ષરોનું સ્થાન ઇત્યાદિની ચર્ચા છે. ‘અધ્યાત્મજીવન અથવા અમર જીવનનો શ્રુતિબોધ' (૧૯૫૫) એ ૧૯૮૨-૩ની આસપાસ લખેલી અને પછી અધૂરી છોડેલી કૃતિમાં જીવન્મુકત મનુષ્ય કોને કહેવાય તેની સૂક્ષ્મ ને શાસ્ત્રીય ચર્ચા છે. લેખકની અંગ્રેજી કૃતિ કલાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત એન્ડ ધેર ઈન્ફલુઅન્સ ઑન ધ સોસાયટી એન્ડ મેરલ્સ' (૧૯૯૪) -માં લેખકે પોતાને ઉપલબ્ધ સામગ્રીને આધારે, મધ્યકાલીન ગુજરાતી કવિતાએ તત્કાલીન સામાજિક, રાજકીય અને ધાર્મિક જીવન પર શી અસર કરી તેની ચર્ચા કરી છે. “ક્રેપ બુક્સ - પાર્ટ ૧, ૨, ૩ (૧૯૫૭, ૧૯૫૯, ૧૯૫૯) એ મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની ૧૮૮૮ થી ૧૯૦૬ દરમિયાનની સાત ખંડમાં લખાયેલી અંગત નો છે. લેખકની આત્મપરીક્ષક પ્રકૃતિની નીપજરૂપ આ નાં રોજનીશી અને આત્મચરિત્રથી ભિન્ન સ્વરૂપવાળી છે. પોતાને વિશે, પોતાના કુટુંબ વિશે, સમકાલીન ઘટનાઓ વિશે ચિંતન-મનન કરતી આ નોંધે લેખકે પોતાના અંગત જીવનમાં કેવું મનોમંથન અનુભવેલું તે સમજવા માટે ઉપયોગી છે. “શૂની ધ સતી' (૧૯૦૨) એ ભરૂચની એક સન્નારીને જીવન પરથી લખાયેલી વાર્તાત્મક કૃતિ છે. એ સિવાય અન્યત્ર પ્રકાશિત થયેલાં પણ ગ્રંથસ્થ ન થયેલાં કવિતા તથા સાહિત્યવિવેચન, ધર્મ, તત્ત્વજ્ઞાન, સામાજિક ને રાજકીય વિષયો પરના લેખો એમની પાસેથી મળ્યાં છે. પ્રકાશિત ન થયેલી લેખકની કૃતિઓમાં ૧૯૦૧ માં રચાયેલું ‘ક્ષેમરાજ ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૯૧ Jain Education International For Personal & Private Use Only www.alinelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy