SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઝવેરી (શાહ) રતિલાલ ચુનીલાલ-ઝાલા ગૌરીપ્રસાદ યુનીલાલ 2 . ગુમાસ્તાની નોકરી. ત્યારબાદ ૧૮૨૫ માં બબ્બે નેટિવ ઍજ્યકેશન એન્ડ સ્કૂલ બૂક સાયટીમાં નિમણૂક. ત્યાં શાળાપગી પાઠયપુસ્તકો તૈયાર કરવાનું કામ કરતાં કરતાં કેળવણી ક્ષેત્રે કેટલાંક મહત્ત્વનાં કાર્યો કર્યા અને અર્વાચીન ગુજરાતી કેળવણીના પિતા'નું બિરુદ મેળવ્યું. ‘જ્ઞાનપ્રસારક સભા’ અને ‘બુદ્ધિવર્ધક હિંદુસભાના પ્રથમ પ્રમુખ અને સમાજસુધારક. મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત. એમણે બાળબોધક રચનાઓ “સારસંગ્રહ’, ‘નીતિબોધકથા તથા અનૂદિત કૃતિ 'ઈસપનીતિની વાતો” આપી છે. આ ઉપરાંત એમણે ઇતિહાસ અને ગણિતવિષયક પાઠયપુસ્તકો પણ તૈયાર કર્યા છે. | નિ.. ઝવેરી (શાહ) રતિલાલ ચૂનીલાલ, ‘ઉર્મીશ' (૨૧-૯-૧૯૨૫) : કવિ. જન્મ બનાસકાંઠાના ધાનેરામાં. અભ્યાસ મૅટ્રિક સુધી. હીરાના વેપારી. ૧૯૫૬ થી ૧૯૬૫ સુધી ધંધાર્થે હોંગકોંગમાં નિવાસ. અમીરગઢ સિમેન્ટ્રસ લિ.ના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેકટર. મશરૂમ્સ લિ.ના ડિરેકટર અને મશરૂમ્સ હોલ્ડિંગ્સના ચૅરમૅન. એમણે “રજનીગંધા' (૧૯૭૧) અને ‘વૈદૂર્યમણિ' (૧૯૮૨) એ બે કાવ્યસંગ્રહો આપ્યા છે. ચંટો. ઝવેરી રસિક (૨૪-૧૦-૧૯૧૧, ૧૨-૧૦-૧૯૭૨): પ્રવાસલેખક. ૧૯૧૮થી ૧૯૫૦ ઝવેરાતને વ્યવસાય. ૧૯૫૧થી ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય શરૂ કર્યું. ‘ગ્રંથાગાર’ માસિકનું પ્રકાશન. અખંડ આનંદ', 'સમર્પણ'ના તંત્રી વિભાગમાં કાર્ય. ભારતીય વિદ્યાભવનના નાટયવિભાગ ‘કલાકેન્દ્રના પ્રચાર અધિકારી. ૧૯૬૫-૬૮ દરમ્યાન બે વાર લંડનપ્રવાસ. ‘અલગારીની રખડપટ્ટી' (૧૯૬૯), ‘સફરનાં સંભારણાં (૧૯૭૦), ‘દિલની વાતો'- ભા. ૧, ૨ (૧૯૭૨, ૧૯૭૪) એમની પ્રવાસકથાઓ છે. ચં.ટા. ઝવેરી લક્ષ્મીચંદ ગુલાબચંદ: કુતૂહલપ્રેરક રોમાંચક બાળવાર્તા ‘રણમલનાં પરાક્રમો' (૧૯૩૫) ના કર્તા. ખીણ” (રતનલાલ બ્રીજમોહનલાલ તોલાટ સાથે, ૧૯૦૩) એ એકાવન પ્રકરણમાં લખાયેલી પ્રેમકથા છે. ‘પારસમણિ' (૧૯૨૦), ‘વિજયકળા' (૧૯૨૩) અને હીપ્નોટીઝમ અથવા જીવનું વશીકરણ' (૧૯૨૫) એ કર્તાના અન્ય ગ્રંથો છે. કૌ.બ્ર. ઝવેરી સુશીલા ચીમનલાલ (૩-૧૧-૧૯૨૦): કવિ. જન્મ સુરતમાં. બારડોલી તાલુકામાં આવેલા વાલોડ કસ્બામાં ત્રણ ધોરણ સુધીને અભ્યાસ. | ‘વીચિમાલા' (૧૯૬૨) “અનાહત' (૧૯૭૯), કેરવવન'(૧૯૮૦) અને “ક્ષણોનું આલ્બમ’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. ‘કાજ પિસ્તા બદામ' (૧૯૭૧) બાળકાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, ‘દૃષ્ટિવિલોપન' (૧૯૭૦) નામે લધુનવલ તેમ જ “અંતરીક્ષની ઓથે' (૧૯૮૧) નામે નવલકથા પણ એમણે આપી છે. ચં.. ઝવેરીબાઈ : ‘વૈરાગ્ય કથાનિષ્ઠ ઝવેરાત-મંગળ રત્નાવલી' (૧૯૬૮) -નાં કર્તા. હત્રિ. ઝહીર’: જુઓ, દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન. ‘ઝંઝા' (૧૯૬૬): રાવજી પટેલની નવલકથા. ક્યાંક બેએક પત્રને આશ્રય લેવાયો છે, એ સિવાય મુખ્યત્વે મુખ્યપાત્ર પૃથ્વીની ડાયરીરૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોનાં સંવેદને વચ્ચે ઉપસાવવાનો પ્રયત્ન છે. સંબંધને જ લક્ષમાં રાખી નાયકનો શરૂને ગૃહત્યાગ અને અંતન ગૃહપ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઇન્દ્રિયસંવેદ્ય ગદ્ય એનું બળુકું અંગ છે. એ.ટો. ઝાબવાલા શ્યાવક્ષ હેરમસજી : ચરિત્રલક્ષી પુસ્તકો ‘રવભાગી દલેર પારસીઓ તથા કીર્તિવંત પારસીઓ’ અને અન્ય અંગ્રેજી તેમ જ અનૂદિત પુસ્તકોના કર્તા. નિ.. ‘ઝાર રાંદેરી’: જુઓ, ભરૂચા હાસિમ યુસુફ. ઝારોળા ચુનીલાલ જમનાદાસ: ચરિત્રલક્ષી કૃતિ ‘ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનું જીવનચરિત્ર' (૧૮૯૨) ના કર્તા. નિ.વા. ઝાલા અમુભાઈ: ‘દીવાન માનસિંહ અને ધ્રાંગધ્રાદર્શન' (૧૯૭૭) -ના કર્તા. નિ.વે. ઝાલા ગૌરીપ્રસાદ ચુનીલાલ (૨૬-૬-૧૯૦૭, ૧૧-૧-૧૯૭૨): સંપાદક, સંશોધક. જન્મ જામકલ્યાણપુરમાં. વતન જામનગર, ૧૯૨૪ માં જામનગરથી મૅટ્રિક. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ૧૯૨૮માં બી.એ. તથા ૧૯૩૦માં એમ.એ. એ જ કોલેજમાં અધ્યાપક બન્યા. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, એશિયાટિક સાયટી અને ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિ | નિ.. ઝવેરી ઘડિયાળી સાકરચંદ માણેકચંદ (૧૭-૧૧-૧૮૭૭, ~): ગદ્ય લેખક. જન્મસ્થળ સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. વિલ્સન કોલેજ (મુંબઈ)માંથી બી.એ.ની પરીક્ષામાં બે વખત નાપાસ થતાં અભ્યાસ છોડી ‘અખબારે સેદાગર' દૈનિકના તંત્રીવિભાગમાં જોડાયા. ઉપરાંત, મુંબઈ સમાચાર’, ‘હિંદુસ્તાન', ‘સાંજ વર્તમાન” જેવાં પત્રો સાથે પણ તેઓ જુદે જુદે સમયે સંકળાયેલા હતા. દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ: ૧ (૧૯૦૩) એ ઇતિહાસ, વિદ્યા, શાસ્ત્ર તથા શોધોના પુરાવાઓ દ્વારા જૈન ધર્મને સૌથી પ્રાચીન પુરવાર કરતે બે ખંડમાં વિભાજિત ગ્રંથ છે. મતની ૧૬૦ : ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.alinelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy