SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જેઠાભાઈ રૂથનાથભાઈ – જૈન ગુર્જર કવિઓ - અન્યથા અતિઘેરાં આલેખને વચ્ચે પાગ, નોંધપાત્ર છે. જકડાયેલી બારી બધે બનતું જુએ-કથે, રોજનીશી અને જેમલાને કાગળ સુદ્ધાં વાંચે એવું કથન કરામતની ખુલ્લી આત્યંતિકતા છે. કે.જ. જેલવિહાર: રામનારાયણ વિ. પાઠકને હળવા નિબંધ. સ્વાતંત્ર્યચળવળ દરમિયાન જેલવાસના અનુભવોને અહીં અંગ-નર્મના દોરથી બાંધ્યા છે. રાંટો. આદ્યેવની રશિયન કથાને અનુવાદ ‘ઊગતા સૂરજની વિદાય (૧૯૬૨) પાણ આપ્યો છે. ચં.ટો. જેઠાભાઈ રૂઘનાથજી : ચરિત્રલક્ષી પુસ્તક 'કચ્છના પહેલાં રાવ શ્રી ખેંગારજી' (૧૮૮૮) ના કર્તા. નિ.વા. જેતપુરી અનવર : ‘મહેરામણ'ના કર્તા. કૌ.બ્ર. જેતપુરી “જોકર': ગઝલસંગ્રહ ‘પૂણિમા' (૧૯૭૩)ના કર્તા. નિ.. જેતપુરી શૌકીન (૧૯૧૮): નવલકથાકાર, પાંચ ધોરણ સુધીને અભ્યાસ. વ્યવસાય અર્થે બર્મામાં નિવાસ. ત્યારબાદ મુંબઈમાં. છેલ્લે ૧૯૫૦ થી પાકિસ્તાનમાં નિવાસ. એમની પાસેથી સામાજિક નવલકથાઓ ‘લતીકા' (૧૯૪૫), સુંવાળ ડંખ' તથા 'સ્નેહનો સ્રોત' (૧૯૬૫) તેમ જ જાદુઈ વાર્તા ‘બરફની શાહજાદી' મળે છે. નિ.. જેબલિયા નાનાભાઈ હરસુરભાઈ, ‘અતિથિ’ (૧૧-૧૧-૧૯૩૮): નવલકથાકાર. જન્મ ખાલપર (જિ. ભાવનગર)માં. સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનિયર પી.ટી.સી. વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક. એમની પાસેથી લેકભાષાની છાંટવાળી સામાજિક નવલકથાઓ ‘તરણાનો ડુંગર' (૧૯૬૭), ‘રંગ બિલોરી કાચના' (૧૯૭૨), મેઘર' (૧૯૭૨), “એંધાણ' (૧૯૭૭), ‘સૂરજ ઊગ્યે સાંજ (૧૯૭૫), “ભીનાં ચઢાણ' (૧૯૭૯), “અરધા સૂરજની સવાર (૧૯૮૨), ‘અમે ઊગ્યા'તા શમણાંને દેશ' (૧૯૮૫) વગેરે મળી છે. ‘શૌર્યધારા' (૧૯૬૮), ‘સથવારો' (૧૯૭૭) અને ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૭૫) એમના નવલિકાસંગ્રહો છે. આ ઉપરાંત, ગ્રામજીવનને લગતી હાસ્યકથાઓ ‘સૌરાષ્ટ્રને લેકવિનદ’ અને ‘ધકેલ પંચા દોઢ' (૧૯૮૪) તેમ જ બાળવાર્તાઓ તથા રંગક્ષમ બાળનાટકો પણ એમની પાસેથી મળ્યાં છે. પા.માં. જેમ્સ ઉકાભાઈ: બાળવાર્તાનું પુસ્તક ‘નકલાંક અવતાર’ (રામસિંહ કાનદાસ સાથે, ૧૯૫૮)ના કર્તા. નિ.વો. જેલ-ઑફિસની બારી (૧૯૩૪): ઝવેરચંદ મેઘાણીને તેવીસ પ્રકરણ અને પોણાબ પાનાંને ગ્રંથ. એમાં જેલજીવનના અનુકંપાભર્યા પ્રસંગે જેલઓફિસની બારીને મુખે કહેવાતા હોય એમ નિરૂપાયા છે. એમાં પ્રસંગવિષયો છે: મુલાકાત (પ્રક. ૧-૭), ફટકા (પ્રક. ૮-૧૨), સ્ત્રી-કેદીઓ (પ્રક. ૧૩-૧૫) અને ફાંસી (પ્રક. ૧૬-૨૩). જેલર, મુકાદમ, ઉપદેશક, દાકતર જેવાં જેલનાં સ્થિતગુણી પાત્રો એકાધિક પ્રસંગો સાથે સંકળાયેલાં છે; જયારે અનવરખાં, દલબહાદુર, વાલજીની બહેન, કેદી ૪૦૪૦ જેવાંનાં રેખાચિત્રો, જેસંગભાઈ મોતીલાલ: પદ્યકૃતિ “સાલીભદ્ર સારીત્ર તથા નમરાજુલને વીજા” (૧૮૮૫) ના કર્તા. નિ.વા. જેસલપુરા શિવલાલ તુલસીદાસ (૩-૫-૧૯૧૮): વિવેચક, સંશોધક. જન્મ વીરમગામમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૪૧માં ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે શામળદાસ કોલેજ, ભાવનગરથી બી.એ. એ જ વિષયોમાં ૧૯૪૩માં એમ.એ. ૧૯૫૯માં ભે. જે. વિદ્યાભવનમાંથી પીએચ.ડી. ૧૯૫૨-૫૭ તથા ૧૯૫૮-૬૦ દરમિયાન અનુક્રમે મહિલા કોલેજ, ભાવનગર અને સી. બી. પટેલ આ કોલેજ, નડિયાદમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૭-૫૮ તથા ૧૯૬૦-૬૪ દરમિયાન અનુક્રમે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ અને સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૬૪ થી ૧૯૭૧ સુધી વીરમગામની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. સંશોધન માટેન કે. જી. નાયક સુવર્ણચન્દ્રક એમને એનાયત થયો છે. ‘પ્રજાપતિ સંત' (૧૯૮૪) એમને ચરિત્રગ્રંથ છે; તો “અરેબિયન નાઈટ્સ' (૧૯૫૩) તેમ જ “સાચાં સંતાન' (૧૯૬૨) એમના કિશોરસાહિત્યના ગ્રંથ છે. મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતીને અનુલક્ષીને એમનાં સાહિત્યસંશોધનને લગતાં પુસ્તકો આ પ્રમાણે છે: “દેહલકૃત અભિવન-ઊંઝાણું' (૧૯૬૨), 'કવિ લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકર છંદ' (૧૯૬૫), કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ (૧૯૬૯), પ્રાચીન મધ્યકાલીન બારમાસી સંગ્રહ – ખંડ ૧(૧૯૭૪), નરસિહ મહેતાની કાવ્યકૃતિઓ' (૧૯૮૧). આ ઉપરાંત એમણે ‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’– ખંડ ૧, ૨ (કે. કા. શાસ્ત્રી સાથે, , ૧૯૭૯) સંપાદિત પુસ્તક આપ્યું છે. રાંટો. જેસલમેર : ગુલામ મહોમ્મદ શેખનું, ભાષાસંવેદનામાંથી રંગ અને રેખાઓને આભાસ રચતું છ કાવ્યોનું જૂથ. ચં.ટા. જેહાંબર: જુઓ, છાપગર જહાંગીર બરજોરજી સેરાબજી. જૈન ગૂર્જર કવિઓ-ભા. ૧, ૨, ૩ (૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪) : મેહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત ૪,૦૬૧ પૃષ્ઠ ધરાવતો ગ્રંથ. ત્રીજા ભાગના બે ખંડ મળીને કુલ ચાર ખંડોમાં વિભકત આ ગ્રંથ એમાંના અનેકવિધ સંદર્ભોને કારણે માત્ર હસ્તપ્રતસૂચિ ૧૩૪: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy