SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જોશી નાનાલાલ જોશી પ્રાગજી લક્ષ્મીદાસ એમણે “સોનેરી માછલીઓનો સળવળાટ’ (૧૯૭૧) નામક વાર્તાસંગ્રહ, ‘મનનાં મેઘધનુષ્ય' (૧૯૭૧) અને હૈયાં તરસે સરવર તીર’ (૧૯૭૫) નામક નવલકથાઓ તેમ જ 'નક્ષત્ર' (૧૯૭૯) નામક કાવ્યસંગ્રહ આપ્યાં છે. ‘ગોવર્ધનપ્રતિભા' (અન્ય રાાથે, ૧૯૮૩) એમનું સંપાદન છે. જોશી પુરુષોત્તમ બાળકૃષ્ણ: યુવરાજનિધનકાવ્યના કર્તા. સાયન્ટિફિક રિસર્ચ, નવી દિલ્હીમાં નિયામક. અત્યારે ‘ઉન્નતિ', અમદાવાદમાં મેનેજિંગ ટ્રસ્ટી. ‘યુરોપયાત્રા' (અન્ય સાથે, ૧૯૮૫) એમનું પ્રવાસપુસ્તક છે. ઉપરાંત, એમણે અંગ્રેજીમાં અર્થશાસ્ત્ર વિષયનાં પુસ્તકો લખ્યાં છે. ચંટો. જોશી નાનાલાલ, રસિક વિનોદી': વાર્તાકાર. એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘મહેફીલ' (૧૯૩૪) માં ધૂમકેતુની વાર્તાઓની અસર જોવા મળે છે. “અનુરાગ' (૧૯૬૨) એમને વીસેક સામાજિક વાર્તાઓનો સંગ્રહ છે. “ધીમે પ્રિય' (૧૯૬૮) માં પરંપરાનું અનુસરણ છતાં પ્રયોગો તરફનું વલણ ધ્યાન ખેંચે છે. નિ.. જોશી નારણજી જાદવજી: ‘મહારાજા કેશરીસિહ ને રાણી લીલાવતી : ગાયનરૂપી નાટક' (૧૮૯૧) ના કર્તા. નિ.વા. જોશી નારાયણ ગજાનન (૪-૧૦-૧૯૧૧): જન્મ રત્નાગિરિ જિલ્લાના અંજલે ગામમાં ૧૯૩૭માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. ૧૯૫૨ માં પીએચ.ડી. ૧૯૩૯ થી ૧૯૪૬ સુધી અમદાવાદમાં ભારતી વિદ્યાલયમાં શિક્ષક. ત્યારબાદ વડોદરામાં કેવું કૉલેજમાં મરાઠી તથા અંગ્રેજીના અધ્યાપક. એમની પાસેથી મરાઠી સાહિત્યના અગ્રણી સાહિત્યકારો તથા સાહિત્યકૃતિઓ વિશેની પરિચય-પુસ્તિકા ‘મરાઠી સાહિત્યમાં ડોકિયું' (૧૯૬૧) મળી છે. નિ.વા. જોશી નારાયણ લખમીદાસ : સતી દમયંતી નાટકનાં ગાયના (૧૯૦૪) ના કર્તા. જોશી પુરુષોત્તમ હરજીવન: રાધાકૃષ્ણવિષયક ભાવવાહી ભજનાને સંગ્રહ ‘કૃષ્ણલીલામૃત' (૧૯૫૬)ના કર્તા. નિ.. જોશી પ્રતાપરાય પ્રાણશંકર : સરળ ભાષામાં લખાયેલી ચમત્કારવિષયક બાળવાર્તાઓનો સંગ્રહ ‘સેમલરેખ' (૧૯૫૫) ના કર્તા. નિ.વે. જોશી પ્રતાપરાય મોરારજી : 'સંવાદમાળા'- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) ના કર્તા. નિ.વા. જેશી પ્રદ્ય નુપ્રસાદ ત્રિભુવન : ઈશ્વરનુનિ તથા ભજનાના સંગ્રહ 'પ્રભુપ્રસાદી' (૧૯૫૬)ના કર્તા. .િવે. જોશી પી. એમ. : ‘હિદની વિભૂતિઓ' (૧૯૪૨)ના કર્તા. જોશી પીતાંબર પ્રભુજીભાઈ, ‘દ્ધિકવિ,’ ‘રાજકવિ,’ ‘મંત્રકવિ' (૧-૭-૧૯૨૯): કવિ. જન્મ અમરેલી જિલ્લાના અરણેજમાં. ૧૯૫૬ માં એસ.એસ.સી. ૧૯૬૨ માં બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિપદ તરફથી સાહિત્યશાસ્ત્રી. અત્યારે બોટાદની રેલવે સ્કૂલમાં શિક્ષક. ‘કાવ્યકુંજ' –ભા. ૧ (૧૯૮૬), ‘કાવ્યકુંજ' – ભા. ૨ (૧૯૮૮) તેમ જ 'પ્રાચી સરસ્વતી’ - ભા. ૧, ૨ (૧૮૮૭, ૧૯૮૮) એમના નામે છે. ચંટો. જોશી પુરુરાજ પુનમભાઈ (૧૪-૧૨-૧૯૩૮): કવિ, નવલકથાકાર. જન્મ નડિયાદમાં. ૧૮૫૭ માં મૅટ્રિક. ૧૯૬૧ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયમાં એમ.એ પ્રા ભમાં શિક્ષક અને ગુજરાત રાજયના માહિતીખાતામાં સબઍડિટર. ૧૯૭૦-૭૫ દરમ્યાન મહુધા-બાલાશિનોરની કોલૅજમાં અધ્યાપક. ૧૯૭૫ થી આજ સુધી સાવલીની કોલેજમાં પ્રાધ્યાપક. જોશી પ્રબોધ નવીનચંદ્ર (૨૮-૧૧-૧૯૨૬): નાટયકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૪૨ માં મૅટ્રિક. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એસસી. ૧૯૬૩ માં ચલચિત્ર-ક્ષેત્રમાં પ્રવેશ. અત્યારે બોમ્બે ડાયમન્ડ મરચર્સ ઍસોસીએશનના મંત્રી. એમનું પત્તાંની જોડે(૧૯૬૩) રંગભૂમિ ઉપર સફળ થયેલું કરણાંત ત્રિઅંકી નાટક છે. નાટકના મુખ્ય પાત્રના હૃદયભાવાનું આલેખન તેની નોંધપાત્ર સિદ્ધિ છે. કદમ મિલાકે ચલો' (૧૯૬૩) કટાક્ષયુકત સંવાદોના આધારે લખાયેલ પ્રગોગશીલ વિચારપ્રધાન નાટક છે. “આંબે આવ્યા મોર' (૧૯૬૮), બીજા રસ્તા નથી' (૧૯૬૮), ‘ક જલે કો બુઝાય' (૧૯૭૨) વગેરે એમનાં અન્ય નાટકો છે. માફ કરજો, આ નાટક નહિ થાય' (૧૯૬૧) અને ‘શાપિત વરદાન' (૧૯૬૮) એમના એકાંકીસંગ્રહો છે. પ્રહસન શૈલીનાં, વિભિન્ન પત્રશ્રેણી ધરાવતાં સંવાદપ્રદાન આઠ એકાંકીઓને સંગ્રહ ‘સર્જકનાં સર્જન’(૧૯૬૯) તથા ૧૯૫૩-૧૯૬૩ના સમયગાળામાં લખાયેલાં અને રંગભૂમિ પર ભજવાયેલાં પ્રહરાનરીલીનાં મંચનક્ષમ આઠ એકાંકીઓનો સંગ્રહ તીન બંદર (૧૯૭૭) પણ એમની પાસેથી મળ્યા છે. ૫.ના. જોશી પ્રાગજી દયાળજી: નવલકથા “ક્ષમાશીલ સુંદરી' (૧૯૩૧) ના કર્તા. જોશી પ્રાગજી લક્ષમીદાસ: “મનસુંદરીહરણ નાટકનાં ગાયને’ (કા. વીરજી વી. સામજી સાથે, ૧૮૯૯)ના કર્તા. નિ.વા. ૧૪૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy