SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય પરિષદના વિવેચન વિભાગના પ્રમુખપદેથી અપાયેલા, સંગ્રહના પહેલા વ્યાખ્યાન-લેખ‘નિત્યનુતન સારસ્વત યજ્ઞ”માં ભારતીય પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપે, ભારતીય પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા અને ગુજરાતી સાહિત્યના વિકાસનું વિહંગાવલોકન છે. ‘ઠાકોરની કાવ્યભાવના'માં ઠાકોરના કવિતાવિચારની તપાસ છે. “મડિયાના હાસ્યસ્ફોટ’માં મિયાના હાસ્યપ્રધાન સાહિત્યમાં અને વિશેષ પ્રહસનાત્મક નાટકોમાં નિષ્પન્ન થતા હાસ્યની ચર્ચા છે. પ્રવેશ પે લખાયેલા ત્રેખામાં પુનાલાલની પપા અને પડછાયા', દિગીશ મહેતાની ‘આપણા ઘડીક સંગ’, પિનાકિન દવેની ‘અનુબંધ’ જેવી નવલકથાઓના તેમ જ ગાંધીજીના ‘હિંદસ્વરાજ',ફૂલચંદ શાહના નાટક ‘વિશ્વધર્મ’ તથા ‘નર્મદાશંકર દે. મહેતા સ્મૃતિગ્રંથ” પરના પ્રવેશકો વિશેષ ધ્યાનપાત્ર છે. ગુણવિશેના આ લેખાને પ્રધાન ગુણ છે. 6.ગા. તારપરા લીલાદેવી : કાવ્યસંગ્રહ ‘ગુંજન’(૧૯૭૩)નાં કર્તા. પામાં. તારમાસ્તર સુશીલા પુષ્કરલાલ : ગીત પ્રકારની ૧૪૯ રચનાઓનો સંગ્રહ ‘અમીધોધ’ (૧૯૫૧) તેમ જ અન્ય સંગ્રહ ‘રાસઝરણાં’નાં કર્તા. કી.. તારાચંદ ‘ચકલરામ': બાળવાનાંઓનો સંગ્રહ 'ચલાન અમરન' (૧)ના કર્તા, $1.24. તારાચંદાણી નામદેવ સમક્ષ (૨૬-૧૧-૧૯૪૬): નવલકાકાર, જન્મ સિંધના લુકમાન ખૈરપુરમાં. એમ.એ. કાબડિયા મહિલા કોલેજ, ભાવનગરમાં વ્યાખ્યાતા. ‘વત્તા-ઓછા’(૧૯૮૦) એમની નવલકથા છે. ચં.રો. તારાપોરવાળા એરચ જહાંગીર સોરાબજી, ‘પોસ્ટગ્રેજ્યુએટ’, ‘બુકવર્મ (૨૨-૭-૧૯૮૪, ૧૫-૧-૧૯૫૦): જન્મ હૈદ્રાબાદમાં. વચ્ચેન તારાપાર (ચિંચણ). ૧૮૯૮માં ભરડા હાઈસ્કૂલ, મુંબઈથી મૅટ્રિક. ૧૯૦૩માં ઍલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૦૦માં શેડ રિસ્ટર. ૧૯૬૧માં કેમ્બ્રિજની બી.એ. જર્મનીની યુન્સબર્ગ યુનિવર્સિટીમાંથી “સ્કૃત અને તુલનાત્મક ભાષાશાસ્ત્ર' વિષય પર પીએચ.ડી. પહેલાં બનારસ સેન્ટ્રલ હિન્દ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર, જર્મનીથી આવ્યા બાદ બનારસ સેન્ટ્રલ હિન્દુ સ્કૂલના હેડમાસ્તર, ૧૯૧૭ -થી ૧૯૨૯ સુધી કલકત્તા યુનિવર્સિટી સાથે સંલગ્ન, એમણે કલકત્તા યુનિવર્સિટી માટે જૂની ગુજરાતીનાં કાવ્યોનો સંચય ‘સિલેકશન ડ્રોમ કલાસિકલ ગુજરાતી લિટરેચર’- ભા. ૧, ૨, ૩ (૧૯૨૪, ૧૯૩૦, ૧૯૩૬) આપ્યા છે, જેમાં દયારામ સુધીના યુગની રચનાઓનો સમાવેશ કર્યા છે. એમની અંગ્રેજી પ્રસ્તાવના અને નોંધ ધ્યાનપાત્ર છે. ગુજરાતી અને બંગાળી વૈવ કવિઓની સરખામણી' પણ એમના નામે છે, એમણે Jain Education International તારપરા લીલાદેવી – તાલિયારખાન ફ્રોજા, જ અંગ્રેજીમાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. ચં તારાપોરવાળા દાદી અદા હી : દા, એ. તા.’, ‘દિલન (૧૪-૫-૧૮૬૯, ૩૦-૫-૧૯૧૪): કવિ, નવલક્પાકાર, જમ માહિમ તાલુકાના તારાપાર કરવામાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ, ૧૮૮૯માં ‘કાઠિયાવાડી' પત્રના ભાગીદાર. ૧૮૯૦માં ‘માજમજાહ' પત્ર કાઢવું. થરી અને ડિપની નવકાનોનો પ્રભાવ હેઠળ પાસી સમાજને અનુલક્ષીને એમણે “પતિવ્રતા બાયડીનો વહેમી ભરથાર' (૧૮૮૬), ‘મોટા ઘરનાં મહેરબાઈ’(૧૮૮૭), ‘પાક દામન પીરોજા’(૧૮૯૨), ‘૬:ખી દાદીબા’(૧૯૧૩), ‘વીસ લાખનો વાસે’(૧૯૧૪) જેવી નવલક્શાઓ આપી છે. ચરિત્રાલેખન કરતો કાવ્યગ્ર’બે 'કીર્તિસંગ્રહ' (૧૮૮૮) તેમ જ શુદ્ધ ગુજરાતીમાં ૭૧ દોહરા સમ વતો દાદી જોય સંગ્રહ’(૧૮૭) પણ એમનાં નામે છે, ગુજરાતી, મરાઠી, ઉર્દૂ, ફારસી, કચ્છી, અંગ્રેજી અને સંસ્કૃત-એમ સાત ભાષાની કહેવતોનો એક માટો સંગ્રહ પ્રસિદ્ધ કરવાનો ભગીરથ પ્રયત્ન એમણે ભેગા અને એ ગ્રંથને એમણે ખળકનો ખજાનો' નામ આપેલું ચં તારાપારવાળા મહેરજી કાવસજી: નવલકથા ‘અદેખાઈની આગ (૧૯૨૫)ના કાં. ડી.જી. તારાપોરવાળા હોરમસજી નાદરશાહ : નવલકથા ‘એક ઘાતકી સાવતર માતાની ખરાબી’(૧૮૮૭)ના કર્તા. [.. નાલચરીવાલા રૂપાંબાઈ કે. દારાશાજી: નવલકથાઓ ‘કીનાનાં ભાગ’ (૧૯૮૬) અને ‘કુટુંબી કથાઓનાં કર્તા. કો તાલિયારખાન અરદેશર : ચરિત્રકૃતિ ‘શાહજાદી એલીસ'ના કર્તા. કૌ.બ્ર. નાવિયાખાન જહાંગીર શર(૧૮૪૭, ૧૪૯૨૩): કવિ, નવલકથાકાર. સુરત હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ નાની વયથી પોલીસખાતામાં. ૧૮૮૭માં રાજપીપળા રાજ્યમાં ઊંચા હોદ્દા ઉપર. ૧૮૯૬માં વડોદરામાં કિમશનર મોંદુ પેસીસ તરીકે નિમણુક. એમણે ‘રત્નમી’(૧૮૮૧), મુદ્રા અને કલીન’(૧૮૮૪) અને ‘રણવાસ' (૧૯૯૭) જેવી નવલકથાઓ તેમ જ 'કાવ્યસૂરીકા અથવા સ્વિનીપ્રદર્શન'(૧૯૬૬) હવે કાવ્યગ્રંથ આપ્યાં છે. ચં.રા. તાલિયારખાન જહાંગીર સોરાબજી પેન્ટામીટર પરથી ઉપજાવેલા પાંચ ચરણનો લયમેળ છંદમાં, કુદરતપ્રેમ દર્શાવતાં કાવ્યોનો સંગ્રહ ‘કુદરતની ખૂબસુરતી’(૧૯૦૨)ના કર્તા. પા.માં. તાલિયારખાન ફોજશાહ જ.: નીતિબોધક કૃતિઓ ‘બોધવચન’ અને ‘ઉમદા કૃત્યોનો સંગ્રહ’(૧૯૦૦)ના કર્તા. નિ.વો. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૮૩ www.jainvolibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy