SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ડેનિયલ ડાહ્યાભાઈ–ડસાણી લક્ષ્મીબેન ગોકળદાસ ડેનિયલ ડાહ્યાભાઈ: 'મધુર કાવ્યવાટિકા' (૧૯૧૫)ના કર્તા. વા. ડેપ્યુટી ગજેન્દ્ર: પરંપરાગત પ્રકારની ગઝલ તેમ જ ગરબીની એકાવન ગેય રચનાઓને સંગ્રહ ‘પ્રેરણા’ ના કર્તા. ડેવીડ જોસેફ નાટકનો ટુંકસાર તથા ગાયનની પુસ્તિકાઓ જેન્ટલમેન ડાકુ' (૧૯૩૩), 'કોણ સમ્રાટ' (૧૯૩૩), ‘રામાણી (૧૯૩૩) વગેરેના કર્તા. નિ.વા. ડૉકટર અમુલખરાય અંબારામ: ‘વિલિયમ વૉલેસ' (૧૮૮૭) ના કર્તા. કૌ.બ્ર. ડિૉકટર એમ. આર.: 'ઉપકારને યોગ્ય બદલ અથવા મહારાજ શિવાજી ભોંસલે અને અંગ્રેજી વ્યાપારી જાનરા' (૧૯૦૨) નવલકથાના કર્તા. નિ.વી. ડૉકટર કનૈયાલાલ નાનાભાઈ: કથાકૃતિ ‘મનહરમાલતી' (૧૯૦૮) -ના કર્તા. વકટર ચિમનલાલ મગનલાલ (૨૪-૧૦-૧૮૮૪,-): ચરિત્રકાર, જન્મ વડોદરામાં. ૧૯૦૭માં એમ.એ. એલએલ.બી. થયા પછી ન્યાયાધીશ. ૧૯૨૧માં નિવૃત્ત. ૧૯૨૩માં ‘નવગુજરાત' સાપ્તાહિકની સ્થાપના અને એના તંત્રીપદે. વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર' (૧૯૧૬) અને મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવનચરિત્ર':ભા. ૧, ૨ (૧૯૪૧, ૧૯૪૨) એમનાં પુસ્તકો છે. આ ઉપરાંત ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયક અન્ય પુસ્તકો પણ એમના નામે છે. ચં.ટા. ડૉકટર ડોસાભાઈ રુસ્તમજી: કથાકૃતિ 'કંગાલિયત અને માણસાઈ કાયદાને ભાગ’ના કર્તા. નિ.વા. ડૉકટર માણેકલાલ અંબારામ: નવલકથા “ઓખામંડળના શૂરવીર વાઘેરોના કર્તા. નિ.વી. ડૉકટર સોરાબજી કાવસજી (૧૮૬૦, ૧૯૧૨): ‘હુન્નરને અરક' પુસ્તકના કર્તા. નિ.વો. ડૉ. હવાકે (નક): રોમાંચક કથા “સમાજ તારા પાપેના કર્તા. ૨.૨.દ. ડૉકટર હિંમતલાલ કાળિદાસ : ત્રિઅંકી ‘તારાલક્ષ્મી નાટક' (૧૮૯૧). -ના કર્તા. ડૉકટર હીરાલાલ આર. : નવલકથા “બદનામ હિંદ અથવા મદર ઈડીઆનો જવાબ' (૧૯૨૮)ના કર્તા. નિ.વા. ડડેચા મેઘજી ખટાઉ, “મેઘબિન્દુ' (૧૦-૧૨-૧૯૪૧): કવિ. જન્મ સ્થળ કરાંચી. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ઓકટ્રોય કન્સલ્ટન્ટ. ‘સંબંધ તો આકાશ' (૧૯૮૮) એમને ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓને સમાવતા કાવ્યસંગ્રહ છે. ચં.ટો. ડોસા પ્રાગજી જમનાદાસ, ‘પરિમલ” (૭-૧૦-૧૯૦૭) : નાટયકાર, જન્મ મુંબઈમાં. ૧૯૨૬માં વિલ્સન કોલેજમાંથી ઇન્ટર આર્ટ્સ પસાર કર્યા પછી અભ્યાસ છોડી દીધું. રૂને વ્યવસાય. મેસર્સ ગોકુલદાસ ડોસાની કંપનીમાં ભાગીદાર. વિદર્ભમાં જિનિંગપ્રેસિંગનાં કારખાનાંઓ. ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં સેવિયેટ લૅન્ડ નહેરુ ઍ ‘ગુજરાતી નાટય'ના એક સમયે તંત્રી. ‘સમયનાં વહેણ (૧૯૫૦), 'ઘરને દીવો' (૧૯૫૨), ‘મંગલમંદિર' (૧૯૫૫), ‘છોરું કછોરું' (૧૯૫૬), 'સહકારના દીવા' (૧૯૫૭), ‘મનની માયા' (૧૯૬૨), ‘જેવી છું તેવી' (૧૯૬૨), એક અંધારી રાત' (૧૯૬૪), પૂનમની રાત' (૧૯૬૬) વગેરે એમનાં તખ્તાલાયક નાટકો છે. એમનાં બાળનાટકોમાં ‘એકલવ્ય અને બીજી બાળનાટિકાઓ' (૧૯૫૫), 'છોટુમેટું (૧૯૬૬), ‘ઇતિહાસ બોલે છે' (૧૯૬૬), ‘સેનાની કુહાડી' (૧૯૭૮), “ચાલો ચર પકડીએ' (૧૯૭૧), ‘ત્રણ વાંદરી' (૧૯૭૪), ‘ઇતિહાસને પાને' (૧૯૭૫), 'પાંચ ટચુકડી' (૧૯૭૫) વગેરે મુખ્ય છે. ચરણરજ' (૧૯૫૫) એમને એકાંકીસંગ્રહ છે. તખતો બોલે છે' –ભા. ૧, ૨ (૧૯૭૮, ૮૨)માં એમણે પરંપરાગત ગુજરાતી રંગભૂમિને ઇતિહાસ આલેખ્યો છે. બાળ રંગભૂમિ' (૧૯૭૫) પણ એમનું એ જ પ્રકારનું પ્રકારવિકાસ ચર્ચનું પુસ્તક છે. આ ઉપરાંત એમણે લઘુનવલ ‘જેની જોતાં વાટ' (૧૯૭૯) તથા સંતાનાં જીવનચરિત્રોના ગ્રંથો “સંતદર્શન' (૧૯૮૩) અને “સંતજીવનદર્શન' (૧૯૮૩) આપ્યાં છે. એમણે કેટલાક અનુવાદ તથા રૂપાન્તરો પણ કર્યા છે, જેમાં ક. મા. મુનશીની નવલકથા 'પૃથિવીવલ્લભનું રૂપાન્તર (૧૯૬૨), બટૉલ્ડ બ્રેન્ડના નાટકનો અનુવાદ “ચકવર્તુળ” (૧૯૭૪) અને મેકિસમ ગર્મીની કૃતિને અનુવાદ ‘એક ઘરડો માણસ' (૧૯૮૩) જાણીતાં છે. ગિજુભાઈની પંદરેક બાળવાર્તાઓનાં પણ વનલતા મહેતા સાથે એમણે નાટ્યરૂપાન્તરો આપ્યાં છે. ચં.ટો. ડોસાણી નારાયણજી ગેકળદાસ: “સ્વર્ગમાં સેશન્સ યાને પાખંડી પુરોહિતોનું પોકળ' (૧૯૧૬) અને ‘નેહલમી' (૧૯૩૧) જેવી નવલકથાઓ તથા આફ્રિકામાં ૧૧ માસ' (૧૯૩૫)ના કર્તા. નિ.. સાણી લક્ષમીબેન ગોકળદાસ (૧૮૯૮,-): વાર્તાકાર, સંપાદક. જન્મસ્થળ તથા વતન પોરબંદર, અમદાવાદના વનિતા ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy