SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તલાટી ગિરધર– તારતમ્ય એમણે સાહિત્યની વ્યાખ્યા, તેનું સામર્થ્ય; નવલકથાનાં ઉત્પત્તિા, સ્વરૂપ, ઘટકતો , મહિમા; તેમ જ કેટલીક નોંધપાત્ર નવલકથાઓનાં અવલોકનોને સમાવતા અભ્યાસનિષ્ઠ વિવેચનગ્રંથ ‘ગુજરાતી નવલકથાનું સાહિત્ય' (૧૯૧૧) આપે છે. પ્રતિષ્ઠા દ્વારા પૂર્વજોનું તર્પણ કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ, ભવ્યભયાનક ભાર્ગવ ઔર્વના પ્રભાવક નેતૃત્વ નીચે ઋષિઓ દ્વારા હૈહય-તાલન્કંધ વીતહવ્યને વિનાશ અને ઐક્વાક સગરનો આર્યચક્રવતપદે અભિષેક આ નાટકની મુખ્ય ઘટના છે. તો, સગર અને વીતહવ્યાકુમારી સુવર્ણાનું કરુણપર્યવસાયી પ્રેમપ્રકરણ, ઋષિઓ વિશના સામાન્ય ખ્યાલને આઘાતક નીવડે તેવી તેમની હિંસાપ્રવૃત્તિ, મંત્ર-યજ્ઞનું ચમત્કારિક વાતાવરણ વગેરે આ પ્રશિષ્ટ ટ્રેજેડીની નજીક જતી કૃતિને નાટથાત્મકતાસભર બનાવે છે. ‘આર્યાવર્ત અહીં સાંસ્કૃતિક અસ્મિતાને પર્યાય બની રહે છે. સર્વાશ રંગપ્રયોગાનુકૂલ નહીં, છતાં પ્રસંગે પ્રસંગે ભજવાયેલું આ નાટક ગુજરાતી ઉત્તમ નાટકોમાંનું એક ગણાય છે. વિ.અ. તલાટી ગિરધર : ચરિત્રાત્મક કૃતિ ‘અમૃતપુરુષ જયપ્રકાશ (૧૯૭૪) -ના કર્તા. કૌ.બ્ર. તલાટી મૂળજીભાઈ : ચરિત્રકાર, સંપાદક. અંબુભાઈ પુરાણીના અંતેવાસી. ચાર ખંડમાં વિભકત ગ્રંથ શ્રી અંબુભાઈ પુરાણી -જીવનકથા અને સંસ્મરણા' (૧૯૭૮)માં ચરિત્રનાયકની વિવિધ જીવનપ્રવૃત્તિઓના સમગ્રદર્શી આલેખ છે. અંબાલાલ પુરાણીને પત્ર’ એમણ કરેલું સંપાદન છે. .. તલાવિયા જિતેન્દ્ર: સાંપ્રત કાવ્યપરંપરાને અનુસરતી રચનાઓના સંગ્રહ “નક્ષત્ર' (૧૯૮૦) તેમ જ વર્તમાન સમાજજીવનને આલેખતી નવલિકાઓનો સંગ્રહ “મવલય' (૧૯૮૦)ના કર્તા. કૌ.બ્ર. તવડિયા હેમી પાલનજી: ત્રણ હાસ્યપ્રધાન નાટયકૃતિઓને સંગ્રહ ચમત્કાર અને બીજી એકાંકી નાટિકાઓ તેમ જ અન્ય નાટકૃતિ ‘અદેખી’ (નરીમાન પટેલ સાથે, ૧૯૫૧) ના કર્તા. કૌ.બ્ર. તળપદા મનહર: કવિ. એમની ગીત, ગઝલ, છંદોબદ્ધ અને અ છાંદસ સ્વરૂપની ઈકોતેર રચનાઓના સંગ્રહ “ભીનાં અજવાળાં (૧૯૮૦)માં મુખ્ય વિષયે પ્રણય અને પ્રકૃતિ છે. ગેય રચનાઓમાં થયેલા લયના પ્રવેગે તેમ જ તળપદ અનુભૂતિઓની અભિવ્યકિતમાં દૃશ્યકલ્પનાને વિનિયોગ નોંધપાત્ર છે. કૌ.બ્ર. તળવલકર ગણેશ સદાશિવ: સંસ્કૃત-ગુજરાતી લધુકોશ' (૧૯૩૨) -ના કર્તા. કૌ.બ્ર. તળાજા નટવરલાલ: કથાસંગ્રહ ‘ઘૂંપડા અથવા એક પર બીજી (૧૯૪૧)ના કર્તા. કી.. તંત્રી મણિભાઈ નારણજી: વિવેચક, પત્રકાર, બી.એ. તાઈ અબ્બાસઅલી કરીમભાઈ, ‘અજનબી' (૧૩-૫-૧૯૪૦): કવિ, નિબંધકાર. જન્મ વલસાડ જિલ્લાના સોનવાડીમાં. ૧૯૬૪ -માં હિંદી, સમાજશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૬ માં હિન્દીફારસીમાં એમ.એ. ૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૭-૬૯ દરમિયાન બીલીમેરાની કોલેજમાં અને ૧૯૬૯ થી ચીખલીની કોલેજમાં પ્રાધ્યાપક. વહેતા કિનારા' (૧૯૭૯), ‘સૂરજમુખીને સૂરજસંગે' (૧૯૮૧), ‘પલાશવન' (૧૯૮૩) વગેરે એમના કાવ્યસંગ્રહ છે. “ક્ષણને વિસામે' (૧૯૮૨) નિબંધસંગ્રહ અને ‘સોનવાડીથી સેના ધરતી’ (૧૯૮૪) પ્રવાસપુસ્તક પણ એમના નામે છે. ચં.ટા. તાજમહેલ: અનેક સાદૃશયાથી તાજમહલના સૌન્દર્યને પકડવા મથતું હાનાલાલનું જાણીતું ખંડકાવ્ય. ચંટો. તાતા રાબ બી. : “ભરતી અટ'- ભા. ૧-૨ ને કર્તા. ચં.રા. તાતા હીરાંબાઈ અરદેશર : જાડકણાં પ્રકારની પદ્યરચનાઓને સંગ્ર “કવિતાસંગ્રહ' ઉપરાંત “આત્મા અને શરીરની રચના', ‘ગમ્મત સાથે જ્ઞાન’, ‘ફિલસૂફીની નજરે મનુષ્ય જીંદગીની તપાસ', ‘બંદગી અથવા ભકિતની ફિલસૂફી', “મીસીસ એની બેઝાંટનું વૃત્તાંત', “શહેરી દરજજો અને સ્ત્રી કેળવણી', 'સુબોધ વાચનમાળા' તેમ જ કેટલાક અંગ્રેજી ભાષાના ગ્રંથોનાં કર્તા. ક.. તાત્યા રણજીત બાજીરાવ: 'સંસ્કૃત અને ગુજરાતી ડિકશનરી’ (૧૮૭૧)ના કર્તા. કૌ.). તામ્રધ્વજ: રામાયણની ધર્મકથા પર આધારિત ‘શ્રવણ અને દશરથ' ઉપરાંત મહાસતી વૃન્દાના કર્તા. તારકસ ચુનીલાલ એસ.: કાવ્યસંગ્રહ ‘વિજયડંકા' (૧૯૩૦)ના કર્તા. કી.બ્ર. તારકસ દેવદત્ત: રાજકુમારી કૃષ્ણાની કથા પર આધારિત ત્રિઅંકી નાટયકૃતિ ‘રાજકુમારી' (૧૯૩૩), નાટક ‘નિપલીઅન' (૧૯૩૩) તેમ જ પદ્યનાટિકા “સંસારમંથન' (૧૯૩૬) ના કર્તા. તારતમ્ય(૧૯૭૧): અનંતરાય રાવળને વિવેચનસંગ્રહ સંગ્રહમાં ત્રણ અભ્યાસલેખે તથા પ્રવેશકોરૂપે લખાયેલા અન્ય લેખે છે. ગુજરાતી ૧૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy