SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ડ્રાઇવર પેરીન દારા - તણખા વિશ્રામમાં અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ. સમાજસેવિકા. ‘સમાજજીવન' માસિકનાં વર્ષો સુધી સંપાદક, એમણે ‘જોહાણા રત્નમાલા' (૧૯૨૪)માં જ્ઞાતિના મહાપુરુષનાં ટૂંકાં જીવનચરિત્ર આલેખ્યાં છે. ઉપરાંત એમણે મહિલાઓની મહાકથાઓ' (૧૯૨૫), 'સંસારની વાત’ અને ‘હું બંડખોર કેમ બની?” (૧૯૩૩) જેવા વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. નિ.વા. ડ્રાઇવર પેરીન દારા (૨-૧૦-૧૯૨૯): વિવેચક. જન્મ મુંબઈમાં. ૧૯૫૨ માં ગુજરાતી સાથે બી.એ. ૧૯૫૪ માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૬માં એલએલ.બી. ૧૯૫૯માં બાર કાઉન્સિલ પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૭૩માં પીએચ.ડી. ૫ વર્ષ મુંબઈની હાઈકોર્ટ સહિત વિવિધ કોર્ટોમાં વકીલાત. છેલ્લાં ૧૪ વર્ષથી નવસારીની મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાધ્યાપક. ‘સત્તરમાં શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા - ભા. ૧, ૨ (૧૯૭૪, ૧૯૭૯) એમને મહાનિબંધને ગ્રંથ છે. ગુજરાતમાં પારસીઓનું આગમન અને એમનો ગુજરાતી સંસ્કૃતિમાં ફાળે' (૧૯૮૦) એમનું ઇતિહાસ-સંશોધનનું પુસ્તક ઢેબર જયાશંકર પ્રાણશંકર: 'કમળાગૌરી સંવાદ વા કન્યામિત્ર' (અન્ય સાથે, ૧૮૮૭)ના કર્તા. નિ.વા. ઢેબર માનશંકર પ્રાણશંકર (જામખંભાળિયાવાળા): સંસ્કૃત-ગુજરાતી ગદ્યપદ્યકૃતિ ‘કમળાગૌરી સંવાદ કિંવા કન્યામિત્ર' (અન્ય સાથે, ૧૯૪૩) ના કર્તા. મૃ.માં. ઢેબર વિજયશંકર પ્રાણશંકર : નાટયકૃતિ 'ગુલકાત્ત' (૧૮૯૬), “આર્યસંસાર અથવા નવી વહુ’ અને ‘નાદવિનોદીના કર્તા. નિ.વા. ઢોલ: હરિજનકુટુંબ અને સરપંચની આસપાસ નાનકડા ગામની રાજકીય ચેતના અને સામાજિક પરિસ્થિતિને ઉપસાવતું રઘુવીર ચૌધરીનું એકાંકી. ચં.ટા. છે. તક્ષક: નંદકુમાર પાઠકનું શ્રાવ્ય એકાંકી. શાપિત પરીક્ષિતનું ભવ્યદશાથી મુકિતદશા ભણીનું રૂપાન્તર કરતું એનું કથાનક પૌરાણિક છતાં સમકાલીન છે. ચ.ટા. રાંટો. ડ્રાઈવર ફિરોઝ ખ.: ‘જુવાનીમાં નાદાની યાને પ્રોફેસરના પછાડા' નાટકના કર્તા. ચંટો. ડ્રમન્ડ રૉબર્ટ: ‘શબ્દસંગ્રહ’ (ગ્લોસરી) (૧૯૦૮)ના કર્તા. નિ.વા. તડકો: કટાવનાં આવર્તનમાં અર્થને અતિક્રમવા મથતી લાભશંકર ઠાકરની યશસ્વી કાવ્યરચના. ચં.ટા. ઢેટના ઢેઢ ભંગી: સવર્ણ અને અસ્પૃશ્યતાના ઉચ્ચાવચ સ્તરોના આલેખન સાથે અસહ્ય ગરીબી અને સામાજિક અન્યાયવિષમતાને વાચા આપતું ઉમાશંકર જોશીનું એકાંકી. ચં.ટો. ઢેબર અશ્વિનકુમાર કાંતિલાલ, ‘નર્મદાનંદ' : જીવનચરિત્ર ‘ભગવાન ગુરુ દત્તાત્રેય' (૧૯૬૯), પ્રવાસકથા “આનંદવાજાં વાગે' (૧૯૭૩) તેમ જ “સાધકની સ્વાનુભવકથા' (૧૯૭૩) ના કર્તા. ૨.૨,દ. ઢેબર ઉછરંગરાય નવલશંકર (૨૧-૯-૧૯૦૫, ૧૧-૩-૧૯૭૭): ચરિત્રલેખક. રાજકોટ પાસેના ગંગાજળા ગામમાં જન્મ. ૧૯૨૨ -માં મૅટ્રિક. ૧૯૨૮માં બોમ્બે હાઈકોર્ટ પ્લીડર પરીક્ષા પસાર કરીને રાજકોટની ‘વેસ્ટર્ન ઇન્ડિયા એજન્સી કોર્ટમાં વકીલાતનો આરંભ. ૧૯૩૬ માં વકીલાત છોડીને સ્વાતંત્ર્યલડતમાં સક્રિય. ૧૯૪૮ થી ૧૯૫૪ સુધી સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન. ત્યારબાદ ૧૯૭૨ સુધી ખાદી ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ તથા સમાજસુધારક. એમની પાસેથી પરિચયપુસ્તિકા “દરબાર ગોકળદાસ' (૧૯૭૪) મળી છે. નિ.વો. તડવી રેવાબહેન શંકરભાઈ (૧-૮-૧૯૩૦): વાર્તાકાર. જન્મ સંખેડા તાલુકાના ભદ્રાલીમાં. અભ્યાસ ગુજરાતી ચાર ધોરણ સુધી. પ્રાથમિક શાળા, જેતપુરમાં શિક્ષિકા. ચાર ભાઈબંધ' (૧૯૫૬), ‘નીંદણાનાં ગીતેં' (૧૯૬૭), ‘આદિવાસી લોકનૃત્યો' (૧૯૭૮), ‘કેસૂડાં કામણગારાં' (૧૯૮૩), ‘પાલની લગ્નવિધિ' વગેરે એમનાં પુસ્તકો છે. ચંટો. તડવી શંકરભાઈ સેમાભાઈ (૧૨-૪-૧૯૨૭): બાળસાહિત્યકાર, જન્મ ભાટપુરમાં. પ્રાથમિક શાળા, ગરડામાં શિક્ષક. ‘દારૂને દે’ નાટક ઉપરાંત બાળવાર્તાઓ “નવો અવતાર (૧૯૫૯), ‘પસ્તાવો' (૧૯૫૯) અને ‘સસાભાઈ સાંકળિયા’ – ભા. ૧ થી ૩ (૧૯૬૨) એમના નામે છે. કૌ.બ્ર. તણખા: મંડળ ૧, ૨, ૩, ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫); ધૂમકેતુના ટુંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેને માત્ર ધ્વનિ જ- તણખે જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ ઊમિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તા ૧૮૦: ગુજરાતી સાહિત્યકોશ-૨ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy