SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યકેશ – ૨ એ : જુઓ, જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ. આ વોકેબ્યુલરી ઇંગ્લિશ ઍન્ડ ગુજરાતી (૧૮૨૨): ગુજરાતી ભાષાને જૂનામાં જૂને શબ્દકોશ. એના સંપાદકનું નામ મળતું નથી, પણ એના મુદ્રક ફરદુનજી મર્ઝબાનજી છે. કુલ ૨૦૮ પૃષ્ઠસંખ્યા ધરાવતા આ કોશમાં ૨,૫૧૨ જેટલી શબ્દસંખ્યા છે. એમાં ‘ખોદાની એટલે ઈશવરની બાબત', ‘પંખેરું જાનવરોની બાબત’ વગેરે બાબતો પર જુદા જુદા વિભાગે છે. ચંટો. અકેલા : સરળ પણ સબળ વાણીમાં રચાયેલાં રાષ્ટ્રભકિતપ્રેરક, લયબદ્ધ અને ગેય કાવ્યોને સંગ્રહ ‘ફૂલ બને અંગાર (૧૯૬૫) ના કર્તા. નિ.. અક્કડ બ્રિજરત્નદાસ જમનાદાસ : “ચુનીલાલ ઘેલાભાઈ શાહનું જીવનવૃત્તાંત' (૧૯૨૫), 'ગુજરાતના ઇતિહાસના સહેલા પાઠો’ (૧૯૩૫), ‘એકલા એકલાં' (૧૯૩૭) તથા ‘આપણા દેશને સરળ ઇતિહાસ' (૧૯૪૯) વગેરે પુસ્તકોના કર્તા.. નિ.. અક્કડ લતા : બાળકો માટે પ્રેરણારૂપ બની રહે તેવી પુસ્તિકા ‘ભારત જયેત –પંડિત જવાહરલાલ નહેરુ' (૧૯૬૪) નાં કર્તા. નિ.. અક્કડ વલભદાસ જમનાદાસ (૧૮-૨-૧૯૦૪) : ચરિત્રકાર, નિબંધકાર, બાળસાહિત્યકાર. જન્મ વતન સૂરતમાં. ત્યાં જ શિક્ષણ પ્રાપ્ત કરી ૧૯૨૧ માં મૅટ્રિક. સ્વાતંત્ર્ય-સંગ્રામના ગાળામાં ૧૯૩૦-૩૨ માં જેલવાસ. ૧૯૪૨ થી ૧૯૬૮ સુધી ગુજરાત મિત્ર'માં કટાર-લેખક. નટવરલાલ માળવી સાથે ધૂપસળી' (૧૯૨૬) ને અનુવાદ આપ્યા પછી મૌલિક લખાણ તરફ વળ્યા. ‘બાળડાયરી' (નટવરલાલ માળવી સાથે, ૧૯૨૮) માં બાળકોના મનભાવ આલેખ્યા છે, તે ‘બાળપત્રો' (૧૯૩૦) ની શૈલી બાળમાનસને અનુરૂપ જણાય છે. ‘ફૂલમાળ' (૧૯૬૧)માં સંપ, ઈશ્વર, રાષ્ટ્રપ્રેમ વગેરે વિષયો પર બાળ-કિશોરોપયોગી બેધાત્મક વાર્તાપ્રસંગ છે. વલ્લભદાસનાં બાળપયોગી ચરિત્રે ઉલ્લેખનીય છે. ‘વિનોબા' (૧૯૫૮) વિનેબાના બાળપણના પ્રસંગે સાથે ભૂદાન-પ્રવૃત્તિને આવરી લેતું સાદું ચરિત્ર છે. 'કવિવર ટાગોર અને પં. મોતીલાલ નહેરુ' (૧૯૬૦)માં ચરિત્રનાયકોના સળંગ જીવનનું ટૂંકું આલેખન છે. આપણા વિદ્યમાન કવિઓ અને વિદ્વાનોને પ્રાથમિક પરિચય આપતું “કવિઓ અને વિદ્વાને (૧૯૬૨) અને ભારત તેમ જ ગુજરાતના કેટલાક સુખ્યાત કેળવણીકારોને પરિચય કરાવતું કેટલાક કેળવણીકારો' (૧૯૬૨) સરળ અને સુવાય પુસ્તક છે. સંતસુવાસ' (૧૯૬૨) કેટલાક સંતોનાં રેખાંકને આપે છે. ચરિત્રસાહિત્યની દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy