________________
ઝવેરી મનસુખલાલ મોહનલાલ – ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ
સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૫૬ માં આકાશ- વાણી, મુંબઈ કેન્દ્રના વાર્તાલાપ નિર્માતા. ૧૯૫૮-૬૩ દરમિયાન પોરબંદરની માધવાણી આર્સ ઍન્ડ કૅમર્સ કોલેજમાં આચાર્ય. ૧૯૬૬ થી ફરી મુંબઈમાં અધ્યાપન. ૧૯૬૬ માં બી. ઈ. એસ. ' કૅલેજ, કલકત્તામાં આચાર્ય. મુંબઈમાં અવસાન.
ગાંધીયુગના કવિઓમાં પ્રશિષ્ટ બાનીથી જુદી પડી આવતી આ કવિની અભિવ્યકિત કલ્પનાશીલ કરતાં તર્કશીલ વધુ છે. મંદાકત્તામાં લખાયેલી, “મેઘદૂત'ની અનુકૃતિ ‘ચન્દ્રદૂત(૧૯૨૯) પછીના એમના સંગ્રહ ‘ફૂલદોલ” (૧૯૩૩) અને ‘રાધના (૧૯૩૯) માં કુરુક્ષેત્રવિષયક મળતાં સાતેક કાવ્ય એમની સ્વસ્થ, સુઘડ અને સંસ્કૃતપ્રચુર શૈલીના પરિપાકનાં સારાં ઉદાહરણો છે. વૈચારિક પદબંધ અને તર્કપૂત નિરૂપણની પારદર્શકતાનું સાતત્ય એમના પછીના કાવ્યસંગ્રહ ‘અભિસાર' (૧૯૪૭), ‘અનુભૂતિ' (૧૯૫૬) માં પણ જોવાય છે. પ્રણય અને પ્રકૃતિને લક્ષ્મ કરતી એમની રચનાઓ છંદોબદ્ધ હોય કે ગીતબદ્ધ હોય પણ મુખ્યત્વે વૈચારિક ચમત્કૃતિ પર નભવા પ્રયત્નશીલ રહે છે. ‘મે ઓગળ્યો' (૧૯૭૫) સુધીમાં વિચાર-અંશ એમનાં કાવ્યોમાં પ્રબળ બનતો જોવાય છે. કાવ્યસુષમા' (૧૯૫૯) એ એમનાં કાવ્યોનું અન્ય દ્વારા થયેલું સંપાદન છે.
એમનું વિવેચન પંડિતયુગની પરંપરાને જાળવવું અને સંસ્કૃત કાવ્યસમજ ને અનુસરનું, ૫ટભાષી અને પ્રમાણમાં નિખાલસ છે. સાહિત્યના ઇતિહાસથી માંડી મહત્ત્વની કૃતિઓ અને મહત્ત્વના સર્જકોને સ્પર્શતાં એમનાં મંતવ્યોમાં મતાગ્રહ સાથે દૃષ્ટિબિંદુનું સમર્થન છે. થોડા વિવેચન લેખો(૧૯૪૪), 'પર્યેષણા' (૧૯૫૨), 'કાવ્યવિમર્શ' (૧૯૬૨), ‘અભિગમ' (૧૯૬૬), ‘ગોવર્ધનરામ'(૧૯૬૭), ‘હાનાલાલ' (૧૯૬૭), 'કનૈયાલાલ મુનશી (૧૯૭૦), પરિચયપુસ્તિકા ‘ગોવર્ધનરામ' (૧૯૭૦), ‘ઉમાશંકર જોશી' (૧૯૭૧), 'ગુજરાતી સાહિત્યભાષા' (૧૯૭૨), ‘બળવંતરાય ઠાકોર' (૧૯૭૬), ‘આપણો કવિતા વૈભવ’ – ભા. ૧,૨ (૧૯૭૪, ૧૯૭૫), 'દૃષ્ટિકોણ' (૧૯૭૮), ‘ગાંધીયુગનું સાહિત્ય (૧૯૭૮), ‘ઉમાશંકર જોશી –નાટયકાર' (૧૯૭૯) વગેરે વિવેચન, અવલોકન અને આસ્વાદના એમના ગ્રંથમાં અધ્યાપકીય અભ્યાસ અને નિષ્ઠા છે. 'ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે, ૧૯૫૩) એમનું સાહિત્યના ઇતિહાસને લગતું પુરતક છે. વળી, ‘ગુજરાતી ભાષા : વ્યાકરણ અને લેખન (૧૯૪૬), ‘ભાષા પરિચય'-ભા. ૧ થી ૪ (૧૯૫૧થી ૧૯૫૭), ‘વાઘપૃથક્કરણ અને શુદ્ધલેખન' (૧૯૬૫) વગેરે ભાષાવ્યાકરણનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
આ ઉપરાંત, અમેરિકા મારી દૃષ્ટિએ' (૧૯૭૩) નામે નોંધપાત્ર પ્રવાસકથા અને ‘ચિત્રાંકન’(૧૯૭૪)નાં ઓગણીસ વ્યકિતચિત્રોમાં એમના વ્યકિતત્વની અને એમની અભિવ્યકિતની લાક્ષણિકતા જોવાય છે.
એમનાં સંપાદનોમાં ‘દશમસ્કંધ' (૧૯૪૨), ‘મારી છેષ્ઠ વાર્તા (૧૯૫૨), ‘નવી કવિતા' (અન્ય સાથે, ૧૯૫૨), ‘દયારામ' (૧૯૬૦), 'ગુજરાતી ટૂંકીવાર્તા' (૧૯૬૦) અને “આપણાં
ઊર્મિકાવ્યો' (૧૯૭૬) મુખ્ય છે.
સંસ્કૃતમાંથી તથા અંગ્રેજીમાંથી એમણે આપેલા અનુવાદોમાં ‘સ્મૃતિભ્રંશ અથવા શાપિત શકુન્તલા’ (૧૯૨૮) તથા “હેમ્લેટ’ (૧૯૬૭) અને “ઓથેલો' (૧૯૭૮) ખાસ ઉલ્લેખપાત્ર છે.
ચં.ટો. ઝવેરી મનસુખલાલ મોહનલાલ, 'કાયમ' (૬-૧૧-૧૯૨૭): નવલકથાકાર. જન્મ વડિયામાં. વતન બાબર. ૧૯૪૨ માં મૅટ્રિક. ૧૯૫૬થી દેના બૅન્ક, મુંબઈમાં ઑફિસર.
‘કાળુભારને કાંઠે' (૧૯૬૦), 'પરહ્યા ' (૧૯૬૨), 'જળ અને જવાળા' (૧૯૬૨), ‘જીવતરનાં મૂલ' (૧૯૬૪), ‘સુવર્ણમેખ' (૧૯૬૪), ‘મહાપ્રયાણ' (૧૯૬૯), ‘હાલે પાયાં વિષ” (૧૯૭૧), ‘મિથુન લગ્ન' (૧૯૭૨), ‘આનંદભુવન' (૧૯૭૨), ‘હિયાં હિજરાયેલ’ (૧૯૭૩), ‘કાચનું કારાગાર' (૧૯૭૩) અને 'અવગુણ ચિત્ત ન ધરો' (૧૯૭૮) એમની નવલકથાઓ છે. એમાંની મોટા ભાગની સામાજિક કથાવસ્તુ ધરાવે છે.
‘ત્રિવેણીસંગમ' (૧૯૬૧), “ધરતીની ધરી' (૧૯૬૩), ‘અકિંચન (૧૯૬૫), 'રૂપ' (૧૯૬૮) અને “બારમાસીનાં ફૂલ' (૧૯૭૦) ઉપરાંત ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૭૫) એમના નવલિકાસંગ્રહ છે.
એમણ ‘કોયલને રંગ' (૧૯૬૬) એકાંકીસંગ્રહ અને ‘દિવાનએ-આમ' (૧૯૭૫) તથા “દિવાન-એ-ખાસ' (૧૯૭૫) ગઝલરસંગ્રહો પણ આપ્યા છે.
પા.માં. ઝવેરી મહેન્દ્રકુમાર મોહનલાલ : નાટયકૃતિ વીર શિવાજી' (૧૯૩૨) -ના કર્તા.
નિ.. ઝવેરી મંગળદાસ ત્રિકમદાસ: ચરિત્રાત્મક કૃતિ ‘પરમકૃત મહારાજા કુમારપાળ' (૧૯૫૩) ના કર્તા.
નિ.વા. ઝવેરી મેહનલાલ રણછોડદાસ (૩૧-૩-૧૮૨૮, ૨૩-૭-૧૮૯૬): નિviધકાર. જન્મ ભરૂચમાં. ૧૮૩૮ માં ભરૂચની શાળામાં શિક્ષણ લેવું શરૂ કર્યું. ૧૮૪૨ માં સુરતમાં પહેલી અંગ્રેજી નિશાળ સ્થાપયેલી તેમાં દાખલ થયા. ૧૮૪૦માં ઍલ્ફિન્સ્ટન સ્કૂલમાં ગણિતના શિક્ષક, પછી ડેપ્યુટી ઈન્સ્પેકટર.
‘દેશાટણ’, ‘ત્રીકેળવણી', “ઈંગ્લાન્ટને સંક્ષિપ્ત ઇતિહાસ” એમનાં પુસ્તકો છે. “અખેગીતા', “વલ્લભકુળના ગરબા, ‘ચોરાસી વૈષણવની વાર્તા” એમનાં સંપાદનો છે. આ ઉપરાંત, ‘રા. બ. મેહનલાલભાઈ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન' (૧૮૭૧) અને રણછોડદાસ ગિરધરભાઈનું જન્મચરિત્ર' (૧૮૮૯) પણ એમણે આપેલાં છે. કરસનદાસ મૂળજીના કોશની સંશોધિત આવૃત્તિ ‘ગુજરાતી અંગ્રેજી કોશ’ પણ એમણે કરેલી છે.
ચ.ટા.
ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ (૨૯-૮-૧૮૦૩, ૨૩-૮-૧૮૭૩) : બાળસાહિત્યના લેખક. જન્મ ભરૂચમાં. શિક્ષણપ્રાપ્તિ બાદ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org