SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જોશી શિવશંકર ગોવર્ધનરામ – જોશી સુરેશ હરિપ્રસાદ જોશી સાંકળેશ્વર આશારામ (૧૮૧૪, ૧૮૯૦) : નિબંધલેખક, જન્મ અમદાવાદમાં. વતન વહેલાળ, સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ. અમદાવાદ જિનિંગ મિલમાં ઇજનેર, પછીથી ધ્રાંગધ્રા રાજયમાં દસ વર્ષ ઇજનેર. એમની પાસેથી સેનીઓના વ્યવસાયની ચાતુરીઓની માહિતી નિરૂપો ‘સની વિષે નિબંધ' (૧૮૫૫), ‘કિમિયાકપટ - નિબંધ (૧૮૬૯) તથા ‘બાળવિવાહ નિષેધક' જેવી પ્રકીર્ણપુસ્તિકાઓ મળી છે. પાત્રોને છેવટે તેઓ ભાવુક બનાવી દે છે. નવલેના પ્રસ્તારને પ્રવાસી પાનાં પ્રવાસવર્ણન સાથે સંબંધ છે. “આભ રુવે એની નવલખધારે' (૧૯૬૪) ૭૯૯ પૃષ્ઠની કથા છે. 'કમલ કાનન કોલેની' (૧૯૬૮) એમની લઘુનવલ છે. એમણે આપેલી અન્ય નવલે આ પ્રમાણે છે: ‘અનંગ રાગ' (૧૯૫૮), 'શ્રાવણી’ (૧૯૬૧), ‘એસ. એસ. રૂપનારાયણ' (૧૯૬૬), ‘દિયો અભયનાં દાન' (૧૯૬૭), ‘સેનલ છાંય' (૧૯૬૭), ‘કેફ કસુંબલ’ (૧૯૬૭), 'રજત રેખ' (૧૯૬૭), “એક કણ રે આપ’ (૧૯૬૮), ‘નથી હું નારાયણી' (૧૯૬૯), ‘અયનાંશુ' (૧૯૭૦), ‘અસીમ પડછાયા' (૧૯૭૧), ‘લછમન ઉર મૈલા(૧૯૭૨), 'વસંતનું એ વન' (૧૯૭૩), ‘ચિરાગ' (૧૯૭૫), ‘મરીચિકા' (૧૯૭૫), ‘પપટ આંબાફેરી ડાળ' (૧૯૭૬), ‘આ અવધપુરી ! આ રામ !' (૧૯૭૮), ‘ઊડી ઊડી જાવ પારેવાં' (૧૯૭૯), ‘પ્રિય રમ્ય વિભાવરી' (૧૯૮૦), ‘ગંગા બહૈ, નહિ રેન' (૧૯૮૧), ‘કલહંસી’ (૧૯૮૩) અને ‘કેસૂડે કામણ ઘોળ્યાં' (૧૯૮૪). એમણે ટૂંકીવાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખી છે. ‘રાનીગંધા' (૧૯૫૫), ‘ત્રિશૂળ' (૧૯૫૭), ‘રહસ્યનગરી” (૧૯૫૯), ‘ચત અંધારી' (૧૯૬૨), ‘અભિસાર' (૧૯૬૫), નકકટોરો' (૧૯૬૯), ‘કોમલ ગાંધાર’ (૧૯૭૦), ‘કાજલ કોટડી” (૧૯૭૩), ‘નવપદ' (૧૯૭૬), “છલછલ' (૧૯૭૭), ‘શાંતિ પારાવાર’ (૧૯૭૮) અને ‘સકલ તીરથ' (૧૯૮૦) એમના વાર્તાસંગ્રહો છે. એમની વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય અને પાત્રમાનસનું નાટયાત્મક નિરૂપણ કરતી ભાષાશૈલી છે. એમણે પ્રવાસકથાનાં પુસ્તકો આપ્યાં છે: “જોવી'તી કોતરો ને... જોવી'તી કંદરા” તથા “પગલાં પડી ગયાં છે' (૧૯૮૨). આ ઉપરાંત, લેખકના રંગભૂમિના અનુભવને ચિતાર આપતી, નાથજગતનાં સંસ્મરણો આલેખતી સ્મૃતિકથા ‘મારગ આ પણ છે શૂરાને' (૧૯૮૦) સુવાચ્ય અને માહિતીપૂર્ણ છે. એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો પણ આપ્યા છે, જેમાં રવીન્દ્રનાથની નવલકથા “જોગાજોગ' (૧૯૬૯), વિભૂતિભૂષણની નવલકથા “આદર્શ હિન્દુ હોટલ' (૧૯૭૭) તથા વિજય ભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’ (૧૯૭૭) ને સમાવેશ થાય છે. પૂ.બ્ર. વેશી શિવશંકર ગેવર્ધનરામ: વિવેચનગ્રંથ ‘સાહિત્ય પંચામૃત (૧૯૩૧) ના કર્તા. કૌ.બ્ર. જેથી શોભારામ હિંમતરામ : નાટયકૃતિ ‘પડપચી પટેલની વાર્તા (૧૯૦૧) ના કર્તા. જોશી સુરેશ હરિપ્રસાદ (૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલેડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩ માં મુંબઈની ઍલિફન્સ્ટન કૉલેજમાંથી બી.એ. ૧૯૪૫ -માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧ થી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૮૩ માં મળેલા. સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના દ્વારા અને સ્વીકૃતિ. 'ફાલ્ગની', “વાણી', મનીષા', 'ક્ષિતિજ', ‘ઊહાપોહ', એતદ્' વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન. ગાંધીયુગ અને અનુગાંધીયુગ સુધી અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત રહેલી અર્વાચીન ચેતના યુરોપીય સાહિત્યના સમાગમમાં અવારનવાર આવેલી ખરી, પરંતુ એ પરત્વેની તીવ્ર પ્રતિક્રિયા સમા, સુરેશ જોશીના સર્જનવિવેચનના યુગવર્તી ઉન્મથી જ ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ થયું. રવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના પુટથી સંવેદનશીલ ગદ્યને સર્જનાત્મક વિનિયોગ બતાવતા એમના લલિતનિબંધો; ઘટનાની અને નરી તાર્કિકતાની ધૂળતાને ઓગાળી નાખતી અને કપોલકલ્પિતને ખપે લગાડતી ભાષાપ્રક્રિયા પરત્વે સભાન એમની ટૂંકીવાર્તાઓ; કથાનકના નહિવત્ સ્તરે ભાષાની અને સંવેદનાની તરેહામાં રસ દર્શાવતી એમની નવલકથાઓ; યુરોપીય કવિતાઓના અનુવાદ દ્વારા લવચિક ગદ્યમાંથી અછાંદસની દિશા ખોલતી એમની કવિતાઓ અને એમના સર્વ રૂપરચનાલક્ષી સર્જનવ્યાપારોને અનુમોદનું આધુનિક પદ્ધતિઓથી વાકેફ એમનું તત્ત્વસ્પર્શી વિવેચન- આ સર્વ યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યને અશકય આદર્શ તાગવા પ્રયત્ન કર્યો; અને ઉત્તમ સાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડ્યો. નિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે' (૧૯૬૫) માં કૌ.બ્ર. જોશી શ્રીપાદ : જીવનચરિત્ર ‘સમર્થ રામદાસ' (૧૯૬૦) અને તહેવારને પરિચય આપતી પુસ્તિકા ‘મુસ્લિમ તહેવારોના ક .. જોશી સતીશચન્દ્ર મયાશંકર : ‘તપમૂર્તિ ભકિતબાને સેવાયજ્ઞ” (૧૯૮૩) ના કર્તા. નિ.વો. કૈ.બ્ર. ૧૫૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy